બાળવાર્તાથી ઘડતર: બાળવાર્તાનું વિસ્મય પમાડતું વિશ્ર્વ

બાળવાર્તા દ્વારા બીજાને મદદ કરવી, બીજા પ્રત્યે દયા રાખવી કોઈને દુ:ખી ન કરવા, બહાદુરી, આત્મવિશ્ર્વાસ વગેરે અનેક ગુણો વિકસે છે અને બાળકનો સર્વાંગી વિકાસ કરે છે બાળકોને વાર્તા ખુબ પ્રિય હોય છે.આપણે પણ જયારે નાના હતા ત્યારે આપણને પણ વાર્તાઓ ખૂબ ગમતી .દાદા-દાદી પાસે સાંભળેલી આ વાર્તાઓ આજે પણ આપણને યાદ છે. વાર્તા ક્યારેય આઉટ ઓફ ડેટ થતી નથી.હા,સમય બદલાતા તેનું સ્વરૂપ જરૂર બદલાય છે. પેલા વાર્તા સાત પૂછળીવાળો ઉંદર ની હતી તો હવે મીકી માઉસની થાય છે પહેલા વાર્તા પરીઓની થતી તો હવે સિનડ્રેલાની થાય છે. અનેક પાત્રો ટેલિવિઝનમાં આપણને જોવા મળે છે. ગમે તેટલો મોર્ડન થઇશું તો પણ બાળપણની વાર્તા ગમશે જ. કારણકે આ વાર્તાઓ આપણને એક સુંદર મજાની દુનિયામાં લઇ જાય છે જે દુનિયા આપણી કલ્પના મુજબની હોય છે. તેમાં રાજાએ આપણી પસંદગીના કપડા પહેર્યા હોય છે, જંગલમાં પણ આપણી કલ્પના મુજબના રંગોના તેમજ કદના પ્રાણીઓ હોય છે. આ દુનિયામાં વિહરવાની એક અલગ જ મજા હોય છે.
આપણી વાર્તાની દુનિયામાં જંગલમાં સોટી લઈને રીંછ ફરવા પણ નીકળે છે, તો આ જંગલમાં જ કાચબા અને સસલાની હરીફાઈ પણ થાય છે લુચ્ચુ શિયાળ કાગડાના મોઢામાંથી પુરી લઈને આ જ જંગલમાં ચાલ્યો જાય છે અહીં જ અઢારે અંગવાંકા વાળા ઊટની વાત હોય છે તો જાડાપાડા હાથી ભાઇની પણ વાત હોય છે આટલી વાત સાંભળીને પણ આપણે આપણા બચપનમાં પહોંચી જાય છીએ. જંગલ સિવાય અહીં પરીઓનો દેશ પણ હોય છે, રાજકુમારીને કેદ કરેલા રાક્ષસ પણ હોય છે તો ગરીબ બ્રાહ્મણ પણ હોય છે આ દુનિયા ની તો વાત જ શું કરવી.ઘણી વખત વાર્તા રે વાર્તા,કે પછી મેં એક બિલાડી કે પછી હાથી ભાઈ તો જાડા જેવા જોડકણામાં પણ વાર્તા તત્વના કારણે બાળકોમાં પ્રિય હતા. ધીમે-ધીમે આ બાળ વાર્તા અને જોડકણાનુ સ્થાન ટેલિવિઝન એ લઇ લીધું હતું ત્યારબાદ મોબાઇલે લીધું છે. આજકાલ તો મમ્મીઓ પણ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં થી નવીનવી વાર્તા શોધીને બાળકોને મોબાઇલ હાથમાં આપી દે છે અને એટલા માટે જ હાલમાં હાસ્ય કલાકાર તથા નચિકેતા સ્કૂલના સ્થાપક સાઈરામ દવેએ એક અનોખો વાર્તાઓના સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે મમ્મી માત્ર પ્રવેશને પાત્ર. દરેક મમ્મીઓને આ સેમિનારમાં આવવા માટે આમંત્રણ હતું કારણ કે આજની મમ્મીઓ બાળવાર્તા ભૂલતી જાય છે અને મોટાભાગે મોબાઈલ નો સહારો લે છે. ઉપરાંત બાળકોને લાડ કરી વાર્તા કરનાર દાદા દાદી પણ કયા હોય છે ઘરમાં? તેના કારણે આવા સેમિનારની જરૂર પડે છે આમ જોઈએ તો કોઈ બાળક એવું નહી હોય કે જે વાર્તાની ટેવ ન હોય રડતો બાળક વાર્તા કરવાથી ચૂપ થઈ જાય છે, ઘણાં બાળકો સૂતી વખતે વાર્તા સાંભળવાની ટેવ રાખે છે તો ઘણાને જમતા જમતા વાર્તાનો આસ્વાદ કરવાની ટેવ હોય છે અને હા આ વાર્તામાં પણ એકની એક વાર્તા બીજીવાર ચાલતી નથી કંઈક નવી જ કહેવી પડે છે અને જ્યારે બાળકોને વાર્તા સાંભળતા હોય ત્યારે અનેક પ્રશ્ર્નો પણ ઉઠતા હોય છે કારણકે શબ્દો આપણા હોય છે અને કલ્પના એમની હોય છે.થોડા વર્ષો પહેલાં સાત પુછડી વાળા ઉંદર ની વાત, શિયાળ અને કાગડાની વાત, કઠિયારાની વાત કે પછી ગરીબ બ્રાહ્મણની વાત હતી પરંતુ આજકાલના બાળકને આ બધી વાર્તાઓ પસંદ નથી અને અમુક અંશે સમજાતી પણ નથી પરંતુ તેથી જ તેમની દુનિયા તેમની કલ્પનાની દુનિયામાં જે હોય તેને લઈને વાર્તા કરવી પડે છે સાઈરામ દવે જે સેમિનારનું આયોજન કર્યું હતું તેમાં તેમણે મમ્મીઓને આજના જમાના પ્રમાણે કઈ રીતે વાર્તા કરી શકાય એ પણ શીખવ્યું હતું. બાળકમાંથી મોહનદાસ બનાવવાની તાકાત વાર્તામાં છે
સૌ પ્રથમ વખત યોજાયેલ બાળવાર્તાના સેમિનારમાં અનેક મમ્મીઓએ હાજરી આપી હતી. સાંઈરામ દવે જણાવ્યું હતું કે વાર્તા દ્વારા મોરલ વેલ્યુ શીખવી શકાય છે. વાર્તાને હળવાશથી ન લો મોટાભાગનાની લાગે છે કે સૂતી વખતે જ વાર્તા કરાય પરંતુ આ તો જાગૃતિની વાત છે..હા, વાર્તા સાંભળતા સાંભળતા બાળક રિલેક્સ થઈ જાય એટલે સૂઈ જાય છે એ વાત અલગ છે. બાળવાર્તાકાર ગિજુભાઈ બધેકાને તેમને યાદ કર્યા હતા. બાળવાર્તાને લઈને અનેક અનુભવો તેમને આ સેમિનારમાં કરાવ્યા હતા. તેમણે કહ્યું કે યુનિવર્સિટી કે શાળા જે શીખવી શક્તિ નથી તે વાર્તા શીખવી જાય છે એક સામાન્ય બાળક સત્યવાદી હરિશચંદ્ર એક વાર્તા જ હતી જે નાટક જોઈને મોહનદાસ ગાંધીમાં પરિવરતીત થાય છે અને એક ગાંધી આપણને મળે છે કે જેનાથી અંગ્રેજો પણ ધ્રુજતા હતા, એ ગાંધી જેણે ભારતને સ્વતંત્રતા અપાવી, એ ગાંધીજી કે જેણે સત્યના પ્રયોગો દ્વારા અનેક લોકોને પ્રેરણા આપી. સમગ્ર વિશ્ર્વમાં જેનું નામ જાણીતું છે એ રાષ્ટ્રપિતા ગાંધી આપણને મળ્યા છે એટલા માટે જ તેમણે મોડર્ન મમ્મીઓને મોડર્ન વાર્તા શીખવી અને વિનંતી કરી કે આનો સ્લિપીંગ પિલ્સ તરીકે ઉપયોગ ન કરો. જીથરાભાભાની વાર્તા થી લઇને
આજે જીની એન્ડ જોની સુધીની દરેક વાત બાળકોમાં કૈક સંદેશો મૂકે છે બાળકોના જીવનમાં શા માટે વાર્તા જરૂરી છે બાળવાર્તા ફક્ત આનંદ માટે કે બાળકોને સુવડાવવા કે જમાડવા માટે નથી.બાળ વાર્તા સાંભળવાથી બાળકમાં અનેક ગુણો વિકસે છે .બાળકમાં બહાદુરીના, દયાના ,બીજાની મદદ કરવાના તેમજ જીવન ઉપયોગી અનેક સંસ્કારો પર આ વાર્તાઓમાં થી જ મળે છે. સાંઈરામ દવેએ આ સેમિનારમાં આ વિશે પણ મમ્મીઓને વાકેફ કરી હતી.
* બાળકોમાં વાર્તા સાંભળતા સાંભળતા પ્રોબ્લેમ સોલ્વીંગ પણ વિકસે છે કારણ વાર્તામાં જે પ્રોબ્લેમ હશે એનું નિરાકરણ તે પોતાની રીતે પણ કરવાનું વિચારવા લાગશે.
* આત્મવિશ્ર્વાસ જાગૃત થાય છે. વાર્તામાં આત્મવિશ્ર્વાસની વાત સાંભળીને તેને પણ એમ થાય કે મારામાં પણ આત્મવિશ્ર્વાસ હોવો જોઈએ.
* કલ્પનાશક્તિ ખીલે છે. જ્યારે વાર્તા કરતા હોય છે ત્યારે આપણે જે વર્ણન કરીએ છીએ એની કલ્પનાનું પિક્ચર તેમના મનમાં ઉભું થાય છે.જેમકે ઘનઘોર જંગલ હતું તો એની કલ્પના એ પોતાની રીતે કરશે.
* આ ઉપરાંત વાર્તામાંથી તેને અનેક નવા શબ્દો પણ મળશે આપણે ઘણીવાર જોયું છે કે વાર્તા કરતી વખતે નવો શબ્દ આવે કે બાળક તરત જ પૂછશે કે એટલે શું ?
* વિચાર શકિત વિકસે છે .વાર્તા સાંભળતા સાંભળતા તે તેને અનેક પ્રશ્ર્નો થાય છે કારણ કે પોતાના વિચાર પરથી પ્રશ્ર્નો ઊભા થતા હોય છે.
* સંસ્કારોનું સિંચન થાય છે અમુક એવી વાર્તા જે સામાજિક સંદેશ આપે તો જેના દ્વારા બાળકોમાં પણ સંસ્કારનું સિંચન થાય જેમ કે વડીલોને માન આપવું માતા-પિતાનું સન્માન કરવું અનેક ગુણો પણ વિકસે છે.
* જીવન ઉપયોગી વાતો શીખવા મળે છે. આગળ વાત કરી તે બીજાની મદદ કરવી, બીજા પ્રત્યે દયા રાખવી કોઈને દુ:ખી ન કરવા, આમ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે .તેના ઘડતરમાં પણ વાર્તા ખૂબ મોટો ફાળો આપે છે.