દિવ્યાંગ બાળકોની ખામીને ખૂબી બનાવતી જીનિયસ સુપર કિડ્સ સ્કૂલ

વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષણ સાથે અનેકવિધ પ્રવૃતિઓ પણ અહીં કરવામાં આવે છે દરેક માતા-પિતાને પોતાનું બાળક અલગ હોય, સુંદર હોય હોશિયાર હોય એવું સ્વપ્ન હોય છે.પરંતુ આ સ્વપ્ન અમુક માતા-પિતાનું પૂર્ણ થતું નથી. કેટલાક બાળકો જન્મથી જ અમુક ખામીને લઈને જન્મે છે પરંતુ આ ખામીને ખૂબીમાં બદલે છે અમુક શાળાઓ અને શિક્ષકો જે બાળકોને શિક્ષણ આપી આ સમાજમાં સ્થાન આપે છે.જેના લીધે માતાપિતાની ચિંતા પણ ઓછી થાય છે. તેમજ એ બાળકમાં આત્મવિશ્ર્વાસ વિકસે છે અને સમય જતાં અમુક ખાસ પ્રવૃત્તિમાં તો તે પગભર પણ બને છે. આ બાળકો માટે ખાસ શાળા હોય છે જે ખરેખર આશીર્વાદરૂપ હોય છે.
વિશિષ્ટ શિક્ષણ આપવા માટે વિશિષ્ટ લાયકાત (સ્વંકરાવલ ઇ.યમ) કરેલા ચિલકોં, વિશિષ્ટ અભ્યાસક્રમ, વિશિષ્ટ પ્રકારના બાળકની જરૂરિયાત તથા ક્ષમતા મુજબના શૈક્ષણીક સાધનો, વિશિષ્ટ શૈક્ષણીક પઘ્ધતિ તથા બાળક અને શિક્ષકનું પ્રમાણ 5:1 રાખવુ. છે.પ્રાથમિક જરૂરિયાત છે.
વિશિષ્ટ શિક્ષણ આપવા માટે સમગ્ર ગુજરાતમાં કાર્યવલી અભ્યાસક્રમ રચના કરવાનું બીડુ, મે બે વર્ષ પહેલા ઝડપ્યું. અને તેના ફળ સ્વપે આજે આપણી પાચ વિવિધ વિષયના લેવલ મુજબનો પ્રવૃતિમય અભ્યાસક્રમ આજે પર્યાપ્ત છે.
વિશિષ્ટ શિક્ષણ આપવા પહેલા બાળકનું શૈક્ષણીક તથા કંકશનલ એસેસમેન્ટ કરવામાં આવે છે. તેના પરથી દરેક બાળકનું ઈંઊઙ
(ઈંક્ષમશદશમીફહ ઊમીભફશિંજ્ઞક્ષ ઙહફક્ષક્ષશલ) કરવામાં આવે છે. અને વ્યકિતગત શિક્ષણનો કાર્યક્રમ બનાવવામાં આવે છે.
વિશિષ્ટ શિક્ષણની સાથે સાથે...
* ક્રાઇન મીટર સ્કીલ
* સ્પીચ થેરાપી
* ફીઝીર્યાથેરાપી તેમજ સન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી પણ આપવામાં આવે તો તેમની શીખવાની ક્ષમતા વધારી શકાય.
સામાન્ય રીતે વિશિષ્ટ બાળકો એટલે સર્વેના મતે
- ઓછો બુઘ્ધિઆંક હોય
- ઓછી એકાગ્રતા
- શારીરીક તથા માનસિક વિકાસ ઉમરની સરખામણીમાં ઓછો
પણ એક વિશિષ્ટ માતા તથા વિશિષ્ટ શિક્ષકના મત પ્રમાણે વિશિષ્ટ બાળકો એટલે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માત્ર પ્રેમની પરિભાષા જ સમજતા બાળકો, માત્ર પ્રેમની પરિભાષા જ સમજતા બાળકો, હમેશા હકારાત્મક વલણ વાળા બાળકો.
વિશિષ્ટ બાળકોમાં સામાન્ય રીતે
- માનસિક દિવ્યાંગ,
- અંધ
- બહેરા-મૂંગા જેવા પ્રકારે હોય છે.
આપણને લાંગે છે, કે
આ પ્રકારના બાળકો જીવન પર્યન્ત તેમના પરિવારજનો પર બોજ બની રહેતા હોય છે. તેઓ કાંઇ શીખી શકતા નથી તથા સમાજમાં સ્વીકારતા નથી. પણ જો તેઓ જેવા છે તેવા જ તેમને સ્વીકારી, પ્રેમથી નાનપણથી જ તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે તો ઉચ્ચ શિક્ષણતા નહિ પણ બેંઝીક રોડયુકશન (જર પડતુ જણાય) વાંચી લખી સમજી શકે છે.
વિશિષ્ટ કેટેગરીમાં પણ શારીરિક દિવ્યાંગ બાળકો, તેમને માનસિક સમસ્યા ન હોવાથી યોગ્ય શિક્ષક, પઘ્ધતિ અને શૈક્ષણીક સાધનોની મદદથી સામાન્ય અભ્યાસક્રમ મુજબ ભણી શકે છે.
સઘ ને બહેરામુંગા બાળકો પણ બુંઇલ તથા આઇન લેન્ગ્વેજ તથા અન્ય શૈક્ષણીક સહાય દ્વારા ભણી શકે છે,
પણ જયારે આપણે માનસિક દિવ્યાંગ બાળકોની વાત કરીએ તો
તેમને બુઘ્ધિ આંક, ઓછો હોવાથી ઉમર મુજબ તેમના મગજનો વિકાસ થતો નથી તેથી સામાન્ય અભ્યાસક્રમ
મુજબ ભણવું તેમના માટે લગભગ અશકય છે.
પણ તો શું આ બાળકોને શાળાઓ ન મોકલવા તો તેમનું સામાજીકરણ, રોજીંદા જીવનમાં જરી પ્રાથમિક શિક્ષણ વગેરે કયાથી થાય.?
તેથી જ "વિશિષ્ટ બાળક એટલે વિશિષ્ટ શિક્ષણ ઉપર દર્શાવેલ તમામ સુવિધા ધરાવતું રીસર્ચ સેન્ટર રાજકોટ ખાતે "જીંનીયસ સુપર કીડસ ના નામે જીંનીયસ સ્કુલમાં કાર્યરત છે જયા હાલમાં 55 બાળકો તાલીમ લઇ
રહ્યા છે.
જીનીયસ સુપર કીડસ એક સમિલિત શિક્ષણ શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે અહિ વિશિષ્ટ બાળકોને કાંઇ પણ પ્રકારના ભેદભાવ વગર સામાન્ય બાળકની સાથે જ તાલીમ આપવામાં આવે છે. વિશિષ્ટ શિક્ષણ ઉપરાંત, રમતગમતમાં પણ બાળકો વિશિષ્ટ સ્પેશિયલ ઓલિમ્પિક જેવા માઘ્યમો દ્વારા સ્વીમીંગ, સ્કેટીંગ, સાયકલીંગ વગેરેમાં પોતાની કુશળતા બતાવી
રહ્યા છે. 18 વર્ષની વયની ઉમરના બાળકો, ચોકલેટ બનાવી રોજગારી મેળવી રહ્યા છે.
- બીજલ જીતેન્દ્ર હરમાણી
(રજ્ઞીક્ષમયિ જ્ઞર ૠયક્ષશીત તીાયિ સશમત ઋીક્ષયવયક્ષફહ તુહહફબીત)