ઉનાળામાં ‘મિનરલ વોટર’નો ‘ગંદો’ વેપાર, ‘માંદા’ પાડી શકે છે!

  • ઉનાળામાં ‘મિનરલ વોટર’નો ‘ગંદો’ વેપાર, ‘માંદા’ પાડી શકે છે!
  • ઉનાળામાં ‘મિનરલ વોટર’નો ‘ગંદો’ વેપાર, ‘માંદા’ પાડી શકે છે!
  • ઉનાળામાં ‘મિનરલ વોટર’નો ‘ગંદો’ વેપાર, ‘માંદા’ પાડી શકે છે!

પોલંમપોલ  રાજકોટમાં 50 ટકા પાણીના ધંધાર્થીઓ પાસે આઈએસઆઈ માર્કો નથી છતાંય લોકોના આરોગ્ય સાથે ચેડા ધમધોકાર  મિનરલ વોટર 20 લિટરના એક કેરબામાં પાણી ઠંડું કરવા લિક્વિડ નાઈટ્રોજનનું ફકત એક ટીપું નાખવામાં આવે છે જેનાથી આખો દિવસ પાણી ઠંડું રહે છે પ્લાસ્ટિકની કોથળીમાં અપાતું પાણી શરીર માટે જોખમી છતાંય તંત્ર કુંભકર્ણ નિદ્રામાં નિયમોનું મોટા ભાગના વેપારી પાલન કરતા નથી, મિનરલ વોટરના નામે લોકોને ‘રોગ’ પીરસાઈ રહ્યો છે રાજકોટ, તા. 16
ઉનાળામાં આકરો તાપના કારણે લોકો પાણી વધારે પીતા હોય છે પણ ઉનાળાની સિઝનમાં નમિનરલ વોટરથનો ગંદો કારોબાર રાજકોટમાં ચાલી રહ્યો છે શહેરમાં 50 ટકા પાણીનો વેપાર કરતા ધંધાર્થીઓ પાસે આઈએસઆઈ માર્કા વગર પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે.
પાણીની બોટલમાં અપાતુ પાણી શરીરમાં અનેક રોગ નોતરી શકે છે પાણીનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. લોકોના
આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે છતાંય તંત્ર હજુ કુંભકર્ણ નિંદ્રામાં છે.
મિનરલ વોટર હંમેશા શુદ્ધ હોય, એવી સામાન્ય જન માનસમાં છાપ પ્રવર્તે છે. પણ સમજતી વાસ્તવિકતા કંઈક જુદી હોવાનું બહાર આવ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં મિનરલ વોટરની ડિમાન્ડ વધી જાય છે.
બેકટેરીયા યુકત પાણી પીવાના કારણે હેલ્થને નુકશાન થાય છે. અમુક પ્રકારનાં બેકટેરીયાના કારણે ઝાડા-ઉલ્ટી થવાની સંભાવના પણ રહેલી છે. તે ઉપરાંત આવુ પાણી પીવાથી ઘણીવાર બેચેની અશકિત, પેટમાં ગડબડથી માંડી અનેક બિમારીઓ લાગુ પડી શકે છે.
જયારે મિનરલ વોટરના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના કેબરમાં લિકવીડ નાઈટ્રોજનનું ફકત એક
ટીપું જ નાખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.
ઓફિસ, ઘર, ફેકટરી કે શુભ પ્રસંગોમાં જમણવાર વખતે ઠંડા કેરબા મુકવામાં આવે છે તે પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છે છતાંય લોકો શુદ્ધ પાણી માની પી રહ્યા છે વાસ્તવમાં તેઓ તે પાણીથી શરીરમાં બિમારી નાંખી રહ્યા છે. રાજકોટમાં સૌથી વધારે પાણી પ્લાસ્ટીકની કોથળીમાં થઈ રહ્યો છે દરેક પાનની દુકાનોમાં 2 રૂપીયામાં વેચાતી પાણીની કોથળી શરીર માટે જોખમી છે.
પાણીના પ્લાન્ટમાં અનેક નિયમો હોય છે પરંતુ રાજકોટમાં અનેક પ્લાન્ટ એવા છે કે તેઓ પાસે કોઈ પ્રકારનું લાયસન્સ નથી જેઓ પાસે આઈએસઆઈ માર્કા છે તેઓ નિયમોનું પાલન કરતા નથી.
રાજકોટમાં ઉનાળામાં મિનરલ વોટરનો ગંદો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે તંત્રને મલાઈ મળતી હોવાથી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ઉનાળામાં મિનરલ વોટર
સામે લોકોએ જ જાગૃતતા
દાખવવી પડશે. રાજકોટમાં પાણીનો મહિને 10 કરોડનો કારોબાર
રાજકોટમાં પાણીનું હોલસેલ સપ્લાયર કરતા વેપારીએ જણાવ્યુ હતું કે એક અંદાજ મુજબ દર મહીને 7 કરોડની મિનરલ બોટલનું વેચાણ સમગ્ર રાજકોટમાં થાય છે તો 50 લાખથી વધુના પાણીના પાઉચનું વેચાણ છે દોઢ કરોડ રૂપીયાના 20 લીટર કેરબાનો ધંધો છે. આ રકમ ઉનાળામાં વધી શકે છે. કેવી રીતે બને છે મિનરલ વોટર
મિનરલ વોટર માટે પાણી કુદર્તી ઝરણામાંથી કે કુવામાંથી લેવામાં આવે છે. નગરપાલીકા કે મહાપાલીકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદેસર રીતે ગુનો બને છે. પાણીને જંતુરહીત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાં પાણી પેક કરતા સમયે સુક્ષ્મજીવાણુઓને નષ્ટ કરવા માટે તેમાં કલોરીન વાયુ છોડવામાં આવે છે.
પાણીને ઠંડું કરતું લિક્વિડ
નાઈટ્રોજન શું છે
લિકિવડ નાઈટ્રોજન એક પ્રકારનું એ એસીડીક કેમિકલ છે જે ફ્રિજ તથા એસીમાં ઠંડક માટે વપરાય છે તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને ઘસારા સામે ટકી રહેવા અને પોર્ટસને વધુ લાઈફ મળે તે માટે વપરાય છે. લિકિવડ નાઈટ્રોજન આટલો હાનિકારક શા માટે? તે જયારે લીકવીડ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે (માઈનસ) 190 ડીગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં જતા જ પેશીઓ અને ચામડીને કાયમ માટે શિથીલ કરી દે છે.
લોકલ બ્રાન્ડનું મિનરલ વોટર પીવાથી કયાં રોગ થાય?
લોકલ બ્રાન્ડનું પાણી રાજકોટમાં સૌથી વધારે વેચાઈ રહ્યું છે ત્યારે તેમાં નિયમોનું પાલન નહી થતુ હોવાના કારણે બેકટેરીયાનો ગ્રોથ વધી જતો હોય છે તે પીવાથી ફૂડ પોઈઝીંગ અસર થઈ શકેલ, બેચેની, અશકિત, પેટમાં ગડબડથી માંડી ઝાડા-ઉલ્ટી કમળો જેવા રોગ થઈ શકે છે.