18 કરોડના બારદાનમાં લાગેલી આગના લેખાજોખા


અધિકારીઓ દોડી ગયા હતા અને કલેક્ટરના મૌખિક આદેશ અનુસાર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પોલીસ દ્વારા મજૂરો, ટ્રકચાલક અને ગુજકોટના અધિકારીઓની પૂછતાછ કરવામાં આવશે હાલ સળગી ગયેલા તમામ બારદાનના જથ્થાને જેસીબી મારફતે બહાર કાઢી તેના ઉપર સ્પ્રે મારી તેમજ જે બારદાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે ત્યાં પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા સેવાઇ રહી છે.
મંગળવાર સાંજે જુના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના ભાડે રાખેલા બારદાનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના ઉપર કાબુ મેળવવો મુશ્કેલ હોય આ અંગે મેજર કોલ જાહેર કરવામાં આવતા જૂનાગઢ, જામનગર, ગોંડલ, જેતપુર સહિતના પંથકમાંથી ફાયર બ્રિગેડની ટિમો દોડાવવામાં આવી હતી સતત 14 કલાકથી અવિરત આગ ઉપર કાબુ મેળવવામાં હજુ સફળતા પ્રાપ્ત થઇ નથી ફાયર ઓફિસર બી જે ઠેબાએ જણાવ્યું હતું કે 20 લાખથી વધુ બારદાન બળીને ખાખ થઇ ગયા છે 5 લાખ જેટલા બારદાન બચાવી લીધા છે અત્યાર સુધીમાં જે બારદાન બળી ગયા છે તે બારદાન જેસીબી મારફતે હટાવી તેના ઉપર સ્પ્રે મારવામાં આવી રહ્યો છે જયારે બાકીના જે બારદાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે તેના ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને લીધે ગુજકોટની ઓફિસ પણ ચપેટમાં આવી ગઈ હતી પરંતુ મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થાય તે પૂર્વે બચાવી લેવામાં આવ્યા હતા. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા સેવાઇ રહી છે.
ગુજકોટના 20 કર્મીઓ જીવ બચાવીને ભાગ્યા
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડના બારદાનના ગોડાઉનમાં લાગેલી આગ જોત જોતામાં ગુજકોટની ઓફિસે પહોંચી ગઈ હતી ત્યાં કામ કરી રહેલા 20 જેટલા કર્મચારીઓ માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા.
24 ફાયર ફાઇટરો અને 45 કર્મચારીઓની જહેમત
ગત સાંજે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવતા રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના 25 ફાયર ફાઇટરોને દોડાવવામાં આવ્યા હતા ગત સાંજથી આજ બપોર સુધી 45 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ બુજાવવા સતત જહેમત ઉઠાવી હતી.
સિક્યુરિટી સિવાય કોઈ
જઈ શકતું નથી
બંને બાજુ તાલપત્રી ઢાંકી અને સરકારી ગોડાઉનનો જથ્થો રાખવામાં આવ્યો હતો આ જગ્યાએ સિક્યુરિટી સિવાય કોઈ જઈ શકતું નથી તો પછી આ જગ્યાએ સાંજે કોણ આવ્યું હતું અને આગ આકસ્મિક હતી કે જાણી જોઈને લગાવવામાં આવી છે તે જાણવા એફ એસ એલ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.
આગમાં ઉપજતી શંકા
આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા 20 લાખ બારદાનનો જથ્થો માત્ર 10 મિનિટમાં જ ખાક થઇ ગયો હતો સામાન્ય સંજોગોમાં આગ આટલી સ્પીડથી ક્યારેય પ્રસરે નહિ તે વિચારવા જેવો પ્રશ્ન છે જે જગ્યાએ આગ લાગી હતી તે જગ્યાએ સાંજના સમયે લોકોની અવરજવર પણ ઓછી હોવાથી સહેલાઈથી આગ લગાવી શકાય છે તે વાત પણ નકારી શકાતી નથી. તસવીર: પ્રવીણ સેદાણી