સરકારી કવાર્ટરમાં DYSPનો કબજો, ડે.કલેકટરની નોટિસ

સરકારી કર્મચારીઓને ફાળવાયેલ કવાર્ટર ખાલી નહીં કરતા પ્રાંત અધિકારી લાલઘુમ: નિવૃત થઇ ગયા બાદ પણ કવાર્ટર પરત નહી સોંપતા કાર્યવાહી રર અધિકારી-કર્મચારીને નોટિસ અપાઇ: વધુ ર0 સામે તોળાતી કાર્યવાહી
રાજકોટ તા.14
પોલીસનું નામ પડતા જ લોકો ફફડી ઉઠે છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત કલાસ-1 અને અન્ય કર્મચારીઓને રાજકોટમાં રહેવા માટે ફાળવાયેલ કવાર્ટરમાં કબ્જો જમાવી ખાલી નહી કરતા ડે. કલેકટરે નોટીસ ફટકારી કવાર્ટર ખાલી કરવા તજવીજ હાથ ધરી છે.
કૌભાંડી નગરી તરીકે ઓળખાતા રાજકોટ શહેરમાં સરકારી કવાર્ટર પણ સલામત રહ્યા નથી. સરકારી કર્મચારીઓને રહેવા માટે ફાળવવામાં આવેલ કવાર્ટર અને આવાસમાં કર્મચારીઓ નિવૃત અને બદલી થઇ ગયા બાદ પણ ખાલી નહી કરતા રાજકોટ શહેર-1 ના પ્રાંત અધિકારી લાલઘુમ થયા છે. આવા રર જેટલા કર્મચારી અને અધિકારીઓને કવાર્ટર ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી એ.ટી. પટેલના જણાવ્યા મુજબ કર્મચારીઓને રહેવા માટે ફાળવવામાં આવેલ સરકારી કવાર્ટરમાં લાંબા સમયથી કબ્જો જમાવી કવાર્ટર ખાલી નહી કરનાર અધિકારી અને કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.
જાણવા મળતી વિગત મુજબ હોમગાર્ડ કેમ્પસના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલાને સરકારી કવાર્ટર નં.ઇ-ર1, જુનિયર કલાર્ક એમ.ડી. ચાવડાને કવાર્ટર નં.3/રપ કાલાવડ રોડ, નિવૃત મદદનીશ પી.બી. ડામોરને ધરમ સિનેમા પાછળના કવાર્ટર નં.7/108, નિવૃત ડ્રાઇવર કે.એસ.કાતીયારને કવાર્ટર નં.6/63 કાલાવડ રોડ, નિવૃત બાયન્ડર ભરત જોશીને કવાર્ટર નં.ડી/133 રેફયુજી કોલોની, જુનિયર કલાર્ક બી.એન.રાઠોડને કવાર્ટર નં.8 યુનિવર્સિટી રોડ, નિવૃત વોર્ડ સર્વન્ટ નિરંજનાબેન ચૌહાણ કવાર્ટર નં.ઇ-66 રીડ કલબ, નિવૃત વર્ક આસી. ભાસ્કરભાઇ જોશી ડી-163 રેફયુજી કોલોની, નિવૃત પટ્ટાવાળા, દિપકભાઇ ચૌહાણને ઇ-પ6 પ્રેસ
(અનુસંધાન પાના નં. 10)
કવાર્ટર, બાબુલાલ પરમારને ટાઉન ટેશન બીલ્ડીંગના આઉટહાઉસ ત્રિકોણબાગ, નિવૃત કુક બી.એચ.લુંભાણી કવાર્ટર નં.7/81 કાલાવડ રોડ ઉપર કવાર્ટર ફાળવવામાં આવ્યા છે. જે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ કવાર્ટર ખાલી કરતા નથી. તેઓને નોટીસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત સ્વ.જી.એચ.ઠેબાના વારસદાર બાનુબેન કે જેઓ આઉટહાઉસ કવાર્ટરમાં રહે છે તેમજ સ્વ.શામજીભાઇ ગોવિંદભાઇ લીંબડીયાના વારસદાર દેવભુવન કવાર્ટર નં.ર જુની કલેકટર કચેરી, સ્વ.એલ.જે.સોલંકીના વારસદારો સાઉથ હાઉસ કોઠી કમ્પાઉન્ડ, એચ.એસ.હરખાણી કવાર્ટર નં.ડી/1પ8 રેફયુજી કોલોની, હુશેનભાઇ દલ કવાર્ટર નં.ડી/90 રેફયુજી કોલોની, વાય.આર.મનસુરી કવાર્ટર નં.ડી/171 રેફયુજી કોલોની, સ્વ.બી.જી.મહેતાના વારસદારો કવાર્ટર નં.બી/47 ધરમ સિનેમા પાછળ, પી.એમ.દુદાણી તથા શીલાબેન દુદાણી કવાર્ટર નં.ડી/14પ રેફયુજી કોલોની, સ્વ.હેમરાજ ખેતસીભાઇના વારસદારો કવાર્ટર નં.ડી/10ર રેફયુજી કોલોની, સી.ડી.સોંદરવા કવાર્ટર નં.ડી/118 રેફયુજી કોલોની, આઇ.એસ.શાહ કવાર્ટર નં.ઇ/7 ધરમ સિનેમા તેમજ વકીલ દિનેશ શાહ સહિતનાઓએ સરકારી કવાર્ટર ઉપર કબ્જો જમાવ્યો હોય તમામને કવાર્ટર ખાલી કરવા માટે પ્રાંત અધિકારી એ.ટી.પટેલે નોટીસ ફટકારી છે. આ ઉપરાંત વધુ ર0 જેટલા કર્મચારી અને અધિકારીઓને નોટીસ ફટકારી છે. આમ કુલ 4ર જેટલા કર્મચારીઓને નોટીસ ફટકારવામાં આવતા કર્મચારી ગણમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. (તસવીર: પ્રવીણ સેદાણી)