વોકહાર્ટ હોસ્પિટલની દાદાગીરી, પોલીસે બંગડી પહેરી!

પોલીસના નામે અરજી કરનાર યોગીને ફોન કરી સમાધાન કરી લ્યો નહીં તો...
પરિવારજનોએ અરજી કરી પણ પોલીસે ‘મલાઈ’ લઈ લેતા ફરિયાદ દાખલ કરાતી નથીના આક્ષેપો રાજકોટ તા,14
રાજકોટની ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલની દાદાગીરી હવે ચરમસીમાએ પહોંચી છે. રેખાબેન નામની મહિલાને શરીરમાં દોઢ ફૂટનો સળિયો શરીરમાં ભૂલી ગયા હોવા છતાં કોઈ એકવન લેવામાં આવતા નથી.
તબીબની ભૂલ હોવા છતાંય વોકહાર્ટ હોસ્પિટલે હજુ સુધી ઘોડા ડોકટર સામે કોઈ પગલા નહીં લેતાં રાજકોટની કરણી સેનાએ દર્દીઓને વ્હારે આવી ચાર દિવસ પહેલા રામધૂન બોલાવી દર્દીઓની સમસ્યાનો ઉકેલ આવે માટે વિરોધ કર્યો હતો.
દર્દીઓ માટે રજૂઆત કરવા ગયેલ કરણી સેનાને આજે સંચાલકોએ મિટિંગ માટે બોલાવ્યા હતા. તેઓની રજૂઆત હતી કે ડોકટરને સસ્પેન્ડ કરવા રજૂઆત કરી હતી. ફરી ચાર દિવસનો સમય માગવામાં આવ્યો હતો.
રેખાબેનના જમાઈ યોગી મહાજનને છેલ્લા બે દિવસથી ફોન ઉપર પોલીસના નામે ધમકીઓ મળી રહી છે. કરણીસેના બે-ચાર દિવસ જ સાથે રહેશે પછી એકલું જ રહેવાનું છે. વોકહાર્ટ હોસ્પિટલ પોતાની સતાનો ઉપયોગ કરી દર્દીઓના સંબંધીઓને ધમકી આપી રહ્યા છે. હોસ્પિટલ તંત્રએ રૂપિયાના જોરે ભાડૂતિ ગુંડાઓ રાખી દર્દીઓના પરિવારજનોને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. શરમ વગરની રાજકોટ પોલીસે હાથમાં બંગડી પહેરી લીધી હોય તેમ હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી ? માત્ર અરજી જ કેમ લીધી. પોલીસને કેટલા રૂપિયા મળ્યા છે?
કોના ઈશારે હોસ્પિટલ સામે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. દર્દી હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે છતાંય પોલીસની માનવતા કયા ગઈ?
યોગીભાઈ મહાજન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પાંચથી વધુ વાર ગયા હતા છતાંય પોલીસે આજી જ લીધી છે કેમ ફરિયાદ દાખલ નથી કરાવતા. હોસ્પિટલ અને પોલીસે હાથ મિલાવી લેતાં દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આ ઘટનાથી લોકોમાં પોલીસ સામે રોષ
જોવા મળી રહ્યો છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)