શા. સંગીત દિવ્ય અનુભૂતિ કરાવનાર છે: સૂરમણિ ડો.મોનિકા શાહ

જુદા જુદા વિષયો નાનપણમાં શાળામાં ભણતા બીજા વિષયો સાથે એ બાળાને સંગીતમાં પણ દિલચશ્પી જાગી. મમ્મી તો સિતાર વગાડતા જ હતા એટલે લોહીમાં મમ્મીના સંસ્કારો સાથે સૂરો ભળેલા હતા. પુત્રીનો સંગીત પ્રત્યેનો લગાવ જોઇને સંગીતની તાલિમ શરૂ થઇ. સુરનું જ્ઞાન ઇશ્ર્વરદત્ત હતું. નાનાનું ઘર રેલ્વે ક્રોસિંગ નજીક હોવાથી ટ્રેઇનની જે વ્હીસલ વાગતી તેમાં પણ કયો સૂર છે તે ઓળખી બતાવતા.
પ્રાથમિક સંગીતની તાલિમ તેમણે આગ્રા ઘરાનાના લાલજીભાઇ ચૌહાણ પાસેથી લીધી વિશારદ કરી સંગીત અલંકાર કર્યુ શાળાના કાર્યક્રમોમાં પણ તેઓ ભાગ લેતા અને યુથફેસ્ટીવલમાં પણ અનેક ઇનામો તેઓ જીત્યા છે. ડો. પ્રદીપ્તા ગાંગુલી પાસે સંગીતની
તાલિમ લીધા બાદ તેમના જ સૂચનથી ભાવનગર કિરાના ઘરાનાના રસિકલાલ અંધારિયા પાસેથી આગળની સંગીત તાલીમ લઇ ગોલ્ડ મેડલ સાથે
પી.એચ.ડી. કર્યુ. ત્યારબાદ અમદાવાદમાં જ આરાધના સંગીત એકેડેમીની સ્થાપના કરી દેશ વિદેશમાં તેમણે અનેક કાર્યક્રમો આપેલા છે અને તેમના સૂરને અનેક એવોર્ડ મળેલા છે.
આજથી પાંચ વર્ષ પહેલા પદ્મવિભુષણ અને ‘ઠુમરીની રાણી’ તરીકે જગવિખ્યાત ગિરિજાદેવીની મુલાકાત થઇ અને તેમની પાસેથી તેમણે બનારસ ઘરાનાની તાલિમ લઇ પોતાની સંગીત યાત્રામાં વધુ એક પીછું ઉમેર્યું ગુજરાતમાં ગિરીજાદેવીના તેઓ એક માત્ર શિષ્યા છે જે ગૌરવપ્રદ બાબત છે. તેમના નિધન બાદ તેમની ઇચ્છા પૂર્ણ કરવા અને તેમની ગાયકી લોકો સુધી પહોંચાડવા આ વર્ષ તેઓ 12 કાર્યક્રમ કરવાના છે જેમાંનો એક કાર્યક્રમ રાજકોટથી જનતાએ માણ્યો સંગીતની આ સફળતાની યાત્રામાં પોતાના પરિવારનું ખાસ યોગદાન રહ્યુ છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે 1980માં લગ્ન થયા બાદ પતિ હિતેન શાહ કે જે બિઝનેસમેન છે, તથા સાસું સસરાનો પણ ખુબજ સહયોગ રહ્યો છે. પુત્ર ઋષભના જન્મ તેમજ પરિવારની જવાબદારીમાં પણ તેઓ તેમની સંગીત સાધનાને અખંડ રાખી શક્યા છે.
શાસ્ત્રીય સંગીતમાં તેઓ હજુ પણ સફળતાના અનેક ખેડાણ કરે એમ તેમને ‘ગુજરાત મિરર’ દ્વારા શુભેચ્છા... દરેક ઘરાનાની આગવી વિશેષતા હોય છે
ડો. મોનીકા શાહે પોતાની સંગીત શિક્ષાની શરૂઆત આગ્રા ઘરાનાથી કરી હતી અને ત્યાર બાદ કિરાના ઘરાનાની તાલીમ લીધી હતી અને ગિરીજાદેવી પાસેથી બનારસ ઘરાનાની તાલિમ લીધી હતી આ વિશે તેમણે જણાવ્યું કે દરેક ઘરાના પોતાનામાં કંઇક અલગ વિશેષતા ઘરાવે છે. તમારા કંઠ પ્રમાણે જે તે ગાયકી મુજબ ફેરફાર કરીને ગાવાથી તેની સુંદરતા વધે છે. સમગ્ર ગુજરાતમાં ‘ઠુમરીની રાણી’ ગિરીજાદેવીના તેઓ એકમાત્ર શિષ્યા છે અને હાલ તેમની યાદમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો તેઓ યોજી રહ્યા છે શાસ્ત્રીય સંગીત દિવ્ય અનુભૂતિ કરાવે છે
શાસ્ત્રીય સંગીતની રાગીણીઓ દ્વારા તન મન શુદ્ધ થાય છે તેમજ દિવ્યતાનો સંચાર થાય છે પાંચેય ઇન્દ્રીયોનો જેમાં ઉપયોગ થાય છે એવું સંગીત ગાવાથી તેમજ સાંભળવાથી પણ દિવ્ય અનુભૂતી થાય છે. મનુષ્યના સમગ્ર જીવનમાં ઉપયોગી સંગીતની જનની શાસ્ત્રીય સંગીત છે. સૂરોના સન્માન રૂપ એવોર્ડ
શાળા અને કોલેજથી શરૂ કરીને આજ સુધી તેમને અનેક એવોર્ડ મળ્યા છે સૂરમણિ, ગુજરાત ગૌરવ એવોર્ડ, અમદાવાદ કોર્પોરેશન દ્વારા એવોર્ડ, તાનારીરી એવોર્ડ, નવદીપ પ્રતિષ્ઠાન એવોર્ડ, કલ કે કલાકાર એવોર્ડ વગેરે એવોર્ડ પ્રાપ્ત થયા છે. હાલ તેમની આરાધના સંગીત એકેડેમીમાં પોતાના જ્ઞાનનો લાભ નવી પેઢીને આપી તેઓને સંગીત માટે તૈયાર કરી રહ્યા છે. નાનપણમાં ટ્રેઇનની વ્હીસલ સાંભળીને તેના સૂરો કહી દેતા એવી જન્મજાત સુઝ તેમનામાં હતી  ઉડાન - ભાવના દોશી -