કુકિંગ ટાઈમ

કિવી માર્ગેરિટા
: સામગ્રી :
4 ટેબલસ્પૂન કિવી ક્રશ
2 ટેબલસ્પૂન લેમન જ્યુસ
જરૂરિયાત મુજબ બરફ
: રિમ કરવા :
ગ્લાસની કિનારી પર અડધુ કાપેલ લીંબુ ઘસો અને એક ડીશમાં થોડું મીઠું પાથરી લીંબુ વાળી કિનારીએ મુકો..મીઠું કિનારી પર ચોંટી જશે.આ રીતે ફરી વાર કરો.
: પધ્ધતિ :
* બધી જ સામગ્રીને મિક્સરમાં ફેરવી લો
* રિમ કરેલ ગ્લાસમાં એક સરખું સર્વ કરો
* ઠંડુ અને મસ્ત ગ્રીન કલર પીવા માટે લલચાવશે.
વોટરમેલન મેજીક
: સામગ્રી :
4 કપ ઠંડા તરબૂચના પીસ
2 કપ પાઈનેપલ પીસ
11/2 કપ જામફળના પીસ
સ્વાદ મુજબ સંચળ,અને સર્વ કરવા બરફ
: પધ્ધતિ :
* બધીજ સામગ્રીને મિક્સરમાં પીસી લો.
* સ્વાદ મુજબ સંચળ પાવડર નાખો.
* બરફ મિક્સ કરી ઠંડુ સર્વ કરો ટીપ્સ ફ્રોમ મોમ ઉનાળામાં ઠંડક આપતા તાજા પાંચ પીણા
આકરી, અકળાવનારી ગરમી શરૂ થઈ ગઈ છે અને હજુ પણ ગરમીનું પ્રમાણ વધશે. તેથી લુ થી બચવા
ઘરગથ્થુ અને સરળ ઠંડા પીણાં રાજકોટના કુકિંગ એક્સપર્ટ ફાલ્ગુનીબેન ચોટાઈ આપણને બતાવે છે.
પરંપરાગત આ પીણાથી મોટા ભાગના લોકો અજાણ હશે. તો જાણી લઈએ આ ઠંડા ઠંડા કુલ કુલ પીણાની રેસિપી. 1. આંબલવાણુ
સામગ્રી: 500 ગ્રામ ગોળ, 50 ગ્રામ અમલી, પાણી જરૂરિયાત મુજબ
પધ્ધતિ: આમલી અને ગોળને થોડા પાણીમાં ત્રણ થી ચાર કલાક પલાળી રાખો. ત્યારબાદ મિક્સરમાં કે હેન્ડ મિક્સીમાં ફેરવી બાકીનું પાણી ઉમેરી દો.સ્વાદ મુજબ ગળ્યું કે ખાટું રાખી શકાય.તેમાં બરફના પીસ ઉમેરી સ્વાદ માટે જીરું પણ ઉમેરી શકાય.ગરમીના દિવસોમાં આ ખાટું મધુરું પીણું મહેમાનોને પણ આપી શકાય તેમજ બપોરે જમવામાં પણ લઈ શકાય છે.
2. ગોળનું શરબત
સામગ્રી: 250 ગ્રામ ગોળ, 2 લીંબુ, પાણી જરૂરિયાત મુજબ, નાનો ટુકડો આદુ. (ઓપ્શનલ)
પધ્ધતિ: ગોળ તથા પાણીને મિક્સ કરો.ગોળ એકદ ઓગળી જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી દો.આ બધું પ્રમાણ દરેક પોતાના સ્વાદ મુજબ લઈ શકે છે.તેમાં આદુને પીસીને કે વાટીને નાખી દો. આદુ નાખ્યા વગર પણ સારું લાગે છે .ત્યારબાદ ઠંડુ કરવા માટે થોડો બરફ નાખી ઉપયોગમાં લઇ શકાય છે. શેરડીના રસની ગરજ સારતું આ શરબત શક્તિવર્ધક પણ છે.તેથી ડબલ ફાયદા કરતું આ શરબત નાના બાળકોથી લઈને વડીલોને પણ આપી શકાય છે.
3. કાચી કેરીનો બાફલો
સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી , 750 ગ્રામ ખાંડ, પાણી જરૂરિયાત મુજબ સંચળ, જીરું, મીઠું (સ્વાદમૂજબ)
પધ્ધતિ: કાચી કેરીને કૂકરમાં બે થી ત્રણ સીટી લઈ બાફી લો. ખાંડ ડૂબે એટલું પાણી નાખીને ગરમ કરી લો.બાફેલ કેરીમાંથી છાલ ગોટલી દૂર કરી પલ્પ કાઢી લો.જેટલો કેરીનો પલ્પ હોય તેનાથી ડબલ ખાંડ લેવાથી સ્વાદ બરાબર થાય છે..કેરીનો પલ્પ તથા ચાસણી મિક્સ કરી હેન્ડ મિકસી ફેરવી લો ઠંડુ થાય એટલે ગાળીને ભરી લો.ઉપયોગમાં લેતી વખતે તેમાં જરૂરીયાત મુજબ પાણી તેમજ સ્વાદ અનુસાર સંચળ,મીઠું તથા જીરું ઉમેરી શકાય છે.ગરમીમાં ઠંડક આપતું આ પીણું મજેદાર ચટપટુ લગે છે.
4. દ્રાક્ષ ધાણા અને વરિયાળીનું શરબત
સામગ્રી: 1/2 કપ ધાણા, 1/2 કપ વરિયાળી, 15થી 20 દાણા કાળી દ્રાક્ષ, 1/2 કપ સાકર, પાણી જરૂરિયાત મુજબ
પધ્ધતિ: બધી જ સામગ્રી મિક્સ કરી થોડા પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખો જેથી બધી સામગ્રી એકદમ પલળી ને સોફ્ટ થઈ જાય.ત્યારબાદ હેન્ડ મિકસી ફેરવી લો.જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દો.ગરણી વડે ગાળી તેને ઠંડુ કરી ઉપયોગમાં લઇ શકાય છે. ગરમીની લુ માં તો આ શરબત અસરકારક છે જ પરંતુ એસીડીટી અને અલ્સર જેવા રોગમાં પણ આ પીણું અકસીર ઈલાજ સાબિત થયેલ છે.
5. ગુલાબનું શરબત
સામગ્રી : 1 લિટર પાણી, 1 કપ તાજા ગુલાબની પાંદડી, 2 કપ સાકર
પધ્ધતિ : ગુલાબની પાંદડીને પાણીમાં 2 કલાક પલાળી દો. પાણીમાં સાકર મિકસ કરી ગરમ કરી ઉકાળી લો. તેમાં ગુલાબની પાંદડી
મિકસ કરી. બ્લેન્ડરમાં ફેરવી લો અને સ્વાદ મુજબ પાણી મિકસ કરી ઉપયોગ કરો.