સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડીયા હેકેથોનનો મારવાડી યુનિ. ખાતે પ્રારંભ


રાજકોટ, તા.13
ડીજીટલ ઈન્ડીયા અંતર્ગત જયારે આપનો ભારત દેશ દરેક ત્તક્ષેત્રમાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી આગળ વધી રહ્યો છે ત્યારે દેશની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નવીનતમ ટેકનોલોજી દરેક વ્યકિતના જીવનમાં એક નિસરણી જેવું કામ કરી સમસ્યાને અને સહજ બનાવે છે. આ અભિગમને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ મુલાકાત દરમ્યાન સ્માર્ટસીટી હેકેથોનનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્યારે જણાવ્યુ હતું કે સ્માર્ટસીટી હેથેકોનનો ઉદેશ્ય સ્થાનિક લેવલે ઉપસ્થિત થતા પ્રશ્ર્નનો અને તે પ્રશ્ર્નોના નિરાકરણ માટે શૈક્ષણીક જગત આવે અને ડીજીટલ સોલ્યુશન દ્વારા તેના નિરાકરણ કરે તે છે.
મારવાડી યુનિ. ખાતે ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રકચરના પરિણામે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને એસએસઆઈપી સ્ટાર્ટ અપ ઈન્ડીયા દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડીયા હેથેકોન 2017 માટે મારવાડી યુનિ.ને ઈવેન્ટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મારવાડી યુનિ.ને પ્રથમ સ્માર્ટ સીટી હેકેથોનની મેન્ટર યુનિ.નું બિરૂદ પ્રાપ્ત થયેલું છે.
સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડીયા હેથેકોન 2017 માં ગુજરાતની વિવિધ કોલેજો અને ઈન્સ્ટી.માંથી 133 જેટલી ટીમનું સાથે 904 વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન થયેલુ છે જેના દ્વારા ટેકનોલોજીના ઉપયોગ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે.