સામાન્ય પ્રવાહના ઈતિહાસના પેપરથી વિદ્યાર્થીઓ અવઢવમાંરાજકોટ તા,13
ગુજરાત બોર્ડની ધો.12 સામાન્ય પ્રવાહની પરિક્ષાનું આજે હિસ્ટ્રીનું દ્વિતિય પેપર હતું. સવારના સત્રમાં આ પેપર રાખવામાં આવેલ હતું. રાજકોટ જિલ્લામાં આજે 1280 વિદ્યાર્થીઓએ ઈતિહાસનું પેપર આવ્યું વિદ્યાર્થીઓને પેપર મિડિયમ કક્ષાનું લાગ્યું હતું. ઈતિહાસનું પેપર હોવાથી લાંબુ પેપર રહ્યું હતું.
સામાન્ય પ્રવાહમાં આજે લેવાયેલ ઈતિહાસના પેપરમાં રાજકોટ જિલ્લાના 1352 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 1280 હાજર રહ્યા હતા અને 72 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તેમજ 5 વિકલાંગ વિદ્યાર્થીઓએ પણ પરિક્ષા આપી હતી. કુલ 100 ગુણના પેપરમાં ઓબ્જેકિટ વિદ્યાર્થીઓને સરળ લાગ્યા હતા. જેમાં ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયારે થઈ ?
1857ના સંગ્રામની શરૂઆત કયાં થઇ ? સહિતના પ્રશ્ર્નો વૈકલ્પીક હતા. તેમજ પાંચ ગુણના મોટા પ્રશ્ર્નમાં સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી? બીજા વિશ્ર્વયુદ્ધના ત્રણ કારણો ? સહિતના પ્રશ્ર્નો પૂછાયા હતા. વિદ્યાર્થીઓ માટે પેપર નહી સરળ કે નહી મુશ્કેલ, મીડિયમ કક્ષાનું લાગ્યુ હતું અને લાંબુ પેપર હતું. આવતીકાલે આટલા પેપરો * ધોરણ 10માં આવતીકાલે સવારના સત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું દ્વિતિય પેપર
* ધો.12 સામાન્ય પ્રવાહમાં આવતીકાલે આકડાશાસ્ત્ર / કૃષિ વિજ્ઞાનનું તૃતિય પેપર
* ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં આવતીકાલે રસાયણ વિજ્ઞાનનું દ્વિતિય પેપર