વોર્ડ નં. 10 માં બગીચામાં લાઈટીંગનું લોકર્પણ


રાજકોટ તા.13
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 10 વિમલનગર વિસ્તારમાં બગીચો બનાવવામાં આવેલો છે. આ બગીચાની સુંદરતામાં વધારો કરવા લાઈટીંગ કરી આપવાની માંગણી હતી. જેના અનુસંધાને રોશની વિભાગ દ્વારા બગીચામાં 21 જેટલા લાઈટીંગ પોલ નાખવામાં આવેલી. આ લાઈટીંગ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના રદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ર્ડા.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, લાઈટીંગ સમિતિના ચેરમેન અજયભાઈ પરમાર, માર્કેટ સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, બીનાાબેન આચાર્ય, યુવા મોરચાના પ્રમુખ સંજયભાઇ વાધર, તથા મહામંત્રી શિવરાજસિંહ, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, પુર્વ ર્કોપોરેટર પરેશભાઈ હુંબલ, નીતાબેન વધાસીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયાં, ભાજપ અગ્રણી રાજભા વાઘેલા, મહેન્દ્રસિંહ, વિપુલ જાની, હેમતસિંહ ડોડીયા, વિજયભાઈ રાઠોડ, શોભનાબેન, અજયસિંહ વાઘેલા, રમેશભાઈ માખેલા, અય્યુતભાઈ પટેલ, પિયુષભાઈ તેમજ વિમલ નગર વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.