80 ટકા રકમ ભરો પછી વાંધા અરજી કરો: મ્યુ.કમિશ્ર્નર

સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વેરો ભરાયો: ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
રાજકોટ, તા. 13
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગે 250 કરોડના વેરા લક્ષ્યાંક સામે આજ સુધીમાં 200 કરોડની વસુલાત પૂરી કરી છે અને બાકી 50 કરોડની વસુલાત માટે મરણીયા પ્રયાસો હાથ ધરી બાકીદારોની ધડાધડ મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષની પુલનાએ ચાલુ વર્ષે લક્ષ્યાંકમાં વેરા વિભાગ મહદ અંશે પાછળ રહી જવા પામ્યો છે અને હવે બાકી બચેલા 17 દિવસમાં 50 કરોડની વસુલાત કરવાની બાકી છે ત્યારે લક્ષ્યાંક પુરો થાય તેવી શકયતા નહીંવત રહી છે.
વેરા વિભાગ દ્વારા હાલમાં ત્રણેય ઝોનમાં બાકી લેણદારો વિરૂદ્ધ રીકવરી ઝુંબેશ હાથ ધરાઈ છે. 250 કરોડના લક્ષ્યાંક પૈકી આજે આંકડો 200 કરોડને પાર થઈ ગયો છે જેમાં અમીન માર્ગ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટઝોનમાં 69.19 કરોડ તેમજ એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસી બેન્ક ખાતે 1.96 કરોડ અને પોસ્ટ ઓફિસ વેબસાઈટ અને વોર્ડ ઓફિસ સહિત 5.75 કરોડની વસુલાત સાથે રૂા.200 કરોડની વસુલાત આજ સુધીમાં પૂર્ણ થઈ છે.
વેરા વિભાગના જણાવ્યા મુજબ હાલ મોટા આસામીઓ પાસેથી રીકવરી ઝુંબેશ શરૂ કરાઈ છે મિલ્કત સીલીંગ તેમજ નળ જોડાણ રદ કરવાની અને મિલ્કત જપ્તીની નોટીસો આપતા છેલ્લા 10 દિવસમાં વેરા વિભાગને 8 કરોડથી વધુની આવક થઈ છે. હવે પછીના 17 દિવસમાં વેરા વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં 20 થી વધુ ટીમ દ્વારા રીકવરી ઝુંબેશ કડક બનાવવામાં આવશે બાકીદારોની મિલ્કતો સીલ કરી 7 દિવસમાં વેરો ભરપાઈ ન ભરનાર આસામીની મિલ્કતની હરરાજી કરવામાં આવશે. લક્ષ્યાં પૂર્ણ કરવા ગઈકાલથી હરરાજીની કામગીરીનો આરંભ કરાયો છે જે આગામી 31 માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે અને હરરાજી થતી લક્ષ્યાંકની પૂરતી કરવામાં આવશે.