રાજમાર્ગો ઉપરથી 31 રેકડી-કેબીનો અને 8પ પાથરણા જપ્ત થયા

રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 08-09-10-11/03/2018 ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.
રસ્તા પર નડતર 31 રેંકડી-કેબીનો આલાપ હેરીટેઝ, ગાયત્રીનગર, જામટાવર રોડ, સત્યસાઈ માર્ગ, પેડક રોડ, સંતકબીર રોડ, ચુનારવાડ, કુવાડવા રોડ, જંકશન રોડ, જયુબેલી, રેસકોર્ષ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 85 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા, ગાયત્રીનગર, ત્રિકોણબાગ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ચકરડીઓ પરથી જપ્ત કરવામાં આવી હતી, 408 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ધરાર માર્કેટ, જયુબેલી માર્કેટ , ચંદ્રેશનગર અને રેસકોર્ષ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી 50 કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- 64,400 વહીવટી ચાર્જ પારુલ ગાર્ડન, યાજ્ઞિક રોડ, હનુમાન મઢી, કોઠારીયા રોડ, ટાગોર રોડ, છોટુનગર, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, હરિહર ચોક, દેવપરા પેલેસ રોડ, નાનામવા રોડ, સંતકબીર રોડ, પેડક પંચાયત નગર વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ 05 હોકર્સ ઝોન ધરાર માર્કેટ, ભાવનગર રોડ, ભક્તિનગર સર્કલ, પંચાયત નગર અને ચંદ્રેશનગર હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.