તમે વજન ઘટાડવા માગો છો? તો સીબીઆઈની કસ્ટડીમાં જાવ : કાર્તિ

નવીદિલ્હી તા,13
જો તમે તમારું વજન ઘટાડવા માગો છો તો તેના માટે જિમમાં જવાની કે ડાયેટ કરવાની જરૂર નથી માત્ર સીબીઆઈની કસ્ટડીમાં રહો અને સીબીઆઈ કેન્ટીનથી ખાવાનું ખાઓ. આ શબ્દો છે કેન્દ્રીય પૂર્વ મંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમના. ભ્રષ્ટાચારના કેસમાં કાર્તિની ધરતપકડ કરવામાં આવી હતી અને તે 12 દિવસ સુધી સીબીઆઈની કસ્ટડીમાં હતા. 48 વર્ષીય આ બિઝનેસ મેનને સોમવારે 24 માર્ચ સુધી દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે.
કાર્તિ ચિદંબરમે કહ્યું હતું કે મારી ભુખ મરી ગઇ છે અને હું ઘણું ઓછુ ખાઈ રહ્યો છું.
જેના કારણે મારું ઘણુ વજન ઘટી ગયું છે અને આ સારુ પણ છે હવે મારે નવા કપડા સિવડાવવા પડશે કારણ કે જૂના કપડા ઢીલા થઇ ગયા છે કાર્તિએ કટાક્ષમાં હસતા જણાવ્યું હતું કે જો કોઇ પોતાનું વજન ઘટાડવા માગે છે તો એમણે બસ સીબીઆઈને ડાયલ કરવું જોઇએ.