નરેશ અગ્રવાલ ભાજપ માટે સાપે છછુંદર ગળ્યા જેવા !


રાજનાથસિંહને નરેશ અગ્રવાલ સાથે બારમો ચન્દ્રમાં અને અશોક વાજપેયી સાથે છત્રીસનો આંકડો નવી દિલ્હી તા.13
ભાજપમાં સામેલ થયા બાદ એક્ટ્રેસ જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સમાજવાદી પાર્ટી (સપા)ના પૂર્વ નેતા નરેશ અગ્રવાલને ચારેબાજુથી નિંદા થતાં પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. આપને જણાવી દઇએ કે સોમવારના રોજ ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં અગ્રવાલે તેમની જગ્યાએ જયાને આપતા સપા પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમની તુલના ફિલ્મ અભિનેત્રી સાથે કરી છે જે ફિલ્મોમાં નાચતી હતી. જો કે તેના નિવેદનથી ત્યાં બેઠેલા ભાજપ નેતા અસહજ થઇ ગયા પાર્ટીએ તરત આ નિવેદનથી પોતાને અલગ કરી લીધા હતા. અગ્રવાલે મંગળવારના રોજ જયા પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારા નિવેદનથી કોઇને કષ્ટ થયું છે તો મને તેનો ખેદ છે. મને સપાએ ટિકિટ આપવી યોગ્ય ના સમજ્યું અને જયાને ટિકિટ આપી. હું કોઇ વિવાદમાં નથી પડવા માંગતો અને ખેદ વ્યક્ત કરું છું. જો કે પત્રકારો દ્વારા વારંવાર માફી માંગવાના પ્રશ્ન પર પણ અગ્રવાલે પોતાના નિવેદન માટે માફી માંગી નહીં. તેમણે ઉલટાનું પૂછયું, ખેદ શબ્દનો મતલબ સમજો છો તમે?
રામ મંદિરના પ્રશ્ન પર અગ્રવાલે કહ્યું કે હું પણ હિન્દુ છું અને પૂજા કરું છું. રામ મંદિરનો કોઇપણ હિન્દુએ વિરોધ કર્યો નથી. મુસ્લિમોને પણ રામ મંદિરથી કોઇ મુશ્કેલી નથી. રામ પર તેમના અગાઉના નિવેદનો પર પૂછતા અગ્રવાલે કહ્યું કે તે જૂની વાતોમાં જવા માંગતા નથી.
અગ્રવાલના નિવેદન પર તેમની ભાજપ સહિત ચોતરફ નિંદા થઇ રહી છે. ભાજપ નેતા સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઇરાનીએ અગ્રવાલના નિવેદનની નિંદા કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી કે નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થયા છે, તેમનું સ્વાગત છે, પરંતુ જયા બચ્ચનજીના વિષયમાં તેમની ટિપ્પણી અનુચિત અને અસ્વીકાર્ય છે. ભાજપના પૂર્વ પ્રવકતા આઇપી સિંહે કહ્યું કે 2001ની સાલમાં ઘોર ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલીન સીએમ રાજનાથ સિંહે નરેશ અગ્રવાલને બર્ખાસ્ત કર્યા હતા. હવે તેઓ બસા, સપા થઇ પાછા ભાજપમાં છે. આ વ્યક્તિ રાજકીય રીતે ખત્મ થઇ જાત અને એક સૂચિતપૂર્ણ રાજનીતિ હતી. પરંતુ પાર્ટીએ સહારો આપીને એક રાક્ષસને ફરીથી જીવીત કરી દીધો. ભાજપમાં વધી શકે છે વિવાદ અગ્રવાલે સપાથી છેડો ફાડી ભાજપનું દામન પકડી લીધું છે ત્યારબાદ પાર્ટીમાં કલેશ નક્કી મનાય છે. કારણ એ છે કે ભાજપમાં નરેશના જેટલા પણ ચાહક છે તેનાથી કયાંય વધુ નાપસંદ કરનારાઓની યાદી લાંબી છે. નરેશ એકલા એવા નેતા છે જેમણે માત્ર હિન્દુ ધર્મ પર ટિપ્પણી જ કરી નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેઓ ભાજપમાં સામેલ પણ થયા તો જયા બચ્ચન પર ટિપ્પણી કરવાની સાથે જ તેમનો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જ વિરોધ કર્યો નહીં પરંતુ તેમણે કહ્યું કે આ ટિપ્પણી અનુચિત અને અસ્વીકાર્ય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, અગ્રવાલને ત્યારથી પસંદ કરતા નથી જ્યારે તેઓ 2001માં તેમની સરકારમાં ઉર્જા મંત્રી હતા. રાજનાથે કાર્યશૈલીથી તંગ આવીને તેમને 2001મા મંત્રીમંડળમાંથી કાઢી મૂકયા હતા. નરેશે ત્યારે લોકતાંત્રિક કોંગ્રેસ બનાવી હતી અને ત્યાં રાજનાથ સરકારને સમર્થન આપી રહ્યાં હતા. અગ્રવાલ પર ભ્રષ્ટાચાકના આરોપ લાગ્યા ત્યારે રાજનાથને તેમણે બહારનો રસ્તો દેખાડવો પડ્યો. નરેશે 19 ધારાસભ્યોનું સમર્થન પાછું લેવાની ધમકી આપી, પરંતુ તે સમયે અગ્રવાલની સાથે 13 ધારાસભ્યોએ રાજયપાલને એ લખીને આવ્યું કે તેઓ રાજનાથ સિંહની સાથે છે. ત્યારબાદ નરેશ અગ્રવાલને ઊંધા માથે નીકળવું પડ્યું. ત્યારથી તેમના અને રાજનાથના સંબંધમાં ખટાશ આવી ગઇ હતી, જે હજુ સામાન્ય થયા નથી. અશોક વાજપેયી સાથે છત્રીસનો આંકડો ભાજપના રાજ્યસભા ઉમેદવાર અશોક વાજપેયી અને નરેશ અગ્રવાલની વચ્ચે હરદોઇ રાજકારણમાં છત્રીસનો આકંડો ઘણો જૂનો છે.
સપાની અંદર ભલે અશોક વાજપેયી મુલાયમની નજીક અને વરિષ્ઠ નેતા તરીકે ઓળખાતા હતા. પરંતુ સપા સરકારમાં નરેશે હરદોઇએ પોતાની મરજી પ્રમાણે જ ચલાવ્યું. પાછલી સરકારમાં હરદોઇમાં પણ જે ઓફિસર પોસ્ટ થયા, તે નરેશના હિસાબથી જ રહ્યાં.
સરળ અને શાંત સ્વભાવના પૂર્વ શિક્ષણ મંત્રી અશોક વાજપેયી અને નરેશ અગ્રવાલની વચ્ચે છત્રીસનો આંકડો સમાજવાદી પરિવારના ઝઘડા સુધી સામે દેખાયો.
જ્યારે અગ્રવાલના કહેવા પર અશોક વાજપેયીને અખિલેશ યાદવે માન્યા નહીં ત્યારે તેઓ શિવપાલની સાથે જઇ ઉભા રહ્યાં. તેના લીધે જ અશોક વાજપેયીએ એમએલસી પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ગયા. અખિલેશે પણ અગ્રવાલ પર કર્યા પ્રહારો મંગળવારે સવારે અખિલેશ યાદવે ટ્વીટ કરી શ્રીમતી જયા બચ્ચન જી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જો ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૂદ્ધ પગલાં ઉઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઇએ.