રાજકોટના 79 તલાટીને રૂા.પ-પ હજારનો પુરસ્કાર

રાજકોટ તા.13
ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ મહેસુલ લાયકાત સંવર્ગની ખાતાકીય પરીક્ષામાં પાસ થનાર રાજકોટ શહેર-જીલ્લાના 79 તલાટીને રાજ્ય સરકાર દ્વારા રૂા.પ-પ હજારનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષામાં 80 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર કર્મચારીને રૂા.પ હજારનું પ્રોત્સાહન ઇનામ આપવાની જોગવાઇ કરવામાં આવી છે તેથી તમામ ખાતાના વડાઓને પ-પ હજારનું ઇનામ આપવા આદેશ કરવામાં આવ્યો છે.
પરીક્ષા પાસ કરનાર તલાટી મંત્રીઓમાં એચ.એમ.કોટડીયા મહેકમ, એસ.યુ.ત્રિવેદી હિસાબી, એ.એલ.કુંગશીયા જનરલ, કે.સી. જાડેજા મહેસુલ-અપીલ, દિશા ભાગીયા જમીન સંપાદન, એસ.બી.કથીરીયા પ્રાંત-1, એમ.પી.ઝાલા યુએલસી, એચ.જે.જાડેજા પડધરી, જે.કે.પીલોજપરા કોટડાસાંગાણી, એચ.એ.ચુડાસમા મહેસુલ-અપીલ, એમ.પી.ઉપાધ્યાય મેજીસ્ટ્રીયલ, જે.એલ.ગોંડલીયા ગોંડલ, જે.ડી.બારડ ગોંડલ, આરતી ઠકરાર લોધિકા, એમ.બી.જાડેજા જામકંડોરણા, સત્યમ સેરશીયા પૂર્વ મામલતદાર, અમીત સોલંકી પૂર્વ મામલતદાર, ધર્મેન્દ્ર વાઘેલા પૂર્વ મામલતદાર, રઘુવીરસિંહ વાઘેલા પૂર્વ મામલતદાર, બી.એન.વૈષ્ણવ પશ્ર્ચિમ, રવિરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સંજય રૈયાણી, ધવલ પરમાર, દ્રષ્ટી કાચા, રાજેશ શેંગાલ, મનીષ ગીધવાણી, પવન પટેલ, ધીરેન્દ્ર પુરોહિત, દક્ષિણ મામલતદાર કચેરીના કુલદીપસિંહ જાડેજા, ધર્મિષ્ઠા થોરીયા, જશ્મીન મકવાણા, જનક સાંબડ, કેવીન હાસલીયા, રાજકોટ તાલુકાના રીના મહેતા, નીમુ ખીમસુરીયા, રીના સુરેલીયા, ગુંજા કનેરીયા, રાહુલ ચૌહાણ, ભુમિકા લાવડીયા, વિક્રમસિંહ ઝાલા, જલ્પાબેન પરમાર, કોટડાસાંગાણીના સોનમ શાંતિગીરી, જયદીપ સેંદરીયા, લોધિકાના દિલીપ પાદરીયા, વશીમ હૈદર રીઝવી, હર્ષાબા ગોહિલ, પડધરીના કર્મરાજસિંહ જાડેજા, કૃતિકા પરમાર, એસ.એચ.જેસડીયા, કે.જે.વેગડ, દિલીપ પરમાર, ગોંડલના વિમલ પરમાર, એચ.વી.ઠાકર, વાય.બી.મુળીયા, બી.એન.નૈયા, જેતપુરના અમરદીપસિંહ વાઘેલા સહિતના 79 તલાટીઓને પાંચ-પાંચ હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે.