પતિની સફળતા સાથે પોતાની અલગ ઉડાન ભરતી માનુનીઓ । Woman's Day Special

‘ઉડાન’માં આપણે દર વખતે સફળ મહિલાની ઉડાન માણીએ છીએ પરંતુ આ વખતે એવી મહિલાઓની વાત કરીશુ જેણે પતિની ઉડાનમાં ફાળો આપ્યો હોય અને છતા પોતાનું અલગ અસ્તિત્વ બનાવી રાખ્યું હોય. પતિ જ્યારે જાહેરજીવનમાં કામ કરતા હોય ત્યારે પત્નીએ ઘણી બધી જવાબદારી અદા કરવી પડતી હોય છે. ચાહે તે પરિવારનું કાર્ય હોય કે બાળકોની પ્રવૃતિ હોય જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફર થવા છતા બાળકો પરિવાર અને પોતાની જાતને બેલેન્સ કરે છે. આ બધાના કારણે જ પતિદેવ પણ ટેન્શન વગર સ્ટ્રેસ વગર પોતાનું કાર્ય કરી શકે છે. ઉડાનમાં આજે મળશું રાજકોટ મ્યુનીસીપલ કમિશનર બંછાનિધિ પાનીના પત્ની, ડો.સીમા બંછાનિધિપાની, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતના પત્ની સંધ્યા ગહલૌત તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના પત્ની ડો.આરતી પાંડેને. પરિવાર, બાળકો તેમજ સામાજિક જવાબદારી નિભાવતા પોતાની કેરીયર બનાવતા બીજાને પણ મદદરૂપ થાય છે જાહેર જીવનમાં ફરજ બજાવતા પતિને દરેક પ્રકારે મદદ કરી કાર્યમાં પરોક્ષ સાથ આપે છે ટ્રાન્સફરેબલ જોબમાં પણ દરેક જગ્યાએ એડજેસ્ટ થઇ પોતાનું અલગ અસ્તિત્વ બનાવે છે 8 માર્ચ એટલે વિશ્ર્વ મહિલા દિવસ. આ દિવસની ઉજવણી સૌ કોઈ પોતપોતાની રીતે કરશે. ફક્ત મહિલા સ્વતંત્રતાની વાતો ફકત કરવાથી આ દિવસની ઉજવણી યોગ્ય નથી. ખરેખર તો મહિલાને સમાજ પરિવાર અને આસપાસના લોકોએ એક વ્યક્તિ તરીકેનું સ્થાન આપવું જરૂરી છે. મહિલા ને પુજવા ની પણ જરૂર નથી, મહિલાને દેવી ગણવાની પણ જરૂર નથી પરંતુ ફક્ત વ્યક્તિ તરીકેનો તેનો સ્વીકાર વડે સમાજમાં તેને એક અલગ સ્થાન મળશે. વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેકે દરેક પડાવમાં ક્યાંકને ક્યાંક મહિલા સંકળાયેલી હોય છે. ઘણીવાર એવો પણ વિચાર આવે કે પુરુષ સમોવડીની વાત કરવા તેમજ સ્ત્રી સ્વતંત્રતાની વાત કરવા કરતાં શું એવું ન બને કે પુરુષ અને સ્ત્રી બંને સમકક્ષ બની આ સમાજને પણ બેલેન્સ કરે અને એવો સમાજ કે જ્યાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના આંદોલન ન ચલાવવા પડે, સ્ત્રીને અબળા નું ઉપનામ ન આપવું પડે, તેમ જ સ્ત્રીને પોતાના વ્યક્તિત્વ માટે સંઘર્ષ ન કરવો પડે ઉપરાંત, પોતાના હક માટે લડવું ન પડે, સાસરિયામાં પણ એટલાજ લાડ પ્યાર મળે જેટલા પિયરમાં, પુત્રીજન્મની પણ એટલી જ ઉજવણી કરવામાં આવે જેટલી પુત્રજન્મની કરવામાં આવે છે, પુત્રીને પણ કુટુંબની વારસદાર ગણવામાં આવે અને હા તેના જન્મતાજ મા બાપને દહેજની ચિંતા ન સતાવે ફક્ત કુટુંબમાં નહીં પરંતુ સમાજમાં દરેકે દરેક જગ્યાએ એટલું જ માન આપવામાં આવે કે સ્ત્રીને સમોવડી નહીં પણ સંગાથી બનવાનું મન થાય. શુ આવું ન બની શકે?? પુરુષ અને સ્ત્રી બંને પોતપોતાની જવાબદારી સમજી સહજીવન વ્યતીત કરે અને એક પણ ક્ષેત્ર એવું ન રહે કે જ્યાં મહિલાનું સ્વમાન ઘવાય કે પછી એને નીચી કક્ષાએ મૂકવામાં આવે એ અને હા એ માટે સુંદર વિશ્ર્વની કલ્પનામાં મહિલા દિવસની ઉજવણીની પણ જરૂર ન પડે દરેકે દરેક દિવસ ઉજવણીનો બને અને એ સુંદર વિશ્ર્વમાં માતા, બહેન, પુત્રી, પત્ની, દરેક પોતાની ભૂમિકા સ્વમાનભેર ભજવે.
સ્ત્રીને ભગવાને બાળકને જન્મ આપવાનો અધિકાર અને એવી જ શરીર રચના આપી છે બાળકને જન્મ આપી ઉત્તમ સંસ્કારનું સિંચન કરી શ્રેષ્ઠ નાગરિક બનાવે છે અને આ રીતે એક સુસંસ્કાર સમાજનું નિર્માણ પણ સ્ત્રી કરે છે સ્ત્રીએ પોતાની અંદર પડેલી શક્તિને ઓળખવાની જરૂર છે સ્ત્રી જે ધારે તે કરી શકે છે અને એટલે જ જવાહરલાલ નહેરૂએ તો એક વખત કહયું પણ હતું કે સ્ત્રીને જોઇને તે સમાજ કેવો હશે તેનું અનુમાન કરી શકાય આ આમ મહિલા તે વાંસની અનુલક્ષીને દરેક સ્ત્રી પોતાનામાં
પડેલી શક્તિને ઓળખી અને તેને વૃધ્ધિગત કરે.
બસ આવા વિશ્ર્વની કલ્પના સાથે સહુને
મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા... આજનો જમાનો મહિલાઓનો છે
સીમા બંછાનિધિ પાની મૂળ ઓરિસ્સાના અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીના પત્ની સીમા બંછાનિધિ પાની કે જે કેમિકલ એન્જીનિયર છે તેમજ 11 વર્ષના  શ્રેયાંસ અને 6 વર્ષની શ્રીનીકાના માતા છે. પતિની ટ્રાન્સફરેબલ જોબને પોઝીટીવ ગણાવતા કહે છે કે જુદી જુદી જગ્યાઓ જોવા મળે છે, જુદા જુદા લોકો અને સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. તથા દરેક જગ્યાએ એડજેસ્ટ થવાનો ગુણ પણ વિકસે છે. હાલ તેઓ મારવાડી કોલેજમાં ફોર્થ સેમેસ્ટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે પોતાની કેરીયર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અમુક જોબને  બાદ કરતા જુદી જુદી જગ્યાએ જવા છતા પોતે કેરીયર બનાવી શકે છે પતિનુ કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી કેટલીક જવાબદારી તેમજ ફરજ અદા કરવી પડે છે. મને પતિ પોતાનું કાર્ય ટેન્શન વગર કરી શકે તે માટે થોડુ પ્લાનિંગ પણ કરવુ જરૂરી બની જાય છે સહકારભર્યા વલણની પ્રશંસા કરતા તેઓ જણાવે છે કે જ્યારે પોતે બહાર હોય કે કોઇ કામ પર હોય ત્યારે પતિ પરિસ્થિતિ સંભાળી લે છે અને પોતાના કામ માટે પણ તે ખુબ જ પ્રોત્સાહિત કરે છે. જ્યારે પતિ પત્ની બન્ને કામ કરતા હોય ત્યારે અન્ડરસ્ટેન્ડીંગ ખુબ જરૂરી હોય છે. સ્વાસ્થ્યની કાળજી રાખો
ડો. સોનલ શાહ પરિવારની દરકાર કરતી સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. ભારતીય સમાજમાં સ્ત્રી ઘરનો પાયો છે. દરેક સભ્ય તેના પર નિર્ભર હોય છે. પરીવારની ખુબ સ્નેહ અને ચોકસાઇપૂર્વક સંભાળ રાખતી સ્ત્રી પોતાની હેલ્થ પ્રત્યે બેદરકારી રાખતી હોય છે. પરીવારને પોષ્ટીક આહાર જમાડતી હતી. પોતાને બધુ ચાલશે એમ વિચારી કાળજી રાખતી નથી. ખરેખર તો સ્ત્રીએ સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. નાનીમોટી બીમારીમાં પણ તેનો પોતાનો ખ્યાલ રાખતા નથી એટલે જરૂરી છે કે થોડી બીમારી આવે તો પણ ડોકટરને બતાવી દેવું જોઇએ. ઉપરાંત 40 ની ઉંમર પછી રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે.
આ બાબત રાજકોટના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.સોનલ શાહ જણાવે છે કે જુદી જુદી ભૂમિકા ભજવતી સ્ત્રીઓનું સમાજમાં એક ખાસ સ્થાન છે. તેમણે કેટલીક કાળજી રાખવી જરૂરી છે. ભગવાને સ્ત્રીને બાયોલોજીકલી પુરૂષ કરતા નબળી બનાવેલ છે. સ્ત્રીઓને તેમના જીવનકાળ દરમ્યાન અલગ અલગ તબકકાઓમાંથી પસાર થવું પડે છે. જેમ કે માસિક ધર્મ શરૂ થવો. ગર્ભધારણ, મેનોપોઝ એટલા માટે સ્ત્રીઓ માટે જીવનના દરેક તબક્કે સારા ન્યુટ્રીશનની ખુબ જ જરૂર છે. બાળકીઓને (એડોલેશન) નાની ઉંમરથી જ ભરપુર કેલ્શીયમ અને આયર્નયુકત ખોરાક આપવો જેમ કે દુધ, દહીં, કેળા, લીલા શાકભાજી, માસીક ચાલુ થયા પછી રેગ્યુલર લોહીના ટકા કરાવવા જોઇએ.
આ ઉંમરમાં બાળકોના ખોરાક પ્રત્યે ધ્યાન આપવું. ઘણી વખત બાળકો ઓબેસ (જાડાપણું) બની જાય છે. જેનાથી તે યુવાન અવસ્થામાં મોટા રોગના શિકાર બની શકે છે. જેવા કે હૃદયરોગ, હાઇ બી.પી., ડાયાબીટીસ, ડીપ્રેશન માટે જ ફીટનેસ માટે પુરતો વ્યાયામ જરૂરી છે. યુવાન વયે, લગ્ન પહેલા, થેલેસેમીયા તપાસ કરી લગ્ન કરવા એટલે બાળકો થેલેસેમીયા મેજર ન થાય.
આ ઉંમરે ઘણી સ્ત્રીઓને કેરીઅર અને ફેમીલી વચ્ચે ખુબ જ તણાવ અનુભવાય છે. જેમાં યોગ્ય આહાર અને પુરતા આરામની જરૂર હોય છે.
મેનોપોઝલ ઉંમરમાં ઘણા હોર્મોન્સના ફેરફાર થતા હોય છે. જેમાં સ્ત્રીને શારીરિક અને માનસીક નબળાઇ અનુભવાય છે. જેમાં હાઇ પ્રોટીન અને કેલ્શીયમવાળો ખોરાક વધુ લેવો જોઇએ. જેમ કે સોયાબીન, બદામ, અખરોટ. આ ઉંમરે સ્ત્રીઓએ ખુબ જ પ્રવૃતિશીલ રહેવું જોઇએ. દરેક સ્ત્રી પોતે યુનિક છે
સંધ્યા અનુપમસિંઘ ગહલૌત 11 વર્ષના પુત્ર હર્ષવર્ધન તેમજ 7 વર્ષના પુત્ર રાજવર્ધનના માતાની ભૂમિકા તેમજ રાજકોટ પોલીસ કમિશનરના પત્નીની જવાબદારી બખુબી નિભાવતા સંધ્યા ગહલૌત અનેક પ્રવૃત્તિ કરે છે. પતિ અનેક જવાબદારીના કારણે વ્યસ્ત હોવાથી પરિવાર, બાળકોને ભણાવવાની, સામાજિક જવાબદારી વગેરે પોતે સંભાળે છે. તેમનું માનવું છે કે પોલીસની કામગીરી ટેન્શન અને સ્ટ્રેસ વાળી હોય છે તેથી તે મોટાભાગે પતિને ડીસ્ટર્બ કરતા નથી. બાળકોની પેરન્ટસ મિટિંગ હોય કોઈ સામાજિક ફંકશન હોય કે પછી કોઈ પણ પ્રશ્ર્ન હોય જ્યારે પતિની જરૂર હોય તો જ તેને ઈનવોલ્વ કરે છે. પિતાજીની પણ ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તેને આ બાબત કયારેય ફરિયાદ નથી કરી. પોતાના આનંદ માટે તેઓ અનેક સામાજિક સેવા કરે છે. જેની વાત તેઓ કયારેય જાહેર કરતા નથી. ગરીબ બાળકોને ભણાવવા, પુસ્તકો આપવા, સંસ્થામાં જઈ કામ કરવું તેમજ પોલીસ હેડકવાર્ટરમાં પણ કોન્સ્ટેબલની પત્ની માટે કમ્પ્યુટર કોર્સ, કુંકિંગ કાર્ય, મેંદી કલાસીસ જેવી પ્રવૃતિ કરાવી તેને પગભર કરવાનો પ્રયાસ પણ કરે છે. પતિની કંઈ બાબત તેઓને ગમે છે એ વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેની ઘણી બધી સારી બાબતો છે પણ એ બધાથી ઉપર તેઓ એક ખુબ સારા ઈન્સાન છે અને ઈં ફળ ઙજ્ઞિીમ જ્ઞર ળુ વીતબફક્ષમ. કરિયર અને અંગત જવાબદારી મિક્સ ન કરો
ડો.આરતી વિક્રાંત પાંડે કોઇપણ સ્ત્રી ચાહે હાઉસવાઇફ હોય કે વર્કીંગ વુમન હોય તેની જવાબદારી અને ફરજો એકસરખી હોય છે. હા તેનું પ્રમાણ ઓછું કે વધુ હોય શકે છે અને સ્ત્રી કોઇપણ ઢાંચામાં સહેલાઇથી ઢળી જાય છે અને એ તેનો પ્રકૃતિ દત્ત ગુણ છે અને એમાંય જ્યારે પતિને ઘણી જવાબદારી સાથે જાહેર જીવનમાં કામ કરવાનું હોય ત્યારે પત્નીની જવાબદારી આપોઆપ વધી જાય છે. આ શબ્દો છે રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના પત્ની ડો.આરતી પાંડેના.
9 વર્ષના પુત્ર આદિત્ય નારાયણ અને અઢી વર્ષના પુત્ર વિક્રમાદિત્યની માતા તરીકેની ભૂમિકા બખુબી નિભાવતા તેઓ ખુબ એકટીવ રહે છે. તેમણે બીડીએસ, એમડીએસ અને માસ્ટર ઇન પબ્લીક હેલ્થ કર્યુ છે અને મેડીકલ ફીલ્ડમાં હાલ તેઓ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે કામ કરે છે.
મહિલા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે દરેક મહિલાએ પરીવારની જવાબદારી નિભાવવાની હોય જ છે અને બહાર કામ કરવું તે તેની અંગત પસંદગી હોય છે તેની પોતાની પસંદગીને પોતાની ફરજ અને જવાબદારી સાથે કયારેય મિકસ કરવી નહીં. પતિ ડો.વિક્રાંત પાંડે મોટીવેટ કરનાર છે, એનર્જેટીક છે અને તેમની સૌથી ગમતી બાબત તેઓ માટે એ છે કે તેઓ ખુબ જ અન્ડરસ્ટેન્ડીંગ નેચર ધરાવે છે. પોતાની વાત કહ્યા પહેલા જ સમજી જાય છે. હાસ્ય સાથે પોતાની વાત જણાવીને મહિલા દિવસની શુભકામના સાથે વાત પુરી કરે છે. લાઈફસ્ટાઈલથી નહીં પણ વિચારોથી પણ મોર્ડન બનીએ
શમા શાહ * એક સ્ત્રી ઓફિસેથી આવે છે ત્યારે તેના પતિ તેને ચા બનાવી આપે છે
* એક બાળક રડી રહ્યું છે અને તેના પપ્પા તેને શાંત પાડી રહ્યા છે
* એક નાની પુત્રી ને એના પિતા સ્કૂલે જવા માટે તૈયાર કરી રહ્યા છે અને વાળ ઓળાવી આપે છે
આ બધા કિસ્સા જોઈને સામાન્ય રીતે દરેકને વિચાર આવે કે બિચારા પુરુષો ને કેવા કેવા કામ કરવા પડે છે પત્ની કાંઈ ન કરતી હોય ત્યારે જ ને? અને આમાં આપણો પણ સમાવેશ થઈ જાય છે. આપણા સમાજ નું માળખું જ એવું છે કે કોઈપણ કાર્ય પુરૂષ કરે તો તેને વગાડવામાં આવે છે જ્યારે સ્ત્રી દ્વારા કરવામાં આવે તો સામાન્ય ગણવામાં આવે છે. સાયકોલોજિકલી જો વિચારીયે તો આપણે મોર્ડન બીજા માટે થઈએ છીએ જ્યારે આપણા ઘરની વાત આવે ત્યારે આપણે ટ્રેડિશનલ રીતે જ વિચાર કરીએ છીએ. એમ. એ ક્લિનિકલ સાયકોલોજી કરેલ શમા શાહે જ્યારે આ વસંત જણાવી ત્યારે એકદમ સાચી વાત લાગી. મૂળ રાજકોટના અને હાલ બેંગ્લોર સ્થિત તેઓએ અનેક કેસ સ્ટડી કર્યા બાદ આપણા ગુજરાતી સમાજને દર્પણ દેખાડયુ છે. તેમણે આગળ જણાવ્યું કે આ બધા માટે ‘જેન્ડર રોલ’ જવાબદાર છે જેમ કે કોઈ એક બાળક નાનું હોય અને માટી ખાતું હોય અને કોઈ ટોક્યા કરે તો એ જીવનભર એમ જ માનશે કે માટી ખાવું એ ખરાબ છે એ જ રીતે નાનપણમાં જ છોકરા કે છોકરીને સતત ટોક્યા કરીએ છીએ કે તારે આ કરાય અને તારે આ ન કરાય તેના કારણે અનેક સ્ત્રીઓમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે આ કામ હું ક્યારેય નહીં કરી શકું ઘણીવાર લગ્નજીવનમાં પણ અમુક એવા બનાવ બને છે કે જેમાં સ્ત્રી જ પોતાની જાતને જવાબદાર ઠેરવી છે અને અમુક સંજોગોમાં ડિપ્રેશનનો શિકાર પણ બને છે. હંમેશા આપણે એવું માનીએ છીએ કે પતિ અને સાસરીયુ સારું હોય તો જ લગ્નજીવનમાં ખુશ રહેવાય પોતાની રીતે ખુશ રહેવાનું કોઈ વિચારતું જ નથી જે ખૂબ અગત્યની વસ્તુ છે.