શેરબજારમાં સતત બીજા દિવસે ગાબડા: સેન્સેક્સ 500 પોઈન્ટ અને નિફ્ટી 137 પોઈન્ટ ગગડ્યો

રાજકોટ,તા.6
શેરબજારમાં સતત બીજા દિવસે ભારે વેંચવાલી ચાલુ રહેતા સેન્સેક્સ 500 પોઈન્ટ અને નિફટી 137 પોઈન્ટ સુધી ગગડ્યા હતા.
જ્યારે બેન્ક નિફ્ટી પણ વધુ 370 પોઈન્ટ તુટતા શેરબજારમાં ગભરાટનો માહોલ જોવા
મળ્યો હતો.
નિફ્ટી 10000 સુધી નીચે જવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.