36 કલાકમાં વધુ પાંચે દમ તોડતા મરણ આંક 38 થયો

ગઈકાલે દિવસે ત્રણનાં મોત થયા બાદ રાત્રીના વધુ બે એ દમ તોડયો
તળાજામાં માતા-પુત્ર-પુત્રી બાદ દબાયેલા પુત્રે પણ દમ તોડતા અકસ્માતમાં વરરાજાના બનેવીના પરિવારનો ભોગ લેવાયો
ભાવનગર તા, 10
ભાવનગરના રંધોળા ગામ પાસે અનિડાની જાન ભરી જતા જાનૈયાનો ટ્રક પલ્ટી જતા સર્જાયેલા અકસ્માતમાં 36 કલાકમાં ઈજાગ્રસ્તો પૈકી પાંચના મોતથી 38 મૃત્યુ આંક થયો હતો. હજુ ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર રંધોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો મૃત્યુ આંક વધી રહ્યો છે આજે શનિવારે વધુ બેના મોતથી મૃત્યુ આંક 38 સુધી પહોંચી ગયો છે.
ભાવનગરનાં રંધોળા નજીક અનીડા ગામની જાનને નડેલા અકસ્માતમાં 32 ના મોત નિપજયા હતા અને અન્ય જાનૈયાઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી છેલ્લા 36 કલાકમાં પાંચ મોત નિપજયા છે. અત્રેની સરટી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા સોમજીભાઈ રમેશભાઈ કાપડીયા કોળી ઉ.વ.22
રહે. અનીડા તથા દિપક દિનેશભાઈ પરમાર ઉ.વ.13 રહે. તળાજાનું મોત નિપજતાં આ દુર્ઘટનાનો આંક 38 થયો છે.
આજે જે બાળક દિપકનું મોત નિપજયું છે તે વરરાજા વિજયનો ભાણીયો છે. જયારે વરરાજા વિજયના બેન-બનેવીનું અકસ્માતના દિવસે જ મોત નિપજયું છે. હજુ પણ આ અકસ્માતના ઈજાગ્રસ્તો પૈકી ચારની સ્થિતિ ગંભીર છે. 38-38 ના મોતથી સમગ્ર ભાવનગર પંથકમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.6 માર્ચના રોજ ભાવનગર-રાજકોટ હાઈવે પર જાન ભરેલ ટ્રક પલ્ટી મારીને નીચે ખાબકતા 31 જાનૈયાના મોત નિપજયા હતા અને અન્યને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી આજે રાત્રે ભાવનગરની સરટી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા કાજલબેન ભરતભાઈ રાઠોડનું મોત નિપજતાં મૃત્યુ આંક 36 થયો છે હજુ ત્રણની સ્થિતિ ગંભીર ગણાવાય છે.
ચાલક ઝડપાયો
ભાવનગર જીલ્લાના અમિડા ગામમાંથી ટાટમ ગામે જઇ રહેલા જાનના ટ્રકને બોટાદના રંઘોળા નજીક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબકતા ટ્રકમાં સવાર 3પ જાનૈયાઓના મોત નિપજયા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર લાપતા થઇ જતાં ડ્રાઇવરે આપઘાત કરી લીધાની અફવા વહેતી થઇ હતી તેવામાં જ પોલીસે ટ્રક ડ્રાઇવર નીતીન વાઘેલાની ધરપકડ કરી ટ્રક ચાલક વિરુઘ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાને મૃતકોના વારસોને 2-2 લાખની સહાય જાહેર કરી
રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. ઘટનાસ્થળે 31ના મોત બાદ સારવાર દરમિયાન 7ના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંઘોળા અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પોતાના રાહત કોષમાંથી આપશે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ છગનભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન 6 માર્ચના રોજ યોજાયા હતા. સવારે અનીડા ગામેથી જાન ટાટમ ગામે ટ્રકમાં જઇ રહી હતી ત્યારે બોટાદના રંઘોળા નજીક ઓવરટ્રેક કરવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં ઘટનાસ્થળે જ વરરાજાના માતા-પિતા સહિત 31ના મોત નીપજ્યા હતા અને 45થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા થયા હતા. જેમાં વધુ 7 જાનૈયાના સારવાર દરમિયાન મોત નીપજતા આંકડો 38 પર પહોંચ્યો હતો. આ ટ્રક ડ્રાઇવરને ગઇકાલે પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રાઇવરે આપઘાત કરી લીધાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી. ઈજાગ્રસ્તોને રૂા.50 હજાર અપાશે