લગ્ન બાદ મુંબઈમાં 34 કરોડના ફલેટમાં વિરાટ અને અનુષ્કા શિફ્ટ થયા

મુંબઈ તા.10
ગયા વર્ષે જ લગ્નગ્રંથીથી જોડાયા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા બંનેએ લગ્ન કરી પોતાનું ઘર વસાવી લીધું છે. બંને લગ્ન બાદ મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ચુક્યું છે. લગ્ન બાદ બંને પોતાના નવા ઘરમાં રહેવા ગયા છે. બંનેએ મુંબઈમાં દરિયા કિનારે પોતાનું ઘર લીધું છે. 34 કરોડના નવા ફ્લેટમાં શિફ્ટ થયા વિરુશ્કા બંનેનું ઘર ખુબ જ શાનદાર છે. તાજેતર, પોતે વિરાટ કોહલીએ પોતાના સી ફેસિંગ હાઉસની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. લેવામાં આવેલી આ સેલ્ફીમાં વિરાટ કોહલી પોતાના ઘરની બાલકનીમાં દેખાઈ રહ્યા છે. તાજેતરમાં બંને પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આ ઘરને બંનેએ બે વર્ષ પહેલા ખરીદ્યું હતું. પરંતુ હવે લગ્ન બાદ તે આ ઘરમાં રહેવા આવ્યા છે. જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘરની કિંમત લગભગ 34 કરોડ છે.