રજવાડી મજરલોડ બંદૂક સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર: એસ.ઓ.જી. શાખાના સ્ટાફ ના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઇ ચોકિયાને મળેલ ખાનગી હકિકત આધારે પાલીતાણા તાબેના નાની પાણીયાળી ગામ ખારા ડેમની સામે વણજારાની વાડીમાં રહેતા હરેશભાઇ ઉર્ફે આદી કરણભાઇ રાઠોડને એક દેશી બનાવટની રજવાડી મજરલોડ બંદુક સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર આરોપી વિરૂધ્ધમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલો છે. (તસવીર:વિપુલ હિરાણી-ભાવનગર)