સિહોરમાં કોંગ્રેસ અગ્રણીના પુત્રનો આપઘાત


ભાવનગર તા.10
ભાવનગરનાં સિહોરનાં કોંગ્રેસ અગ્રણીનાપુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે. મરનાર યુવાનનાં દોઢ માસ પૂર્વે જ પ્રેમલગ્ન થયા હતાં. ભાવનગરનાં સિહોરમાં લીલાપીરશાહની દરગાર નજીક રહેતા અને કોંગ્રેસમાંથી ત્રણ ટર્મ સુધી નગરપાલીકામાં ચુંટાયેલા કોંગ્રેસે અગ્રણી હનીફભાઈ રાધપુરાનાં યુવાન પુત્ર અલ્ફાઝ ઉર્ફે દાઉદ ઉ.વ.21 એ તેના ઘરની બાજુમાં આવેલ શાળામાં ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડરી ગઈ હતી. આપઘાત કરનાર અલ્ફાઝ ઉર્ફે દાઉદના દોઢ માસ પહેલા જ પ્રેમલગ્ન ઘોઘામાં થયા હતાં. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.