‘ગુજરાત મિરર’ દ્વારા ‘ઉડાન અ જર્ની ફોર સક્સેસ’ કાર્યક્રમ

સમગ્ર વિશ્ર્વમાં 8 માર્ચ વિશ્ર્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી મહિલા સશકિતકરણ અને સ્ત્રી જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે. ‘ગુજરાત મિરર’ દ્વારા ‘ઉડાન અ જર્ની ફોર સક્સેસ’ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નસ અંજલીબેન રૂપાણી, યુવરાણી સાહેબા કાદમ્બરી દેવી, ડેપ્રયુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપના કાશ્મીરા નથવાણી, રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેના પત્ની ડો. આરતી પાંડે, રાજકોટ જિલ્લા પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત, રાજકોટ મ્યુનીપલ કમિશ્નર બંછાનિધિ પાનીના પત્ની સીમા બંછાનિધિપાની અને ડો. બબિતા રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જુદા જુદા ક્ષેત્રમાં સફળતા મેળવેલ મહિલાઓની ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે કેક કટિંગ કરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.