2 લાખ ભારતીયોને નોકરી માટે જાપાને ખોલ્યાં દ્વાર


ટોકિયો: જાપાને 2 લાખ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીના દરવાજા ખોલી રહ્યું છે. તેમને જાપાનમાં જ વસાવવા માટે ગ્રીન કાર્ડ પણ આપવામાં આવશે. જાપાન ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જેઈટીઆરઓ)ના વાઈસ પ્રેસિડેન્ટ શિગેકી મેડાએ ગુરુવારે આ જાણકારી આપી. ઈન્ડિયા-જાપાન બિઝનેસ પાર્ટનરશીપ સેમિનારમાં તેમણે કહ્યું કે, આ સમયે દેશમાં લગભગ 9.20 લાખ આઈટી પ્રોફેશનલ્સ છે અને ભારતથી 2 લાખ વધારે આઈટી પ્રોફેશનલ્સની તાત્કાલિક જરૂર છે. તેમની જરૂરિયાત આગળના સમયમાં વધશે અને આ સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, દેશની સામાજિક જરૂરિયાતોમાં ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ ઝડપી વધવાના કારણે આ જરૂરિયાત પડી છે. જાપાન ખાલી પડેલી જગ્યાઓને ભરવા ઈચ્છે છે અને આઈટી સ્પેશમાં ભારતના સહયોગની અપેક્ષા કરે છે. તેમણે કહ્યું કે, જાપાનની સરકાર વધારે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે દુનિયામાં પહેલું અને એકમાત્ર પ્રકારનું ગ્રીનકાર્ડ રજૂ કરશે. એક વર્ષની અંદર જ કાયમી નિવાસીનું સ્ટેટસ ભારતીયો મળશે. આ દુનિયાનું સૌથી ઝડપી નિવાસી અધિકાર છે. જ્યાં સુધી વિઝા જારી કરવાની વાત છે તો જાપાને 1લી જાન્યુઆરી 2018થી ભારતીય પ્રવાસીઓ માટેના નિયમોને સરળ બનાવી દીધા છે.