સંઘર્ષ અને અવરોધો હોવા છતાં સ્ત્રીત્વ વરદાન છે...

રાજકોટ: આજે 8મી માર્ચ એટલે વિશ્ર્વ મહિલા દિવસ જીવનના વિવિધ રંગો, કયારેક ઉદાસીન તો કયારેક ખુશી, કયારેક પ્રાપ્ત? તો કયારેક કંઈક ગુમાવવું આ તમામ બાબતોની સ્ત્રીના મન પર ઘેરી અસર થતી હોય છે, સ્ત્રીઓ મોટા ભાગે કોઈ બાબતને કેઝયુઅલી લઈને મળી શકતી નથી. તેની સેન્સિટિવિટી વધારે હોય છે, સફળ નારીની સફળતા પાછળ તેનો સંઘર્ષ છૂપાયો હોય છે. સ્ત્રીનું હોવાપણું તેની શકિત છે તો એ કયારેક તેની મર્યાદા પણ હોય છે. વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રની મહિલાઓને પૂછાયું કે તમને તમારા સ્ત્રી હોવાનો ફાયદો શું થયો અને સ્ત્રીપણુ નડયું, કયાંક અગ્રણી માનુનીઓએ જે જવાબ આપ્યા તે આવા છે... મહિલા વગર ચાલતું નથી, છતાં મહિલા હજુ આઝાદ નથી મ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય, કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતુ નથી અને આ એક સત્ય હકીકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધુરૂ છે કારણ કે ભગવાન તે પણ દુનિયામાં જન્મવા માટે એક ‘માં’ની જરૂર પડે છે.
સ્ત્રી વગર દુનિયા થંભી જાય છતાંય ર1મી સદીમાં હજુ મહિલાઓ આઝાદ થઈ નથી, ધર્મ, જ્ઞાતિ, સમાજ આ બધી બાબતોનું બંધન સ્ત્રીઓને સહુથી વધુ નડે છે, હજુ પણ છોકરીઓના ચારિત્ર્ય ઉપર આંગળી ચિંધવામાં આવે છે ‘છોકરીઓને વધારે ભણવું ના જોઈએ’ છોકરીઓએ મોડી રાતે બહાર ના નીકળવું જોઈએ.
યુવતીઓએ પોતાના મિત્રો સાથે ફરવું ના જોઈએ જેવા અનેક શબ્દો મારા કાને સાંભળવા છે, તમે પણ જોયું હવે કાયદાઓમાં અનેક ફેરફાર આવ્યા છે પણ હજુ માનસીકતામાં બદલાવ આવ્યો નથી તે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી !
હજુ પણ સૌથી વધુ આપઘાત મહિલાઓ જ કેમ કરે છે? પતિ કહે આ ઘર મારૂ, પિતા કહે છે કે દિકરી તો સાસરે જ શોભે, ઘરના સભ્યો જ આવું બોલે તો સમાજ કેમ બાકી રહે? રિસામણે આવી છે, ‘એ તો પહેલેથી જ છુટી હતી’ આવું જ થવાનું જ હતું, ‘આવી વાતો સ્ત્રીનું જીવવું હરામ કરી નાંખે છે.
ત્યારે તેની વેદના સાંભળનાર કોઈ નથી હોતુ, એ જાય તો કર્યા જાય છે? એટલે જ જીવનથી હારી તે આત્મહત્યા કરે છે એટલે જ મહિલાઓ આપઘાતમાં નંબર વન પર છે. 21 મી સદીમાં મહિલાઓ ઉપર ટીપ્પણી થાય છે અને થવાની જ એજ સ્ત્રી ભણે કે ના ભણે, નોકરી કરે કે ના કરે, તૈયાર થાય કે ન થાય, લગ્ન કરે કે ના કરે, દરેક સ્થિતિમાં તેના માટે ટીપ્પણીઓ થતી રહેતી હોય છે, વિકાસની ગમે તેટલી વાતો થાય છતાંય આ મુદ્દે હજુ ઘણુ કરવાનું બાકી છે?
આજે પણ મહિલાઓ પર ઘરેલું અત્યાચારો થાય છે, આજે પણ દહેજનું દુષણ યથાવત છે અને આજે પણ મહિલાઓનું શોષણ થાય છે. આજે પણ હજારો પરિવારોમાં સ્ત્રીઓને પૂરતું સ્વાતંત્ર્ય નથી, આજે પણ મહિલાઓએ પુરૂષોની ઈચ્છાને આધીન રહેવું પડે છે હજુ પણ સ્ત્રી-પુરૂષ વચ્ચે ભેદભાવ છે. એટલા માટે જ આપણે 365 દિવસમાંથી એક દિવસ માટે મહિલા દિવસ ઉજવવો પડે છે?
ખરેખર જોઈએ તો મહિલાઓની જિંદગીમાં માત્ર થોડોક જ ફેરફાર આવ્યો છે, મહિલાઓ નોકરી કરતી થઈ પણ એ સ્થળે તેની સલામતી કેટલી? અનેક પ્રકારના શોષણનો તે ભોગ બને છે?
એક બાળકને જન્મ આપતી સ્ત્રીને કેટલી પીડા સહન કરવી પડે છે એ પુરૂષ કયારેય નહી જાણી શકે, ‘બાળકો પેદા કરો’ એ બોલવું સહેલું છે, એટલું જ કરવું સહેલુ નથી, જો દીકરીનો જન્મ થાય તો સ્ત્રીને શારિરીક અને માનસીક પીડામાંથી પસાર થવુ પડે એ અલગ.
વર્ષોથી સ્ત્રીઓને ઓછી બુદ્ધિની આંકવામાં આવી છે સ્ત્રીને પગની પાનીથી સંબોધાય છે ત્યારે મારા મતે આવો ભેદ પાડી શકાય નહી પુરૂષને જે અધિકારો અપાયા છે તેટલા જ નારીને આપવા જોઈએ, કારણ કે જે ઘરમાં નારી સુખી છે ત્યાંજ દેવતાઓ વાસ કરે છે.
સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ બનાવી છે, જાગૃતિ માટે જાહેરાતો બનાવી છે. પણ મે મારી આંખે જે અત્યાર સુધી જોયું છે તેમાં જ આપણે 18મી સદીમાં જીવતા હોય તેવું લાગ્યુ છે હજુ પણ મહિલાઓ ઉપર શંકા કરાય છે મહિલાઓને ખરાબ દ્રષ્ટિથી જોવાવાળો વર્ગ વધારે છે.
હજુ પણ યુવતીઓને માતા-પિતા એકલી નથી મોકલતાં અને જો કદાચ એકલી ગઈ હાયે તો 50 વાર તો ફોન કરે છે લોકોની માનસીકતા હજુ બદલાઈ નથી તે કોઈ દિવસ બદલાશે પણ નહીં સ્ત્રી પોતાના પતિને ફોન કરે રોજ આજે જમવાનું શું બનાવાનું છે પતિને ભાવતા જ ભોજનીયા બનાવવાં. શું એક સ્ત્રી માણસ નથી તેને ખાવાનો શોખ નહી હોય કે પતિ કહે તે જ જમવાનું બનાવાનું દરેક મહિલા પોતાની ઈચ્છાઓને મારી રહી છે. આમ બદલાવની તાતી જરૂર છે તો મહિલા દિવસ ઉજવવા નહી પડે.
અંતમાં લેખક કાના બાંટવાએ મહિલા વિશેના લેખમાં લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈએ? સ્વતંત્રતા? સલામતી? સ્નેહ? શાંતિ? સમાનતા? સ્વમાન? સ્વીકાર? સમર્પણ? સુખ-સગવડ? સ્ત્રીઓમાં પણ ક્ધફયુઝન છે, શું જોઈએ એ બાબતે, સ્ત્રીને ખરીદી નથી શકાતી, સમપર્ણ દ્વારા જ પામી શકાય છે. સ્ત્રીને જીતી નથી શકાતી, સ્ત્રી સામે હારી શકાય. સ્ત્રીનું સમર્પણ અને પુરૂષનું સમર્પણ અલગ હોય છે, જે પુરૂષ સ્ત્રીનો માલિક હોવાના ભ્રમમાં રહે છે તે સ્ત્રીના શરીરને મેળવી શકે છે, તે સ્ત્રીને પામી શકતો નથી, પુરૂષ માટે પ્રેમ સેકસનો માર્ગ છે, સ્ત્રી માટે પ્રેમ જ અંતિમ ધ્યેય છે.
‘આ દિવસને 365 દિવસ ઉજવો’
હું નારી શકિતને હંમેશા વંદન કરૂ છું’
‘નારી તું નારાયણી...’ ઈશ્ર્વરે મહિલાને પુરુષ કરતાં વધુ સહનશક્તિ આપી છે
ફાયદા: ઈશ્ર્વરની નજદીક પુરૂષ કરતા સ્ત્રી છે. પુરૂષ કરતા સ્ત્રી વધારે લાગણીશીલ હોય છેલ ખોટા ગુનાઓમાં ઓછી હોય છે, ગુનાહીત પ્રવૃતિમાં નહિવત છે, માતૃત્વ ધારણ કરવાનું શ્રેષ્ઠ સુખ આપ્યુ છે, સૌંદર્ય ખરા અર્થમાં સ્ત્રીને આપ્યું છે, સ્ત્રીનો વીલપાવર ઘણો વધારે હોય છે સતત તૂટી તૂટીને કામ કરતી સ્ત્રી જીવનભર તૂટતી નથી.
ગેરફાયદા: 21મી સદીમાં પણ પુરૂષ ગમે તેટલી સફળ થાય છતાંય પુરૂષો ગમે તેટલી સફળ થાય છતાંય પુરૂષો તેને ઉતરતી જ માને છે પુરૂષોએ અહમ ઈગોમાં હંમેશા સ્ત્રીઓને જ દોષિત ગણે છે સ્ત્રી હોવાના આ ગેરફાયદા રહે છે. - કાશ્મીરાબેન નથવાણી, નેતા ભાજપ સ્ત્રીની સફળતાથી પુરુષોને જેલસી થાય છે...
ફાયદા: એન્કર બન્યા બાદ ટીવી ચેનલમાં કામ મળ્યુ પછી કોઈ કહે છે કે તમને આજે જોયા ત્યારે બહુજ ખુશી મળે છે સ્ત્રી હોવું તે તો ઈશ્ર્વરનું વરદાન છે. સ્ત્રી ધારે ત્યારે અવનવા રૂપમાં જોઈ શકાય છે. માતૃત્વ સ્ત્રીને જ પ્રાપ્ત થાય છે.
ગેરફાયદા: સ્ત્રી જયાં સુધી પુરૂષથી આગળ ન વધેલ જયાં સુધી તેને અનુસરે તેના પગલે ચાલે ત્યાં સુધી તે પુરૂષને ગમે છે. પરંતુ તેનુ સહેજ નામ મોટુ થાય કોઈ ફિલ્ડમાં તે સફળ થાય એટલે જેલસી શરૂ, મેઈલ જેલસી ખરાબ હોય છે પુરૂષો સફળ સ્ત્રીને સ્વીકારી શકતા નથી, તેથી તકલીફ પડે છે. ઈશ્ર્વરે સ્ત્રીને પુરૂષોને પારખવાની અદભુત શક્તિ આપી છે. - પૂર્વી જાની (એન્કર) સ્ત્રી સારા નરસાનો ભેદ જલદી પારખી શકે છે
ફાયદા: પારખવાની આંતર સૂઝ સ્ત્રીઓમાં હોય છે સારા-ખરાબનો ભેદ તે સમજી જાય છે મહિલા હોવાથી લોકોનું માન મળે છે. દરેક મહિલામાં પુરૂષ કરતાં વધારે કામ કરવાની શકિત હોય છે.
ગેરફાયદા: સ્ત્રી હોવું એટલે બે ધારી તલવાર પર ચાલવું જો કોઈ ક્ષેત્રમાં આગળ ન વધો તો એમ કહેવાય કે સ્ત્રી છે તેથી નબળી છે. જો તે સફળ થાય તો એક તો તેણે કિન્નાખોરીનો ભોગ બનવુ પડે છે બીજુ તેની સફળતાં માટે અનેક ચર્ચાઓ થાય છે. સફળતા સ્ત્રીની પોતાની નહી તેમાં પુરૂષોનો હિસ્સો કે પછી સમાધાન અને નિષ્ફળ જાય તો તે વાંક સ્ત્રીનો પોતાનો ! તેમ છતાં હિંમતથી આગળ વધવું જોઈએ. - ભાનુબેન બાબરીયા, પૂર્વ ધારાસભ્ય પુરુષોએ તો સ્ત્રીઓને થેંક્યૂ કહેવું જોઈએ
ફાયદા: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાલ પુરૂષ પ્રધાન છે. સ્ત્રીના જિન્સમાં સંઘર્ષ હોય છે તે સંઘર્ષ કરી શકે છે. પુરૂષ જે કામ કરે છે તેના કરતા સ્ત્રી વધારે કામ કરે છે. માટે પુરૂષે મહિલાઓને રોજ થેકયું કહેવું જોઈએ.
ગેરફાયદા: સ્ત્રીને વધુ સફળતા એટલે નથી મળતી કે પુરૂષ હંમેશા સ્ત્રીને નીચે ઉતરતી ગણે છે.
મારાથી સ્ત્રી કેમ અલગ નીકળે તે આ સમાજમાં સ્ત્રીઓ બનવાનો મોટો ગેરફાયદો છે પુરૂષોના અહમથી સ્ત્રીઓને ફિલ્ડમાં માન આપવામાં આવતુ નથી. - પ્રિયંકા તિવારી, અભિનેત્રી મહિલાઓને મંદિરોમાં પણ સમાન અધિકાર મળવો જોઈએ, ભેદભાવ ન રહેવો જોઇએ
સ્ત્રી સશકતીકરણની વાતો જ થાય છે પણ સમાજમાં સ્ત્રી અને પુરૂષનો કોઈ ભેદભાવ જ રહેવો ના જોઈએ. આજે સમય બદલાયો છે અનેક પૌરાણીક માન્યતાઓને મત જ સ્વીકારતુ નથી જેમ કે કોઈ મહિલા પરિવારમાં કોઈની લાજ કાઢે તો મન જ ના માને હવે તો ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબોમાં પણ લાજનો રિવાજ દૂર થઈ રહ્યો છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણા મંદિરોમાં સ્ત્રીને પુજાપાઠ ન કરવા દેવાની માન્યતા છે તેમાં દરેકને સમાન અધિકાર મળવો જોઈએ અને છેલ્લા કેટલાક સમયથી આ અંગે વૈચારિક ક્રાંતિ આવી રહી છે. આજની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહિલાઓએ તેના અભ્યાસ અને ડીગ્રી મુજબના વ્યવસાયમાં જોડાવું જોઈએ મહિલાઓએ માત્ર ઘટતું કામ જ કરવાનું છે તેવી માન્યતા દૂર થવી જોઈએ. - ડો. કમલ પરીખ બીજાને ભરોસો અપાવતા એ ખૂદનો ભરોસો ખોતી ગઈ...
ઈશ્ર્વરની તમામ સુંદર રચનાઓમાંથી હું એટલે સ્ત્રી પણ એક વિશિષ્ટ રચના હું સમસ્ત સૃષ્ટિ પર નારી તરીકે મારૂ એક આગવું સ્થાન છે. જેના માટે હું ઈશ્ર્વરને આભારી છું હું પરમતત્વ છું એક સુંદર સર્જન, એક શકિત કે જે બીજાને ભરોસો આપવામાં એ ખુદનો ભરોસો ખોતી ગઈ. સપના કયારેય સાચા નથી થતા એ જાણતા હોવા છતાં પણ રોજ એક સપનું જોતી ગઈ એ ફકત એની થવામાં...ખૂદથી દૂર થતી ગઈ.
- શ્રૃતિ ભદ્રાણીયા (યુવી કલબ) અંતિમક્રિયા વખતે મહિલા હાજર કેમ ન રહી શકે? આ માન્યતા દૂર થવી જોઇએ
આજે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે ત્યારે ખાસ કરી એવી માન્યતા પ્રવર્તી રહી છે કે મહિલાઓએ પોલીસ કે સુરક્ષા દળોમાં ન જવાય ત્યારે આ માન્યતાઓ દૂર થવી જોઈએ, એક માન્યતા એવી છે કે મહિલાઓએ કોઈ સ્વજન ગુજરી જાય તો તેમની અંતિમયાત્રામાં ન જવુ. જે સ્વજને આખી જિંદગી જેમને પ્રેમ આપ્યો હોય તે સ્વજનની અંતિમયાત્રા વખતે મહિલા હાજર શા માટે રહી ન શકે? તેમને અગ્નિદાહ કેમ ન આપી શકે? શું તેને કોઈ સ્વજન પ્રત્યે લાગણી વ્યકત કરવાનો અધિકાર નથી? ત્યારે આવી માન્યતાઓ દૂર થવી જોઈએ.
- જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ પતિના હિમોફિલિયા નામના રોગને કારણે બીજા 557 જેટલા હિમોફિલિયાના દર્દીઓ માટે દાદી, મા, બહેન કે ભાભી બન્યા તની શરૂઆતમાં સંયુકત કુટુંબમાં ચાર ભાઈઓ વચ્ચે જ જન્મેલી એકની એક લાડકોડમાં ઉછરેલી 18 વર્ષની સોનલના પ્રણય સંબંધની સર્વાત સાલ 1991 થી થઈ. તેમના પતિ પરેશ સાકરીયા કે જે હીમોફીલીયા નામની વારસાગત બિમારી ધરાવે છે. જે વાત સોનલને તેઓએ ચોખ્ખુ સમજાવેલ, પરંતુ સોનલે પરેશને કહેલ કે મારો પ્રેમ તારી ખુબ માટે છે એટલોજ તારી આ લોહીના જામવાની ખામી માટે પણ છે. આંતર જ્ઞાતિયા લગ્ન, લાકડી દિકરીનું ભવિષ્ય વગેરે જોતા આ લગ્નનો વિરોધ થયો...પરંતુ તેઓએ નકકી કરી બધા સમજાવટ કરવાવાળાને કહેલ કે હું નોર્મલ વ્યકિત સાથે લગ્ન કરૂ એ પછી તેને કોઈ બિમારી થાય તો છોડી શકુ? કે મને બિમારી થાય અને તે મને છોડી દે, તો કેવું લાગે? અંતે લગ્ન અને એક સુધી છતાં સંઘર્ષ ભર્યુ દામ્યત્ય જીવન ચાલુ થયું. પરેશના રકતસ્ત્રાવ વખતે એની સારવાર, સંભાળ તેમજ કારખાનામાં મદદ કરી તેથી ખર્ચાળ સારવારમાં આર્થિક રાહત રહે...
સમય સાથે પ્રભુકૃપાથી 2 બાળકનો જન્મ અને તે બાળકોનું ભરણતર તેમજ પરવરીશનો પડકાર ઉપાડયો... હીમોફીલીયા સોસાયટી રાજકોટમાં સક્રિય સેવા આપવાની ચાલુ કરી...સૌરાષ્ટ્રના દર્દીઓની મા અને મોટી બહેનની જેમ ગમે તે સંજોગોમાં હસતા સેવા કરવા લાગી અને એની સેવાની સુવાસ અને તેનું હીમોફીલીયા માટેના સમર્પણની નોધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ લેવાણી... 2013માં આંતર રાષ્ટ્રીય ટ્રેનીંગ અને પશ્ર્ચિમ ભારતના હીમોફીલીયા ફેડરેશનના વુમન ગ્રુપ ચેરમેનની જવાબદારી...પહેલી વાર રાજકોટના કેવડાવાડીથી સીધું દિલ્હી મિટીંગમાં જાવું, ભાષાની સમસ્યા, પરંતુ બદાને મહાત કરી અને સુંદર કામ કર્યુ કે 2016 માં રાષ્ટ્રીય સંસ્થા હોમીફાલીયા ફેડરેશનના વુમન ગ્રુપના ચેરપરસન તરીકે વરણી થઈ. આખા દેશના હીમોફીલીયાના દર્દીઓ, બહેનો, માતાના રાહબર થયા.
આ ઉપરાંત આપણને આ શકિતને સલામ કરવાનું મન થાય. કારણ કે કોઈ પણ હોસ્પીટલમાં દર્દી હોય, કેમ્પ હોય, બહેનોના આર્થિક સ્વતંત્રની વાત હોય સોનલબેન તો પહેલા જ હોય. સરકાર પાસે આ પ્રકારના દર્દીઓને મદદ માટેની માંગણીમાં અગ્રેસર રહી સમગ્ર ગુજરાતમાં મોંઘા ભાવના ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યા...અશોક ગોંધીયા હોમોફીલીયા કેર સેન્ટર ખાતે યોગા, એરોબિકસ અને હીમોફીલીયાના દર્દીઓ માટે ઉત્થાન પ્રવૃતિઓ હંમેશા માટે ચાલુ કરી. મહિલાદિન અનુલક્ષીને ‘ગુજરાત મિરર’ દ્વારા ‘ઉડાન-અ જર્ની ફોર સકસેસ’નું આયોજન ‘ગુજરાત મિરર’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને એક ખાસ કાર્યક્રમ ‘ઉડાન અ જર્ની ફોર સકસેસ’નું આયોજન કરવામાં આવેલ છે. હોટલ બીઝ ખાતે બપોરે યોજાનાર આ કાર્યક્રમમાં શ્રીમતી અંજલિબેન રૂપાણી, કાદમ્બરીદેવી જાડેજા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કાશમીરા નથવાણી, ડો.આરતી પાંડે, સીમા બંછાનિધિ પાની, સંધ્યા ગેહલોત, વંદના ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે. ‘વુમન મિરર’માં આવતી કોલમ ‘ઉડાન’માં જેમની સિધ્ધીઓ રજુ થઈ છે તે મહિલાઓમાં ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અને સફળતા મેળવેલ મહિલાઓ ઉપસ્થિત રહેશે. જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને એકબીજા સાથે ઓળખાણ થાય તેમજ એકબીજાના ટેલેન્ટ વિશે માહિતી મળી તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. ‘ગુજરાત મિરર’ તરફથી આજના દિવસની ખુબ ખુબ શુભેચ્છા.
ઇંફાાુ ઠજ્ઞળફક્ષ’ત ઉફુ નારી જગતની શક્તિ છે... નારી શ્રદ્ધાની દેવી છે...
નારી નરની છાયા છે... નારી એક દીપ સ્તંભ છે...
નારી પરિવારની ધરી છે... નારી સંસ્કૃતિની આધારશીલા છે... યુકત રાષ્ટ્રસંઘે જ્યારે મહિલા દિવસ મનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેઓએ તેની સાથે
ત્રણ શબ્દોનું એક સ્લોગન આપેલ હતું. તે છે ઊિીફહશિું, ઉયદયહજ્ઞાળયક્ષિં ફક્ષમ ઙયફભય... એટલે કે સમાનતા, પ્રગતિ તથા શાંતિ. તેનો ભાવ એ છે કે નારીને આજના સમાજમાં જે બરાબરનો દર્જો નથી આપવામાં આવતો તે આપવામાં આવે અને દેશ સમાજ તથા
વિશ્ર્વની પ્રગતિમાં તથા શાંતિ સ્થાપવામાં તેમનું પણ યોગદાન રહે, એવુ નહીં કે તેનું કાર્યક્ષેત્ર ઘરની ચાર દિવાલો જ બની રહે.
દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે, પરંતુ મહિલા કઠિન પરિસ્થિતિમાં પણ યાતનાઓને સહન કરી પોતાના આવેગો પર નિયંત્રણ રાખવામાં અધિક કુશળ છે. તે પોતાની ભાવનાઓને વ્યકત કરવામાં અધિકતર હિંસાત્મક રીત અપનાવતી નથી.
પ્રકૃતિની જેમ નારીમાં સ્વાભાવિક સંસ્કાર જેવા કે દયા, સહનશીલતા, ધેર્યતા, ઉદારતા અને દાતાપન હોય છે. જેવી રીતે પ્રકૃતિ પોતાની અસીમ સંપદાથી વિશ્ર્વને સંપન્ન કરે છે, તેવી રીતે નારી પોતાના દરેક કાર્યથી પરિવારમાં ઉન્નતિ અને સંપન્નતા લાવવાના પ્રયત્ન કરે છે.
ઉદાહરણ તરીકે પ્રકૃતિના પાણીના ચક્રને લઈએ તો.. સમુદ્રનું પાણી જ્યારે સૂર્યની ગરમીથી વાદળા બની, ખેતરો અને પહોડો, મેદાનોમાં વરસે છે તો જડ-ચેતન બધા જ પ્રકૃતિની આ દેનથી ખીલી ઉઠે છે. તેવી રીતે નારી પણ અનેક પરિસ્થિતિઓને ગમે તે રીતે સહન કરી પરિવારના સદસ્યોને પ્રેમ, સરળતા, મમતાથી હર્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. તેના આ ગુણ રૂપી મોતીઓથી ઘરને સુરક્ષિત રાખે છે. અનેક એવી નારીના ચરિત્રોથી ઈતિહાસ ગૌરવાંતિત થયો છે.
- બ્રહ્માકુમારી ભારતીદીદી, રાજકોટ મારી નજરે
અનિરુદ્ધ નકુમ