પર્યાવરણ માટે સ્માર્ટફોન સૌથી મોટો ખતરો ?

આજના વ્યસ્ત જીવનમાં સ્માર્ટફોન આપણું અડધું કામ આસાન કરી દેતો હોય છે. પણ તાજેતરમાં જ હાથ ધરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ્ં કે 2040 સુધીમાં સ્માર્ટફોન અને ડેટા સેન્ટર જેવી ઇન્ફોર્મેશન તથા કોમ્યુનિકેશન ટેક્નોલોજી જ પર્યાવરણ માટે મોટો ખતરો બની જશે. કેનેડાની મૈકમાસ્ટર યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ રિસર્ચ દરમિયાન 2005 સુધીના સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ડેસ્કટોપની સાથો-સાથ ડેટા સેન્ટર અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક જેવા ડિવાઇઝના કાર્બન ફુટપ્રિંટનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જે મુજબ સોફ્ટવેરના કારણે કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો વપરાશ વધતાની સાથે-સાથે આપણા અંદાજથી ક્યાંય વધારે આઇસીટીના પ્રદૂષણની અસર પણ થઇ છે. મોટા ભાગે પ્રોડક્શન અને ઓપરેશનથી પ્રદૂષણ થઇ રહ્યું છે. મૈકમાસ્ટરના એસોસિયેટ પ્રોફેસર લોફી બેલખિર મુજબ, ‘હજુ પ્રદૂષણમાં ગ્લોબલ કાર્બન ફુટપ્રિંટમાં આઇસીટીનું યોગદાન 1.5 ટકા છે. પરંતુ જો આ જ ટ્રેન્ડ ચાલતો રહ્યો તો 2040 સુધીમાં તે 14 ટકા થઇ જશે. તમે કોઇ મેસેજ, ફોન કોલ્સ, વિડિયો અપલોડ કે પછી ડાઉનલોડ કરતા હોવ તે માત્ર ડેટા સેન્ટરના કારણે જ સંભવ થઇ શકે છે.’