સેન્સેકસમાં 200 પોઈન્ટનું ગાબડું : પીએસયુ બેન્ક ઈન્ડેકસ 3.4 ટકા તૂટ્યો

ભારતીય શેરબજારોમાં બેન્કશેરોની વેચવાલીને કારણે સતત ત્રીજા દિવસે  સેન્સેકસ તુટ્યો હતો. સવારે બજાર ખુલતા 37 પોઈન્ટ ઘટીને 33279 પોઈન્ટે પહોંચ્યો હતો. જ્યારે બપોરે 2:15 વાગ્યે 192થી 200 પોઈન્ટના ઘટાડા સાથે 33124 પર પહોંચ્યો હતો. સેન્સેકસ આસરે 3 માસ અગાઉના  14 ડિસેમ્બર 2017ના નીચા સ્તરે પહોંચી ગયો છે. નિફટી 70 પોઈન્ટ ઘટીને 10178 પર પહોંચી ગયો હતો.