મનપાએ પાંચ વર્ષમાં 2.19 કરોડ વાપર્યા છતાં ડેન્ગ્યુના 1823 ડંખ !

ટાંચા સાધનો, અપૂરતો સ્ટાફ અને ચોપડે થતી કામગીરી જવાબદાર રાજકોટ,તા.24
રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો જેનું કારણ મિશ્ર વાતાવરણ હોવાનું તારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ રાજકોટ મનપા મચ્છરજન્ય રોગચાળા સામે હમેંશા પાંગળી સાબિત થઇ છે વાતાવરણ મુજબ મચ્છરોના ઉપદ્રવમાં વધઘટ થતી હોય છે જેની સામે તંત્ર હવામાં બાચકા ભર્યા કરે છે.
મચ્છરજન્ય રોગચાળો મેલેરીયા અને ડેંગ્યુ સામે સરકાર જોઇએ તેટલી ગ્રાન્ટ આપે છે. છેલ્લા પાંચ વર્ષમા મનપાએ રૂા.2.16 કરોડની માતબર ગ્રાન્ટ મળી છે. આમ છતાં અસરકારક કામગીરીના અભાવે રોગચાળો બેકાબુ બને છે. 2015 થી 2017 સુધીમાં 1795 વ્યકિત ડેંગ્યુના ભરડામા તેમજ 709 વ્યકિત મેલેરીયાના સકંજામા સપડાયા છ. આ સરકારસ આંકડા છે.
ખાનગી હોસ્પિટલનો આંકડો બહુ મોટો થવા જાય છે અને મચ્છરજન્ય રોગચાળાની ગંભીર હકિકત સામે આવી શકે છે.
મચ્છરની ઉત્પતિ પાણીમાંથી થાય છે ચોખ્ખું પાણી જ્યાોં સંગ્રહ થતુ રહે ત્યાં એડીસ ઇજીપ્ત પ્રજાતિના ડેંગ્યુના મચ્છરાના લારવા થાય છે. પરંતુ રાજકોટમાં ડેંગ્યુનો રોગચાળો હવે બારેમાસ થવા લાગ્યો છે ડેંગ્યુના છેલ્લા પાંચ વર્ષના સત્તાવાર આંકડા પર નજર નાખીએ તો વર્ષ 2013માં ડેંગ્યુના 677 કેસ નોંધાયા બાદ 2014માં સ્થિતિ કાબુમાં રહેતા 85 કેસ નોંધાયા હતા પરંતુ ફરી ડેંગ્યુએ કાળો કેર વર્તાવ્યો અને 2015માં 533 કેસ 2016માં 557 કેસ અને 2017માં 47 કેસ નોંધાયા હતા.
ગત વર્ષે ડેંગ્યુની સાથોસાથ ચિકનગુનિયા અને સવઇનફલુએ કાળોકેર વરતાવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્રણ ત્રણ મોરચે લડવાનો વારો આવ્યો હતો તો તાજેતરમાં આજી નદીમાં ગાંડી વેલમાંથી થતા મચ્છરોના ત્રાસથી કંટાળીને માર્કેટયાર્ડના વેપારીઓએ ચક્કાજામ કર્યા હતા રાજકોટમાં મચ્છરોની ઉત્પતિ અટકાવવા થતી દવા છંટકાવની અને ફોંગીંગની કામગીરીની અસર નહીવત રહી છે. મચ્છર ઉત્પતિમાં કયાંક ને કયાંક શહેરીજનો પણ એટલાજ જવાબદાર છે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ નિયમો અને સાવચેતીના પગલા સહિતની કામગીરીમાં લોકોનો સંપૂર્ણ સહગોય પ્રાપ્ત નથી થતો પરિણામે તંત્રની કામગીરી હવામા બાણ સમાન સાબિત થાય છે. ડેન્ગ્યુ ફેલાવાના મુખ્ય કારણો મચ્છરજન્ય રોગચાળામાં તંત્ર પાસે નથી પુરતો સ્ટાફ કે નથી કોઇ આયોજન, મેલેરીયા શાખામાં પણ સેટઅપ મુજબ પુરતા કર્મચારી નથી પરિણામે તંત્ર વામણુ સાબિત થાય છે ચોમાસા પછી પણ મચ્છરોનો ઉપદ્રવ રહે છે પરંતુ એક વિસ્તારમાં કામગીરી કરે તો બીજે ડેંગ્યુના મચ્છરો કાળો કેર વર્તાવે છે. આથી એક સાથે તમામસ્થળે અને વિસ્તારમાં કામગીરી થાય તોજ ડેંગ્યુને જડમૂળથી ડામી શકાય. લોકોએ પણ જાગૃત બનવું જરૂરી લોકોની બેદરકારીનું પણ મુખ્ય કારણ જેમા અગાસી, કુંડા, વાસણો, કે એવી કોઇ વસ્તુ કે જેમાં વરસાદી પાણી સંગ્રહ થઇને પડ્યુ રહે જેમાં ડેંગ્યુ ફેલાવતા મચ્છરો પેદા થાય છે આ બાબતે લોકોમા પુરતી જાગૃતિ નથી આ ઉપરાંત બાંધકામ સાઇટ, રોડ પરના ખાડામાં ભરાતું પાણી ડેંગ્યુના રોગચાળા માટે જવાબદાર છે ધરમાં એસી અને ફ્રીજની ટ્રેમા પણ મચ્છરના લારવા ઉત્પન થાય છે. ટાંચા સાધનો અને કાગળ પર થતી કામગીરી મચ્છરજન્ય રોગચાળા સામે કામગીરી કરવા મનપા પાસે ટાંચા સાધનો છે તંત્ર પાસે પુરતા ફોગીંગ મશીન નથી સૌથી મોટુ કારણ મોટાભાગની કામગીરી માત્ર કાગળ પરજ દેખાડવામાં આવતી હોય છે જે દરવર્ષે સાબિત થઇ જાય છે વોંંકળા સફાઇની લોલલોલ કામગીરી તેમજ સાોસાયટીઓ  અને સ્લમ વિસ્તારમાં અપુરતી સફાઇ પણ મચ્છર જન્ય રોગચાળા માટે જવાબદાર છે. સરકાર ગ્રાન્ટ આપે છે પરંતુ સંકલનના અભાવે કામગીરી નથી થતી સામાન્ય તાવમાં ઘરગથ્થુ ઇલાજ ન કરો મેલેરીયા અને ડેંગ્યુના લક્ષણો લગભગ સરખા હોય છે. શરૂઆતમાં હળવો તાવ, કળતર થાય માથુ દુ:ખે આ પ્રકારના લક્ષણને ઘણી વખત લોકો સામાન્ય તાવ માનીને પોતાની રીતે દવા લઇ લ્યે છે પરંતુ સામાન્ય તાવમા પણ ફેમિલી ડોક્ટરની દવા લેવી દિતાવહ છે. મેલેરીયાના વાઇરલ શરીરમાં હોય ત્યારે ઠંડી ચડે છે. ત્યારે લેબોરેટરી રીપોર્ટ કરાવી સારવાર લેવી જોઇએ. મચ્છરજન્ય રોગચાળાની હાઇજમ્પ
2013- મેલેરીયા-202- ડેન્ગ્યુ-677
2014- મેલેરીયા-106- ડેન્ગ્યુ-85
2015- મેલેરીયા-196- ડેન્ગ્યુ-439
2016- મેલેરીયા-178- ડેન્ગ્યુ-557
2017- મેલેરીયા-112- ડેન્ગ્યુ-118
2018- મેલેરીયા-34- ડેન્ગ્યુ-14