ઓસ્કારમાં ભારતને પ્રથમ ગ્રાસે મક્ષિકા!


લોસ એન્જલસ તા.પ
અહીં હોલિવૂડમાં 90મો ઓસ્કાર અવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. સૈમ રોકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. જ્યારે એલીસન જેનીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)નો અવોર્ડ મળ્યો છે. ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચની ભૂમિકાવાળી વિક્ટોરિયા એન્ડ અબ્દુલને ઓસ્કાર અવોર્ડ મળી શક્યો નથી.
ફિલ્મ વિક્યોરિટા એન્ડ અબ્દુલામાં અલી ફઝલે ક્વીન વિક્ટોરિયાના નોકરનો રોલ કર્યો હતો. ડેંચ વિક્ટોરિયાના રોલમાં હતી. તે જેમ્સ બોન્ડ સિરિઝમાં જોવા મળી હતી. વિક્ટોરિયા એન્ડ અબ્દુલ બ્રિટિશ-અમેરિકન બાયોગ્રાફિકલ ડ્રામા છે. આ ફિલ્મ શરબાની બસુના પુસ્તકના આધારે બનાવવામાં આવી છે. તેમાં બે પાત્રોના અંગત સંબંધો બતાવવામાં આવ્યા છે.
વિક્ટોરિયા એન્ડ અબ્દુલ મેકઅપ, હેરસ્ટાઈલ અને કોસ્ચ્યૂમ ડિઝાઈન માટે નોમિનેટેડ થઈ હતી. આ કેટેગરીઝમાં પડાર્કેસ્ટ અવરથ અને પફેંટમ થ્રેડથને અવોર્ડ મળ્યો છે. 49 વર્ષના સૈમ રોકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. તેણે ફિલ્મ ‘થ્રી બિલબોઈર્સ આઉટસાઈડ એબિંગ, મિસૌરી’માં એક પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે.
આ પહેલાં રોકવેલ આ ફિલ્મ માટે જ બાફ્ટા, ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ અવોર્ડ પણ જીતી ચૂક્યો છે. રોકવેલે તેનો આ અવોર્ડ પૂર્વ હોલિવૂડ એક્ટર ફિલિપ સેમૂર હોફમેનને સમર્પિત કર્યો હતો. ઓસ્કાર એવોર્ડ વિજેતા અન્ય ફિલ્મો
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન ધી શેપ ઓફ વોટર
બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ અ ફંટાસ્ટિક વુમન (ચિલી)
બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ કોકો (ડિઝ્ની)
બેસ્ટ એડીટિંગ લી સ્મિથ (ડનકિર્ક)
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ બ્લેડ રનર 2049
બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન ફેંટમ થ્રેડ
મેકઅપ- હેર સ્ટાઈલ ડાર્કેસ્ટ અવર
ઓરિજિનલ સોંગ ફિલ્મ કોકોનું ગીત રીમેમ્બર મી
ઓરિજિનલ સ્કોર ‘ધી શેપ ઓફ વોટર’ માટે અલેક્સાંદ્રે ડિસપ્લાટ
બેસ્ટ સિનેમેટોગ્રાફી બ્લેટ રનર 2049 માટે રોજર એ. ડિક્ધિસ
ઓરિજિનલ સ્ક્રીન પ્લે ગેટ આઉટ માટે જોર્ડન પીલે
અડોપ્ટેડ સ્ક્રીન પ્લે ‘કોલ મી બાય યૂઅર નેમ’ માટે જેમ્સ આઈવરી
લાઈવ એક્શન શોર્ટ ‘ધી સાઈલેન્ડ ચાઈલ્ડ’ માટે ક્રિસ ઓવરટન અને રેચલ શેંટોં
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ‘હેવન ઈઝ અ ટ્રાફિક જામ ઓન ધી 405’