કુકિંગ ટાઈમ

ઠંડાઈ
-: સામગ્રી :-
ક્ષ 5 કપ ખાંડ ક્ષ 2 1/2 કપ પાણી ક્ષ 1/2 કપ બદામ
ક્ષ 1/2 કપ વરિયાળી ક્ષ 2 ટી સ્પૂન મરી પાઉડર
ક્ષ 1/2 કપ ખસખસ ક્ષ 1/2 કપ ગુલાબની પાંદડી
ક્ષ 1/2 કપ તરબૂચના બિંયા ક્ષ 30 થી 35નંગ નાની ઈલાયચી
ક્ષ 1 ટીસ્પૂન ગુલાબ જળ
-: પધ્ધતિ :-
હ એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્ષ કરીને ગરમ કરવા મૂકો. ઉભરો આવ્યા બાદ પાંચથી છ મિનિટ ઉકળવા દો. ત્યાર બાદ ઠંડૂ થવા દો.
હ વરિયાળી, કાળા મરી, બદામ, તરબૂચના બિંયા, ઈલાયચી અને ખસખસને સાફ કરીને ધોઈ લો. દરેકને અલગ-અલગ પાણીમાં એકાદ કલાક માટે પલાણી રાખો.
હ બધી વસ્તુઓમાંથી પાણી નીતારી લો. બદામની છાલ નીકાળી લો.
હ બધી જ વસ્તુઓને સાથે પીસી લો. પીસ્તી વખતે પેસ્ટને સ્મૂથ
બનાવવા માટે જો જરૂર પડે તો પાણીની જગ્યાએ ચાસણીનો ઉપયોગ કરો. આ પેસ્ટને ચાસણીમાં નાખીને બરાબર હલાવી લો. ત્યાર બાદ તેને ચારણીથી ગાળી લો.
હ પેસ્ટમાં જો મોટા ટુકડા વધ્યા હોય તો, તેને ફરીથી પીસી લો. ફરીથી તેને ચારણી વડે ગાળી લો.
હ આ મિશ્રણમાં જરૂર મુજબ દૂધ અને બરફ નાખીને સર્વ કરો અને ઉપર કાજુ,બદામ અને પિસ્તાની કતરણ તેમજ ગુલાબની પાંખડીથી સજાવી સર્વ કરો.
-: વેરીએશન :-
હ ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવવા માટે કાજુ, બદામ, ખસખસ, વરિયાળી, ગુલાબના ફૂલ, બધું મિક્સ કરી પાણીમાં પલાળી મિક્સરમાં પીસી ખાંડ નાખી ઠંડી કરીને સર્વ કરો
હ ધાણા, ખસખસના દાણા, કાકડીના બીજ, ગુલાબના ફૂલ, તડબુચના બીજ, શક્કર ટેટીના બીજ, વરિયાળી, કાળા મરી, સફેદ મરી આ બધા જ દ્રવ્યો 50-50 ગ્રામ. નાની ઈલાયચી, સફેદ ચન્દનનો પાવડર અને કમળ કાકડીની ગોટી ત્રણેય 25-25 ગ્રામ. આ બધી જ વસ્તુઓને ખાંડણીમાં વાટીને પીસી લો અને બરણીમાં ભરી લો. જ્યારે જોઈએ ત્યારે આ પાવડરને દૂધમાં મિક્સ કરી સાકર નાખી ચર્ન કરી લો. ઠંડુ કરી સર્વ કરો. કુકીંગ ટિપ્સ  હોળીમાં ધાણી દાળિયા ખજુરનું મહત્વ છે. આજકાલ બાળકોને ધાણી દાળિયા જેવી વસ્તુ ભાવતી નથી અને આ ઋતુમાં આ વસ્તુ ખાવાનું મહત્વ છે તેથી જો આ બધામાં કંઇક વેરીએશન કરીને અલગ વાનગી બનાવવામાં આવે તો બાળકો અને પરિવારજનો હોંશે હોંશે ખાશે.
* ધાણી: ધાણીમાં ટમેટા, સેવ, ગ્રીન ચટણી, મીઠી ચટણી, નાખી ધાણીની ભેળ બનાવી શકો.
* ફ્લેવર્ડ ધાણી: તેલ મૂકી મમરાની જેમ હિંગ હળદર અને મીઠું નાખી વઘારી નાખો તેમાં સેવ અને શીંગદાણા નાવાથી ટેસ્ટસ
લાગે છે.
* ચોકલેટ ધાણી: 1 ચમચી બટર મૂકી તેમાં ચોકલેટ પાવડર મિક્સ કરી ધાણી નાખી દો આ ચોકલેટ ધાણી બાળકોને ખુબ ભાવે છે. એજ રીતે સોસ નાખી ટોમેટો ફ્લેવર તેમજ ચીઝ ફલેવર પણ બનાવી શકાય.
* સ્પાઇસી દાળિયા: દાળિયાને પણ સહેજ તેલ કે ઘી મૂકી વઘારી તેમાં મીઠું, ચડીયાતો મસાલો મરચુ, ધાણાજીરૂ, વધુ નાખી સ્પાઇસી દાળિયા બનાવી શકાય.
* હેલ્થી ભેળ: મસાલા દાળિયામાં ટમેટા કાકડી કેપ્સીકમ, બાફેલા શીંગદાણા, બટેટાના પીસ નાખી મીઠુ મરચુ ચાટ મસાલો ગ્રીન ચટણી નાંખી હેલ્થી ભેળ બનાવી શકાય
* ડ્રાયફ્રુટ ખજુર: ખજુરમાંથી ઠળિયો કાઢી તેમાં
કાજુ બદામનો અધકચરો ભૂકો ભરી ઘી સાથે ખાવાથી ટેસ્ટી લાગે છે.
* ખજુર રોલ: ખજુરના ઝીણા પીસ કરી ઘી મૂકી ગરમ કરો તેમાં ડ્રાયફ્રુટના નાના પીસ, એલચી પાવડર, ઉમેરી બધુ મીક્સ કરી રોલ વાળીને બનાવી શકાય.