ધ્રોલ, દ્વારકા, ભાણવડ, જામજોધપુર અને કાલાવડ પર ભાજપનો કબ્જો

કોંગ્રેસને એક માત્ર સલાયા નગરપાલિકાથી સંતોષ માનવો પડ્યો
જામનગર તા,20
જામનગર જીલલાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર અને દ્વારકા જિલ્લાની દ્વારકા, સલાયા તથા ભાણવડ એમ કુલ છ પાલીકા ના પરીણામો સોમવારે બપોર બાદ જાહેર થયા પરીણામો મુજબ છ પૈકી પાંચ પાલીકામાં ભાજપાનો તથા એક માત્ર સલાયા પાલીકામાં કોંગ્રેસનો વિજય થયો છે.
સમગ્ર રાજયની કુલ 75 (જેમાંથી એક જાફરાબાદ પાલીકા બીનહરીફ-ભાજપા) પાલીકા પૈકી હાલારની કુલ છ પાલીકાઓના પરીણામો પણ જાહેર થઇ ગયા છે જામનગરર જિલ્લાની ધ્રોલ પાલીકામાં ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું જયાં આ વખતે ભાજપાએ વિજય મેળવ્યો છે. આ ઉપરાંત કાલાવડ તથા જામજોધપુરમાં ભાજપાએ પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે.
દ્વારકા જીલ્લાની દ્વારકા, ભાણવડ અને સલાયા પાલીકા અગાઉ ભાજપના કબ્જામાં હતી. પરંતુ આ ચૂંટણીમાં સલાયા પાલીકા કોંગ્રેસે કબ્જે કરી લીધી છે.
સોમવારે સવારથી જ ચૂંટણીના પરીણામો અંગે નેતાઓ ઉપરાંત લોકોમાં પણ ભારે ઉતેજના હતી. બપોરે બાદ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાની ત્રણ પાલીકાઓમાં ભાજપાનો વિજય થયો છે.
ધ્રોલ પાલીકા ભાજપાએ કોંગ્રેસ પાસેથી છિનવી તો સામા પક્ષે કોંગ્રેસે સલાયા પાલીકા ભાજપા પાસેથી છિનવી લઇ હિસાબ સરભર કરી લીધો છે. ધ્રોલની 28 પૈકી 22 બેઠકો ભાજપાને, 4 બેઠકો કોગ્રેસને તથા બે બેકઠકો બહુજન સમાજ પાર્ટીને મળી છે કાલાવડની 28 પૈકી 18 ભાજપને તથા 10 બેઠક કોંગ્રેસને મળી છે જામજોધપુરમાં ભાજપાએ 28 પૈકી 20 બેઠકો જિતી લીધી છે.
બપોર બાદ તમામ છ પાલીકાના મતગણતરી કેન્દ્રો ખાતેથી વિજય સરઘસો ચાલુ થઇ ગયા હતા. સમગ્ર ચૂંટણી દરમીયાન તેમજ મતગણતરી દરમ્યાન પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો મોટા શહેરોની માફક નાના શહેરોમાં પણ ભાજપાનો દબદબો જોવા મળ્યો છે ધ્રોલ, કાલાવડ તથા જોમજોધપુર વિસ્તારોમાં ભાજપાને વિધાનસભાચૂંટણીમાં પરાજય મળ્યા પછી પણ પાલીકાઓ ભાજપાએ કબ્જે કરીછે.
ભાજપનો વિજય ઉત્સવ
જામનગર તથા દ્વારકા જિલ્લાની કુલ છ પાલીકાઓ પૈકી પાંચ પાલીકાઓમાં ભાજપાનો વિજય થયો છે. આ વિજયના વધામણા માટે સોમવારે સાંજે જિલ્લા ભાજપા કાર્યાલય (અટલ ભવન)ના પ્રાંગણમાં પક્ષના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વાઅરા ફટાકડાઓ ફોડી તથા એકમેકના મોઢા મીઠા કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા ભાજપા અધ્યક્ષ ચંદ્રેશ પટેલ- મેયર પ્રતિભાબેન કનખરા, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા, ઉપાધ્યક્ષ ગોપાલ સોરઠીયા, ખુમાનસિંહ સરવૈયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, હીતેન ભટ્ટ વગેરે અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જીલ્લાની છ બેઠકોના પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળેલ તેમજ ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.     (તસ્વીર: સુનીલ ચુડાસમા-જામનગર)