ગુરૂવારથી જામનગર-અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો થશે પ્રારંભ

 જામનગર તા.ર0 જામનગરમાં શનિવારે બપોરે એર ઓડીશાની જામનગર-અમદાવાદ વિમાનસેવાનો જામનગરથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે પરંતુ તંત્રો વચ્ચે સંકલનનો અભાવ હોય, આ સેવા બાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે. શનિવારે જામનગર એરપોર્ટ પર આ વિમાનને ફલંગ ઓફ માટે કાર્યક્રમ રાખવામાં આવેલો પરંતુ જામનગર એરફોર્સ તથા અમદાવાદ ટ્રાફીક કંટ્રોલર સાથે કોઇ જ સંકલન થયું ન હોય હાલ આ વિમાનસેવા રર ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. આ ફલાઇટ માટે સંકલન પુર્વે જ પ્રવાસીઓ પાસેથી બુકીંગ એડવાન્સમાં કરાવવામાં આવેલા જે હાલ રદ કરવાની સ્થિતિ સર્જાઇ છે. વિમાન સેવાની વાજતેગાજતે જાહેરાત પછી પ્રથમ કોળીયે માખીની સ્થિતિ સર્જાતા લોકોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું છે.