જામનગરમાં બાળકીની હત્યામાં તબીબની પૂછપરછ કરતી પોલીસ

જામનગર તા.ર0
જામનગરમાં ગત તા.13 ના દિને એક બાળાની હત્યા થયેલી જેની અંતિમ વિધિ આજે બપોરે કરવામાં આવનાર છે. દરમ્યાન આ બાળાને અગાઉ સારવાર આપનાર શહેરના એક ખાનગી ઓર્થોપેડીક સર્જનની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી છે.
ગત તા.13 ના દિને શહેરના કૃષ્ણનગર વિસ્તારની એક નવ વર્ષની બાળાની પાશવી અત્યાચાર પછી હત્યા થયાનું ખુલ્યા પછી આ પ્રકરણમાં તે બાળાના સાવકા પિતા ચેતન કલ્યાણીને રીમાન્ડ પર લેવામાં આવ્યો છે જે રીમાન્ડ આજે પૂર્ણ થાય છે. મૃતક બાળાની મોટી સાવકી બેહનની પણ ધરપકડ થઇ છે. બાળાના મોટા સાવકા ભાઇની અટકાયત કરી, તે સગીર હોવાથી તેને રાજકોટ બાળસંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ બાળાની હત્યા થઇને અગાઉ પણ બાળા પર તેના સાવકા પરીવારજનો દ્વારા ખુબ જ અત્યાચાર નિપજાવવામાં આવેલો અને તે બાળાને ઘણી ઇજાઓ પણ પહોચેલી, જે તે સમયે શહેરના ખાનગી ઓર્થોપેડીક તબીબ ડો.અનિલ સોલંકીએ આ બાળાને સારવાર આપીને તેવું ખુલ્યા બાદ આ તબીબની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી છે.
આ બાળા રેખાબેન નામની મહિલા અને હરીભાઇ નામની વ્યકિતની પુત્રી હતી પરંતુ આ બંનેએ ચાર-પાંચ વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધા હતા. મૃતક બાળાની માતા પોતાની પુત્રીની અંતિમ વિધિ માટે કર્ણાટકથી જામનગર આવવા તૈયાર નથી અને પિતા હરીભાઇને આ પરીવાર સાથે કોઇ જ સંબંધ નથી. મૃતક બાળાના અન્ય સાવકા પરીવારજનો કસ્ટડીમાં છે. આ સ્થિતિમાં બાળાના મૃતદેહની અંતિમવિધિ બિનવારસુ મૃતદેહ તરીકે શહેરની એક સ્વૈચ્છીક સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બાળાના મૃતદેહને બિનવારસુ મૃતદેહ તરીકે અંતિમવિધિ કરવા એસપી સમક્ષ આ સંસ્થાએ પરવાનગી માંગી હતી. મંજુરી મળી જતા આજે બપોરે મોક્ષ ફાઉન્ડેશન દ્વારા આ બાળાની અંતિમવિધ કરવામાં આવી હતી. મૃતકની બાળા કર્ણાટક રહે છે. જે મુસ્લીમ મહિલા છે અને તેનું ખરૂ નામ શહેનાઝ છે. આ મહિલા છેલ્લા કેટલાક વર્ષથી આ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ચેતન કલ્યાણ સાથે પત્ની તરીકે રહેતી હતી અને કૃષ્ણનગરનું અંદાજે 7પ-80 લાખનું આ પરીવારનું મકાન રેખા ઉર્ફે શહેનાઝના નામનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી આ બાળ હત્યાકાંડે સમગ્ર શહેર-પંથકમાં ભારે ચકચાર મચાવી છે.