જામનગરના ગાયત્રીમંદિર ખાતે પરીક્ષાર્થીઓ માટે યજ્ઞ યોજાયો


જામનગર,તા.19
જામનગરના સરૂ સેક્શન માર્ગ નજીક, ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી પાછળ આવેલ ગાયત્રી શકિતપીઠ ખાતે રવિવારે સંચાલકો દ્વારા હવનનું હયોજન વિદ્યાર્થી ભાઇ-બહેનોની માનસિક શાંતિ માટે ગોઠવવામાં આવેલું.
શકિતપીઠ ખાતે, આગામી માર્ચથી યોજાનારી ધો.10 તથા ધો.12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થી ભાઇ-બહેનોની માનસિક શાંતિ માટે આયોજીત કરવામાં આવેલાં યજ્ઞમાં સંખ્યાબંધ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. અને શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયલાં, આ યજ્ઞનો લાભ લીધો હતો તસ્વીર: સુનિલ ચુડાસમા