વિશ્ર્વને દયા, કરુણા, અહિંસાનો માર્ગ દેખાડનાર ભગવાન બુધ્ધ । Story Time...

૧ ભગવાન બુધ્ધનું બાળપણનું  નામ સિધ્ધાર્થ હતું. નાનપણથી જ તેમનામાં દયા અને કરુણાના ગુણો હતા. ઘોડેશ્ર્વારીમાં ભાગતા ઘોડાના મોમાંથી જયારે ફીણ નીકળતા ત્યારે ઘોડાને થાકેલ જાણી તેને ઉભો રાખી દેતા અને જીતેલી બાજી હારી જતા. ૨ ઉપવનમાં તેના ભાઇ દેવદતે જયારે હંસને તીર માર્યુ ત્યારે તેમણે હંસને જઇને બચાવી લીધો તીરથી વાગેલા ઘાનો ઉપચાર કર્યો. દેવદતે રાજાને ફરીયાદ કરી કે હંસનો શીકાર મેં કર્યો છે તેના પર મારો અધિકાર છે ત્યારે સિધ્ધાર્થે કહ્યું કે મેં તેને બચાવ્યો છે તેના પર મારો અધિકાર છે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. ૩ સિધ્ધાર્થને મહેલમાં દરેક પ્રકારના સુખ વચ્ચે પણ મનની શાંતિ નહોતી તેથી તપસ્યા કરવા નીકળ્યા ત્યારે રસ્તામાં કેટલીક સ્ત્રીઓ ગીત ગાતી હતી. જેનો ભાવાર્થ હતો કે વીણાના તારને ઢીલો પણ ન છોડો અને એટલો ખેંચો પણ નહી કે તે તુુટી જાય જે સિધ્ધાર્થને ખુબજ ગમ્યુ અને આમ મધ્યમમાર્ગ શોધી સાધના કરી ‘બુધ્ધ’ તરીકે જાણીતા થયા. ૪  ભગવાન બુધ્ધે સમગ્ર વિશ્ર્વને મધ્યમ માર્ગ દ્વારા પાંચ નિયમોનું પાલન કરવા સુચવ્યું
(1) જીવ માત્રની હિંસાથી દૂર રહો.
(2) ચોરી ન કરવી.
(3) જુઠ્ઠુ ન બોલવું.
(4) બીજાની નિંદા ન નિંદા ન કરવી.
(5) (5) અજ્ઞાનથી બચીને રહેવું.
મિત્રો આપણે પણ જીવનમાં આ પાંચ નિયમોનું પાલન
કરીશું ને?