શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખતુ પાણી

રમત રમતા કે હોમવર્ક કરતાં યાદ રાખીને પાણી પીવો Hi Friends...
લાસ્ટ ટાઇમ આપણે દુધ અને પાણી પીવાની વાત કરી હતી. ઘણા મિત્રો દુધ તો રેગ્યુલર પીવા લાગ્યા છે પણ પાણી પીવામાં હજુ પણ થોડી આળસ કરે છે અથવા ભૂલી જાય છે કે કેટલાકને પાણી પીવુ ગમતું નથી જે મિત્રો પાણી પીવા લાગ્યા છે તે ખુબ સારી વાત છે પણ હજુ જે લોકો ઓછુ પાણી પીવે છે કે નથી પીતા તેમના માટે આ વાત કરવાની છે. આપણા શરીરનો 75% ભાગનું વજન પાણીનું છે પાણી આપણા શરીરના એકડા થયેલા કચરાના નિકાલ માટે ઉપયોગી છે તેમજ આપણા શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે.
આપણા શરીરને ખોરાક દ્વારા, બીજા પ્રવાહી, દુધ, જ્યુસ વગેરે દ્વારા પાણી મળે રહે છે. માણસ 50થી વધુ દિવસ ખોરાક વગર રહી શકે છે. પરંતુ પાણી વગર બહુજ ઓછા દિવસ માણસ જીવી શકે છે.
પાણી આપણા શરીરને સ્વસ્થ રાખે છે. અને શુદ્ધ કરે છે આપણા પાચન સંબંધી સમસ્યાથી લઇને ઘણા બધા પ્રોબ્લેમ પાણી પીવાથી દૂર થાય છે. અને હવે તો મિત્રો ગરમીના દિવસો શરૂ થશે એટલે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પણ પાણી પીવુ ખુબ જરૂરી છે પાણી પીવુ જરૂરી છે પણ હા, ઠંડુ પાણી નહીં પીતા હો ! ફ્રીઝનું ઠંડુ પાણી તો ફાયદાને બદલે નુકશાન કરશે એ ચોકકસ વાત છે. તો ચાલો જોઈએ વાળો
- જો તમે પાણી પીવાનું ભૂલી જતાં હો તો એક બોટલ તમારી સાથે જ રાખો હોમવર્ક કરતા સમયે કે રમવાના સમયે પાણીની બોટલ સાથે હશે તો પાણી પીવાનું ભૂલાશે નહીં.
- સ્કૂલમાં પણ રિસેસનો ટાઈમ હોય કે પછી નાસ્તો કરીને અથવા બે પરિયડ વચ્ચે પણ યાદ રાખીને પાણી પી લેવું
- જમીને થોડા સમય બાદ તેમજ રાત્રે સુતા પહેલા પાણી જરૂર પી લેવું.
- સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવુ ફાયદાકારક છે તો ત્યારે પણ પાણી પીશો ને ?
- અને હા જો કયારેક શરદી ખાંસી થઈ હોય અને મમ્મી ગરમ પાણી પીવાનું કહે તો એ પણ પીજો હો... કારણ ગરમ પાણી પણ ખુબ ફાયદો કરે છે.
જો ફ્રેન્ડસ સમજી ગયાને ? પાણી પીવાનું ભૂલતા નહીં હો...  Drink Water And Stay Healthy... OK Friends. જો તમારે આ વિશે કંઈ કહેવું હોય તો  Kids Clubમાં Whatsapp કરી શકશો.....Bye...Bye... આટલું પાણી બાળકોએ પીવું જોઇએ...
બાળકની ઉમર ખોરાક તથા અન્ય પદાર્થ સાથે ફકત પ્રવાહી તથા પાણી
4 થી 8 વર્ષ 1.5 લિટર 1 થી 1.5 લિટર
9 થી 13 વર્ષ 1.9 લિટર 1 થી 1.5
9 થી 13 વર્ષ 2 લિટર 1.5 થી 2.00