‘જિયો’ની પેમેન્ટ બેન્ક સેવાના છેલ્લા 3 દિવસ!


નવી દિલ્હી: રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને પોતાની એક સર્વિસ બંધ કરવાની જાણકારી આપી રહી છે. જિયોએ પોતાના પેમેન્ટ બેંક સેવા ઉંશજ્ઞ ખજ્ઞક્ષયુને 27 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે જીઓના ગ્રાહકોને મોબાઈલ વોલેટ સેવા(મોબાઈલ વોલેટથી પૈસા ટ્રાન્સફર) 27મી ફેબ્રુઆરીથી આપવામાં આવશે નહીં. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ગાઈડલાઈન બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. પૈસા ટ્રાન્સફર કરવાની આ સુવિધા માત્ર 26મી ફેબ્રુઆરી સુધી જ મળશે. જો કે વોલેટના બીજા કામ પહેલાની જેમ જ કરી શકશો. તેમાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ ઉપરાંત જિયોએ ગ્રાહકોને એલર્ટ કરતાં કહ્યું છે કે ગ્રાહક 26 ફેબ્રુઆરી સુધી જિયો વોલેટમાં પડેલા પોતાના રૂપિયાને બેંકમાં ટ્રાન્સફર કરી લે કેમ કે બાદમાં એમને કોઇ પરેશાનીનો સામનો કરવો પડે નહીં. બાદમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કેટલીક ફી ચુકવવી પડશે. ઉલ્લેખનિય છે કે રિલાયન્સ જીયો ઝડપથી પોતાની નવી પેમેન્ટ બેંક શરૂ કરવા જઈ રહી છે. માનવામાં આવે છે કે તે જીયો પેમેન્ટ બેંકથી પૈસા આરામથી ટ્રાન્સફર થઈ શકશે. પણ કંપનીએ એ નથી જણાવ્યું કે પેમેન્ટ બેંક ક્યારથી કામ કરવું શરૂ કરી દેશે.