કતલખાનામાં દરોડા કેમ નહીં? કોના ચાલે છે હપ્તા !

મહાપાલિકાના તંત્ર કાયદાને ઘોળીને
પી ગયું શું છે કાયદો? શું છે સજાની જોગવાઈ? વિસ્તૃત અહેવાલ રાજકોટ, તા. 23
રાજકોટમાં ગેરકાયદે કતલખાનાએ ઠેર ઠેર ધમધમાટ ચાલુ છે છતાંય મહાપાલીકા તંત્ર કેમ દરોડા નથી પાડતુ કોના હપ્તા ચાલે છે તંત્રએ માત્ર નાટક માટે નોનવેજ રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યુ પણ મૂળ સુધી ડેમ પહોંચી શકતી નથી રાજકોટમાં ધમધમી રહેલા કતલખાનામાં નીચેથી ઉપર સુધી ચાલતી ભાગ બટાઈના કારણે કતલખાઓનો કારણે કારોબાર ચાલી રહ્યો છે.
કતલખાનામાં મૃત વ્યકિતઓના નામે લાયસન્સ રીન્યુ થઈ રહ્યા છે મોટા ભાગનાં કતલખાનાં ગેરકાયદે છે, નિયમોની ફાઈલ ગુમ થઈ ગઈ છે છતાંય મહાપાલીકાના સેનાપતિ બંછાનીધી પાની કેમ કોઈ તપાસનાં આદેશ નથી આપતાં, કોના ડરથી ‘પાની’ જીવોની હત્યાનો ખેલ જોવે છે?
કતલખાના સામે અમારો કોઈ વિરોધ નથી પણ રૂપિયા લઈ ગેરકાયદે કતલ કરાવનાર સિસ્ટમ સામે અમારો વિરોધ છે અને જયાં સુધી તંત્રએ બંધ નહીં કરાવે ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે, તંત્રની આંખ ખોલવાનો પ્રવાસ સતત ચાલુ જ રાખશું.
કતલખાનાનાં અનેક કાયદાઓ છે પણ મહાપાલીકાનું આખું તંત્ર કાયદાને ઘોળીને પી ગયું છે, રાજકોટ મહાપાલીકાનું તંત્ર સામાન્ય રેંકડી ધારકોને રોજ હેરાન પરેશાન કરી રહ્યું છે, ફૂટપાટ ઉપર ધંધો કરતાં લોકોની રેંકડીઓ જપ્ત કરી રહ્યું છે ત્યારે ઈંડાઓની રેંકડીઓ કેમ સલામત છે.
‘ગુજરાત મિરર’ ટીમે રાજકોટની બજારોમાં કતલખાના કયાં ગેરકાયદે ચાલે છે તેની રૂબરૂ તપાસ કરતાં અનેક સ્થળે જાહેરમાં કુકડા કપાતા હતા થડાઓ ઉપર માંસ-મટનનો જથ્થો ખુલ્લામાં પડયો હતો, ગ્રાહકો આવતા જતા હતા ધમધોકાર વેચાણ ચાલતુ હતું માયકાંગલુ, નિર્મલ્ય, ડરપોક અને આત્મા વગરની લાશ જેવું નિભંર તંત્ર છડેચોક થતાં કાયદાના આ ઉલ્લંધનને નિભાવતુ રહ્યું છે ડરપોક તંત્રના કારણે રાજકોટ શહેરમાં કતલખાનાઓ ધમધમાટ બેરોકટોક ચાલુ છે પૈસા લઈને ખરીદી જતાં અધિકારીઓ ખરીદાય ગયા છે, નજર સામે, ખુલ્લેઆમ કે ગેરકાયદે કતલખાના કેમ બંધ નથી કરવાના તેનાથી જાનવર પ્રેમીઓમાં રોષની લાગણી ઉભી
થઈ છે. કતલ ખાનામાં મકાન કેવા જોઈએ
યોગ્ય પ્રવેશવાળુ
યોગ્ય છાપરૂ
બે મીટરની ઉંચાઈ સુધી ગ્લોઝ ટાઈટલ અથવા સહેલાઈથી ધોઈ શકાય તેવી દિવાલો તેમજ મજબૂત સામાન સાથેનું અંદરનું બાંધકામ
56 ડીગ્રીના ઢાળ સાથે બારીઓ, જમીનથી 1200 મીમી ઉંચે તેમજ યોગ્ય હવાની અવર-જવર
1500 મીમીના ઉંચાઈ તથા પહોળાઈવાળા ધૂળ ન ચોંટે તેવા સામાનવાળા તેમજ જીવાત ન લેગે તેવા દરવાજા
તડકા વિગેરેની રક્ષણ માટે દરેક બારી-દરવાજા હોવા જોઈએ.
મચ્છરોનો ઉપદ્રવ રોકવા પંખા, હવા બારી
ઉંદર, ખીસકોલી જેવા કોતરી ખાતા પ્રાણીઓથી સુરક્ષા માટે પાકી દિવાલ. કમિશ્ર્નર પાની કેમ તપાસના આદેશ નથી આપતા?
કોના ડરથી જીવોની હત્યા જોવે છે? કામદારો શું કરવું
18 વર્ષની ઉમરના, તંદુરસ્તી કામદારો જેઓ મહાપાલીકા અથવા સ્થાનિક સંસ્થાનો યોગ્ય પરવાનો (પ્રમાણપત્ર-લાયસન્સ) ધરાવતા હોવા જરૂરી છે. કતલ કેમ કરવી
કોઈ પણ પશુની નજર સામે કતલ કરવી નહી.
પશુની બેશુદ્ધિ, માવજત કે સારવાર માટે દરેક પ્રવતિ કાર્ય માટે અલગ વ્યવસ્થા
લોહીના ખાબોચીયા ન ભરાય તે માટે વ્યવસ્થા કરવી.
મૃતદેહની સાફ-સફાઈ જમીન પર કરવી નહીં
જાનવરની ખાલ કે ચામડું તાત્કાલીક મોકલવાની વ્યવસ્થા કરવી.
 મૃતદેહની સાફ-સુફી માટે પૂરતું પાણી હોવું જરૂરી છે. નિયમોનું ઉલ્લંધન કરે તો શું છે સજાની જોગવાઈ
કતલખાનામાં કોઈ નિયમોનું પાણી ન કરે તો આઈપીસી કલમ નં.429 મુજબ 5 વર્ષની સજાની જોગવાઈ છે.
આઈપીસી કલમ નં.269 મુજબ કતલ થયેલ માંસ વાસી છે કે રોગ જન્ય છે કે નહીં તેનો નિત્ય પુરાવો જોઈએ મહાપાલીકાએ ચેકીંગ કરવું જોઈએ જો આમાં કસાઈ દોષીત પુરવાર થાય તો 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
આઈપીસી કલમ નં.295 અહીંસાવાદીઓની ધાર્મિક લાગણી દુભાવાથી આ કલમ લાગુ પાડી શકાય છે જો જાહેરમાં પ્રવૃતિ થતી હોય તો ગુનો બને છે પશુ સંરક્ષણધારો 1965 મુજબ 6 માસની જેલની સજાની જોગવાઈ છે. મેયર, સ્ટે.ચેરમેન, ધારાસભ્યો, સાંસદ ભાજપના છતાંય કેમ મૌન
રાજકોટમાં મોટા ભાગનાં ગેરકાયદે કતલખાનાઓ ધમધમાટ ચાલુ છે. ત્યારે મહાપાલીકામાં મેયર, સ્ટે.ચેરમેન અને ડે.મેયર, સાંસદ, ધારાસભ્યો ભાજપનાં જ છે છતાંય નિર્દોષ પશુઓની રોજ ગેરકાયદે કતલ કેમ અટકાવી શકતા નથી. હાઈકોર્ટના નિયમો તોડવામાં આવે છે છતાંય શાસકો આ મુદ્દે કેમ મૌની બાબા બની ગયા છે? ભીલવાસમાં જાહેરમાં લોકોની લાગણી
દુભાય છે: તંત્ર મંજીરા વગાડે છે
 ભીલવાસમાં કતલ માટેના પશુઓને ખુલ્લા મુકાય છે જયાંથી લાખો અવર-જવર કરે છે લોકો રોજ જોવે છે અને જીવ બાળે છે.
 નાના પાડાની કતલ ગેરકાયદેસર છે છતા રોજ કતલ થાય છે.
 ભીલવાસની ડોલી રેન્ટોરન્ટ (મટન) અને કતલખાના પાસે બીપીએમસી એકટ મુજબની પરવાનગી છે.   કતલખાના સામે વિરોધ નથી પણ રૂપિયા લઈ ગેરકાયદે કતલ કરાવનાર સિસ્ટમ સામે વિરોધ રાજકોટમાં એક જ કતલખાનું કાયદેસરની માન્યતા ધરાવે છે
રાજકોટમાં માત્ર એક જ કતલખાનું કાયદેસરની માન્યતા ધરાવે છે છતાંય ગેરકાયદે કતલખાનાઓ મોચી બજાર, જંગલેશ્ર્વર, ભગવતીપરા, થોરાળા, કોઠારીયા સોલવન્ટ સહીત અનેક સ્થળે જાહેરમાં ચાલતા કતલખાનાઓ ગેરકાયદે છે તો તે કોની મંજુરીથી ચાલે છે. પોલીસ પગલા
ન લે કે આંખ મિચામણા કરે એ પણ ગૂનો જ ગણાય
માંસ-મટનનું વેચાણ ગેરકાયદે હોય તો પોલીસની કોઈ જવાબદારી જ ન રહે એવું નથી ગેરકાયદે ચાલતાં કતલખાના સામે પોલીસને જાણ થાય તો તે પોલીસે એ કૃત્ય બંધ કરાવવું જોઈએ અને જરૂરી કાનુની પગલા લેવા જોઈએ રાજકોટમાં કાયદાનું ઉલ્લંધન થઈ રહ્યું છે એ કદાચ પોલીસને ખબર જ ન હોય તે પણ એક ચિંતાજનક બાબત છે. 2001 પછી કતલખાનાનાં શું છે નિયમો
પરવાનગી અથવા અધિકૃત જગ્યા સિવાય કતલ થઈ શકે નહીં
ગર્ભધારણ કરેલ, ત્રણ માસથી નાની સંતતિ ધારણ કરનાર કે વેટરનરી ડોકટર દ્વારા પ્રમાણીક ન કરેલ હોય તેના પર નિયંત્રણ રહેશે.
વેટરનરી ડોકટર દ્વારા તપાસ, એક કલાકમાં 12 કરતાં વધારે નહીં તેમજ તંદુરસ્તીનું પ્રમાણપત્ર જરૂરી.
ઢોર ઉતારણ માટે યોગ્ય ઢાળ બનાવવો જરૂરી
નાના પશુઓ માટે 1.6 ચોરસ મીટર અને મોટા પશુઓ માટે 2.8 ચોરસ મીટર જગ્યા, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા સાથે કરવી. કતલખાનામાં શું છે નિયમો
પશું સંરક્ષણ ધારો 1059 કલમ નંબર 5-6-8 અધિકૃત પશુ ડોકટરના સર્ટીફીકેટ બાદ જ પશુઓની કતલ થઈ શકે.
પશુ, ગૌવંશ ન હોવુ જોઈએ
પશુ સંપૂર્ણ પણે બીન ઉત્પાદક હોવું જોઈએ.
અધિકૃત પરવાનાઓ જરૂરી એન.ઓ.સી. બાદ જ કતલ થઈ શકે.
મહાપાલીકાની પરવાનગી હોવી જોઈએ.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું એન.ઓ.સી.
કલેકટરની પરવાનગી (કાયમી)
(રાજકોટમાં આ નિયમોનું કયાંય પાલન કરવામાં આવતું નથી) પ્રાણી નિર્દયતા અંગેના શું છે કાયદો
ડોકટરના પ્રમાણપત્ર વગર પશુઓની કતલ થઈ શકે નહીં.
માન્ય અથવા પરવાનાવાળા કતલખાના સિવાય પ્રાણીઓની કતલ થઈ શકશે નહીં.
પશુઓને આરામથી નિયમ પ્રમાણે જગ્યા હોવી જોઈએ
કતલ પહેલા દવા કે કોઈ પણ પ્રકારના ઈજેકશન આપવા નહીં.
રાજકોટમાં નિયમોનો ઉલાળીયો, કયાંય તપાસ કરવામાં આવતી નથી માયકાંગલુ, નિર્માલ્ય, ડરપોક અને આત્મા વગરની લાશ જેવું નિર્જીવ તંત્ર છડેચોક ગેરકાયદે જીવોની કતલ કેમ નિહાળી રહ્યું છે ?