નવાઝ શરીફની પક્ષ પ્રમુખ પદેથી હકાલપટ્ટી


ઇસ્લામાબાદ તા, 22
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને પાર્ટીના પ્રમુખ પદેથી દૂર કર્યા છે. નવાઝ શરીફ અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપ છે. અત્યાર સુધી તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રમુખ પદ પર હતા. ગત વર્ષે તા. 3 ઓક્ટોબરના રોજ બીજી વખતે તેની પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી હતી. નવાઝ શરીફ સામે અવામી મુસ્લિમ લીગના પ્રમુખ શેખ રશીદ અહમદએ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. અહમદનું કહેવું છે કે,પીએમએલનો આ નિર્ણય બંધારણની વિરુદ્ધમાં છે.
જે નેતાને સુપ્રીમ કોર્ટ પહેલા જ પક્ષના પ્રમુખ પદેથી હટાવી દીધા હોય તે નેતાને ફરીથી પક્ષનું પ્રમુખ પદ કેવી રીતે આપી શકાય? પનામા પેપલ લીક કેસમાં નવાઝ શરીફ પર આરોપ લાગ્યા હતા. તા.28 જુલાઇ પનામા પેપર લીક મુદ્દે નવાઝ શરીફનું નામ આવતા તેમને સાંસદ પદ ગુમાવ્યું હતું. આ કારણે તેને વડા પ્રધાનપદ અને પક્ષનું પ્રમુખ પદ છોડવું પડયું હતું. નવાઝ શરીફે આ કેસમાં સેના અને ન્યાયપાલિકા પર આક્ષેપો કર્યા હતા અને વાત ખોટી છે એવી સ્પષ્ટતા કરી હતી. સેનાએ પોતાના પર કાવતરુ ઘડયું છે એ આરોપ મૂકયો હતો.