ખાનગી હોસ્પિટલો અને દવા ઉત્પાદક કંપનીઓનું તોતિંગ કૌભાંડ થયું જાહેર !

નવીદિૃલ્હી, તા. ૨૧
પ્રાઇવેટ હોસ્પિટલ સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દૃાફાશ થયો છે. આમા જાણવા મળ્યું છે કે, આ હોસ્પિટલ દૃવાઓ અને ડાયગ્નોસ્ટિકના નામ ઉપર ૧૨૦૦ ટકા સુધી નફો મેળવી રહૃાા છે. આ ખુલાસો ન્ોશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇિંઝગ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. આના માટે દિૃલ્હી અન્ો એનસીઆરની ચાર મોટી ખાનગી હોસ્પિટલની બિલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવેલા કોઇપણ દૃર્દૃીના જે કુલ બિલ બન્ો છે ત્ોમાં ૪૬ ટકા ખર્ચ દૃવા અને ડાયગ્નોસ્ટિક ઉપર થાય છે. આજે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના ફાયદૃા દૃવા બનાવનારનો નહીં બલ્કે હોસ્પિટલનો થાય છે. ન્ોશનલ ફાર્મા પ્રાઇિંઝગ ઓથોરિટીના કહેવા મુજબ આવું એટલા માટે થાય છે કે, પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની રીત્ો દૃવાઓ ઉપર વધારે રેટ પ્રિન્ટ કરાવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ મોટાભાગની એવી દૃવાઓ લખે જે ત્ોમની ઓળખીતી અથવા તો ઓળખવાળી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દૃર્દૃી અને ત્ોના પરિવારના સભ્યો આ પ્રકારની દૃવાઓ અન્ય જગ્યાએથી ખરીદૃી શકતા નથી. હોસ્પિટલ ફાર્માસિસ્ટ કંપનીઓ ઉપર દૃબાણ લાવે છે પરંતુ ત્ોની અસર ખુબ ઓછી દૃેખાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દૃર્દૃી અન્ો ત્ોમના પરિવારના સભ્યો આવી સ્થિતિમાં જંગી નાણા ચુકવવા માટે મજબ્ાૂર રહે છે. ન્ોશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇિંઝગ ઓથોરિટી આ તપાસ ચોક્કસ કારણોસર કરી છે. કારણ કે, હાલમાં જ ખાનગી હોસ્પિટલો ઉપર કેટલીક વખત વધારે બિલ વસુલવાના આક્ષેપો થતા રહૃાા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ ઇન્જેક્શન હોસ્પિટલન્ો છ રૂપિયામાં પડે છે તો ત્ો ઇન્જેક્શનન્ો હોસ્પિટલ ૧૦૬ રૂપિયામાં આપ્ો છે અન્ો આનો લાભ ૧૭૩૭ ટકા સુધી થઇ જાય છે.