TIPS FROM MOM

* પનીરને તાજું રાખવા માટે મલમલના કપડામાં બાંધી દેવું તથા વીનેગાર ના થોડા ટીપા મિક્સ કરી દેવા.
* સુકામેવાને સમારતા પહેલા ફ્રીઝરમાં મૂકી દો તથા સમારતા પહેલાં છરીને ગરમ પાણીમાં બોળી સમારવાથી ભૂકો થતો નથી.
* કિસમિસ કડક થઈ ગઈ હોય તો તેના પર ગરમ પાણી રેડી ભીનું કપડું મૂકી દો.
* લવિંગ, તજ, ધાણા તથા જીરું શેકી મિક્સ કરી પીસીને રાખી દો દાળ શાકમાં ઉમેરવાથી સ્વાદિષ્ટ બનશે.
* સફેદ તલ લીલા મરચા તથા જીરુને પલાળી સુકીભાજીમાં નાખવાથી સ્વાદ સારો બને છે.
* આદુ મરચાની પેસ્ટ પીસીને ફ્રિઝરમાં રાખી મૂકવી જેથી શક્ષતફિંક્ષિં કોઈપણ વાનગીમાં નાખી શકાય.
* ભાખરીને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બનાવવા તેમાં ઘઉંના લોટની સાથે રવો અથવા ઘઉંનો કરકરો લોટ અને સહેજ ચણાનો લોટ ઉમેરી શકાય
* ભાતને છૂટો અને સફેદ કરવા ચડવા આવે એટલે તેમાં લીંબુ નીચોવી દેવું તથા ઉકળતા પાણીમાં તજ લવિંગ નાખવાથી સોડમ પણ સારી આવશે.
* સૂપ ઘટ્ટ કરવા ઠંડા પાણીમાં કોર્નફલોર મિક્સ કરી ઉમેરી શકાય તેમજ બટેટાને બાફી છૂંદો કરીને પણ ઉમેરી શકાય.