જામનગરમાં હીચકારી ઘટના: બાળકી 5ર દુષ્કર્મ આચરી હત્યા


જામનગર,તા.14
જામનગરના કૃષ્ણનગરમાં રહેતી એક બાળકીને આજે સવારે તેણીના સાવકી માતાના પુત્ર અને અન્ય સંબંધી મૃત્યુ પામેલી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં લાવ્યા હતા.
બાદમા તપાસમા સાવકા ભાઇ એ જ દુષ્કર્મ કરી હત્યા નીપજાવ્યાની આશંકા ખુલતા ચકચાર મચી જવા પામી છે.જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી નં.4માં રહેતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીનો સોળ વર્ષનો પુત્ર શિવમ અને તેમના સંબંધી ભરતભાઈ ખીમજીભાઈ મથ્થર ગઇકાલે સવારે સાતેક વાગ્યે નવ વર્ષની ઈશુબેન ચેતનભાઈ નામની બાળકીને બેશુદ્ધ જેવી હાલતમાં રીક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈને આવ્યા હતા.
આ બાળકીના શ્ર્વાાસ અટકી ગયા હોવાનું જાણી તેણીને તાત્કાલિક ફરજ પરના સીએમઓ સમક્ષ લઈ જવામાં આવી હતી. જ્યારે જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ આહિર તથા મગનભાઈ ચનિયારા પણ તાત્કાલિક દોડી ગયા હતા.
આ તરૃણના નિવેદનથી વહેમાયેલા બન્ને પોલીસ કર્મચારીઓએ શિવમને વધુ પૂછપરછ કરતા તેના જણાવ્યા મુજબ પિતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીએ કરેલા પ્રથમ લગ્નના પત્ની પૂજાબેનના પુત્ર શિવમને નેહલ નામની બહેન હોવાનું આ તરૃણે જણાવ્યું છે. તે દરમ્યાન પૂજાબેનનું અવસાન થતા પિતા ચેતનભાઈએ થોડા વર્ષ પહેલા પરપ્રાંતમાં રહેતા શહેનાઝબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતાજે ફરાર છે.પી.આઇ.સક્સેના ની તપાસમા સાવકોભાઇ જ આરોપી નીકળ્યો છે.
તેને જ દુષ્કર્મ કરી હત્યા કરી છે તેમ સતાવાર સુત્રો એ જણાવ્યુ છે.પરંતુ પોલીસ સ્ટેશન ની ઓફીશયલ યાદીમા હજુ આરોપી સગીર હોઇ આરોપી જાહેર કર્યો નથી. કેમકે ફરાર માતા ઉપર પણ શંકા છે.