કાલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ


રાજકોટ તા,14
દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં ગુરુવાર-શુક્રવાર તા.15/16 ફેબ્રુઆરીએ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં ગુરુવારની મોડી રાત હોય કોઇપણ સ્થળે ગ્રહણનો નજારો જોઇ શકશે નહી. ખગોળ વૈજ્ઞાનિકોએ દક્ષિણ અમેરીકામાં માનવકલ્યાણી સોંશધનો માટે પડાવ નાખી દીધો છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો બનાવ્યા છે.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યૂં કે સંવન 2074 માધ કૃષ્ણપક્ષ અમાસને ગુરુવાર તા.15મી ફેબ્રુઆરી કુંભ રાશી અને ઘનીષ્ઠા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. આ ગ્રહણ દક્ષિણ અમેરીકા પેસેફીક મહાસાગર, એટલાંટીક મહાસાગર, એન્ટાર્કટીકામાં અદ્ભુત અવકાશી નજારો જોવા મળવાનો છે.
ભૂમંડલે ખગોળીય ચમત્કૃતિ ભારતીય સમયાનુસાર ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 24 કલાક 25 મિનિટ 44 સેક્ધડ, ગ્રહણ મધ્ય: 26 કલાક 21 મિનિટ 12 સેક્ધડ, ગ્રહણ મોક્ષ 28 કલાક 16 મિનિટ 56 સેકેન્ડ, ગ્રહણ ગ્રાસમાન 0.599, વિદેશમાં આશરે 4 કલાકનું ગ્રહણનો નજારો જોવા મળશે.
આ વર્ષનું પહેલુ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો જોવામાં ભારતના લોકો વંચીત રહેવાના છે. ભારતમાં મોડીરાતથી વહેલી પરોઢ સુધીમાં ગ્રહણ સમાપ્ત થવાનું હોય લોકો જોઇ શકશે નહી. ગ્રહણનો નજારો નિહાળવા તથા માનવ કલ્યાણકારી સંશોધનો માટે વૈજ્ઞાનિકોએ દક્ષિણ અમેરીકામાં આખરીપડાવ નાખી દીધો છે. વિજ્ઞાનના ઉપકરણોથી પૃથ્વીથી સજીવ સૃષ્ટિ ઉપર ગ્રહણના પ્રભાવની કેટલી અસરો પડે છે તે જાણવા સતત પ્રયત્નશીલ હોય છે. વિજ્ઞાને વર્ષો પહેલા ગ્રહો કે ગ્રહણોની માનવજીવન ઉપર કશી જ અસર થતી નથી તે સાબીત કરી આપ્યું છે. આગામી વર્ષો પછી વર્તમાન પૂનમ-અમાસે જે ગ્રહણો જોવા મળે છે. તેનો સાથ છોડી દેવાના છે ગમે તે દિવસે ગ્રહણ ભાવી પેઢી જોઇ શકવાના છે વૈજ્ઞાનિકોે અવકાશી સૂર્ય તારાનું આયુષ્ય પણ નક્કી કરી દીધુ છે.
રાજયમાં વિજ્ઞાન જાથાની રાજય કચેરી અને પ્રાદેશીક કચેરી તેની શાખાઓ દાયકાઓથી વૈજ્ઞાનીક દ્રષ્ટિકોણ-અભિગમ માટે સતત પ્રયત્નો સાથે સંઘર્ષ કરી લોકજાગૃતિના કાર્યક્રમો આપે છે. ભારતમાં સદીઓ જુની ગેરમાન્યતા કુરીવાજો, પરંપરાઓ, ખોટા વિચારો વિજ્ઞાન સમજ-દ્રષ્ટિ માટે જાથા દેશભરમાં સતત પ્રયત્નો કરે છે. લોકોનું સુખમય જીવન કેમ બને તે માટે માહિતગાર કરવામાં આવે છે.
દક્ષિણ અમેરીકામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળવા ઉપકરણો વૈજ્ઞાનિક ચશ્મા શહેરોમાં પહોંચી ગયો છે નરી આંખે સૂર્યગ્રહણ જોવું આંખની દ્રષ્ટી માટે હિતાવહ નથી. વિજ્ઞાન ઉપકરણથી ગમે તેટલો સમય ગ્રહણ જોઇ શકાય છે.