મધરાતે અંતિમ પ્રહરની મહાપૂજા-આરતીમાં સોમનાથ મંદિર ભરચક્ક

મહામૃત્યુંજય મંત્રની મ્યુઝિક થેરાપી દ્વારા સાત રોગોની મંદિરમાં અપાઈ સારવાર ક્ષ દિવસભર ધ્વજારોહણ, મહાપૂજા, આરતી, લઘુરુદ્ર અભિષેક સહિતનાં કાર્યક્રમો યોજાયા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોના ત્રિવેણી સંગમ સાથે શિવરાત્રીની ભાવભેર ઉજવણી
દેશ-વિદેશમાંથી ઊમટેલા લાખો ભાવિકોની સુરક્ષા માટે રખાયો ચુસ્ત બંદોબસ્ત
વેરાવળ તા,14
મહાશિવરાત્રી એટલે મહાદેવને રીઝવવાનો પ્રસંગે પ્રથમ જયોતિલીંગ ભગવાન સોમનાથ મંદિરે ગઇ કાલે વ્હેલી સવારથી જ શિવભકતો મહાદેવને અર્પણ કરવા પુષ્પો-બીલ્વો અને પૂજા સામગ્રી સાથે ઉમટી પડેલ અને યાત્રાધામમાં ચારે તરફ શિવભકતોનો પ્રવાહ નજરે પડેલ હતો. મહાશિવરાત્રી નિમીતે સોમનાથ મંદિરના દ્વાર બે કલાક વ્હેલા સવારે ચાર કલાકે ખુલેલ તે સમયે શિવભકતોના ગગનચુંબી હર હર મહાદેવ... બમ બમ ભોલેના નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બનેલ હતું અને સવારે સાત વાગ્યે મહાદેવને પ્રાંત આરતી, મહાપૂજા થયેલ હતી. સોમનાથ મંદિર અને પરીસરમાં ભાવિકોની લાંબી કતારો દિવસભર જોવા મળેલ હતી. સોમનાથ મંદીરે મહામૃત્યુજય મંત્રના જુદા-જુદા સાત રોગોથી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી નો વિશેષ કાર્યક્રમ યોજાયેલ જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો.
મહાશિવરાત્રીના દિને ગઇ કાલે સવારે આઠ કલાકે સોમનાથ ટ્રસ્ટના અઘ્યક્ષ કેશુભાઇ પટેલ સહીતના હસ્તે નુતન ઘ્વજારોહણ કરવામાં આવેલ ત્યારબાદ સાડા આઠ કલાકે હોમાત્મક લદ્યુરૂદ પ્રારંભ અને નવ કલાકે પાલખીયાત્રા ડમરૂ અને શરણાઇના નાદ સાથે સોમનાથ મંદીર પરીસરમાં નીકળેલ હતી.
આ ઉપરાંત વેરાવળ થી પણ ભવ્ય શોભાયાત્રા ભોય સોસાયટીમાં આવેલ ભૈરવનાથ ચોક થી નીકળેલ જેમાં વિવિધ ધુન મંડળો, રાસ મંડળો જોડાયેલ અને ભવ્ય પાલખીયાત્રા નીકળેલ જેમાં ધાર્મીક ગીતોની સાથે લોકો નાચી-કુદી ઉઠેલ હતા. આ શોભાયાત્રા નીકળેલ તે સમયે રસ્તામાં અનેક સામાજીક સંસ્થાઓ, મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને ભગવાન સ્વયં નગરચર્ચાએ નીકળેલ હોય તેમ શ્રઘ્ધાળુઓએ હરખભેર પુષ્પોથી ભગવાનની કૃપા પ્રાપ્તી કરેલ હતી.
મહાશિવરાત્રીના દિને ગઇ કાલે સવારે અગીયાર વાગ્યે મઘ્યાન્હ મહાપૂજા બાદ બાર કલાકે મઘ્યાન્હ આરતીમાં મહાદેવને અર્કપુષ્પ-ગુલાબના પુ્ષ્પો અને હારનો શૃંગાર કરવામાં આવેલ અને આરતીમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો. રત્નાકર સમુદ્ર અને માનવ મહેરામણ આરતીના અંતમાં શિવભકિતમાં લીન ભાસી રહેલ હતા અને ભકતોએ શિવરાત્રીએ ઘ્વજાપૂજા, મહામૃત્યુંજય જાપ, તત્કાલ મહાપૂજા, રૂદ્વાભીષેક સહીતની પુજા કરી ધન્ય બનેલ હતા અને સાંજે ચાર થી સાડા વાગ્યા સુધી શ્રૃંગાર દર્શન બાદ છ કલાકે હોમાત્મક લદ્યુરૂદ, સાડા છ કલાકે જયોતપૂજન, સાત કલાકે સાંય આરતી બાદ મહાશિવરાત્રી દિનની મહાદેવની ખાસ ચાર પ્રહારની પૂજા-અર્ચનાનો પ્રારંભ થયેલ જેમાં પોણા આઠ વાગ્યે પ્રથમ પ્રહરનું પૂજન કરવામાં આવેલ જેમાં સાડા નવ કલાકે પ્રથમ આરતી, અગીયાર વાગ્યે દ્વીતીય પ્રહરની પૂજા અને સાડા બાર કલાકે આરતી તથા રાત્રીના પોણા ત્રણ વાગ્યે તૃતીય પ્રહર પૂજન અને સાડા ત્રણ કલાકે આરતી બાદ વ્હેલી સવારે પોણા પાંચ વાગ્યે ચતૃર્થ પ્રહર પૂજન બાદ સાડા પાંચ કલાકે ચતૃર્થ પ્રહરની આરતી કરવામાં આવેલ હતી. આ ચારેય પ્રહરની આરતીના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવભકતોએ લીધેલ હતો અને સોમનાથ મંદિર ચોવીસેય કલાક ભાવિકો માટે ખુલ્લુ રહેલ હતું. મહાશિવરાત્રીના દિને સોમનાથ મંદીરને એલ.ઇ.ડી. લાઇટીંગથી સુશોભીત કરાયેલ તેમજ અમદાવાદના ભાવિકો દ્વારા પુષ્પો હાર તોરણોથી મંદીરને સુશોભીત કરવામાં આવેલ હતું.
સોમનાથ મંદિરે સામાન્ય ભકતોથી લઇ વી.વી.આઇ.પી.ઓ શિશ ઝુકાવવા આવેલ જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પરીવારજનોએ મહાદેવની તત્કાલી મહાપૂજા તથા ઘ્વજાપૂજા કરેલ હતી. આ પ્રસંગે નિતીનભાઇ ભારદ્વાજ, વેરાવળ નગરપાલીકાના માજી ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ સહીતના જોડાયેલ હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા હાજર તમામ મહેમાનોનું સન્માન કરેલ હતું અને મહાશિવરાત્રીના દિને પ્રાત: પાલખીયાત્રાનું પૂજન અંજલીબેન રૂપાણી દ્વારા કરી યાત્રાપ્રારંભ કરવામાં આવેલ અને મહાદેવ નગર ચર્ચાએ પ્રસાર થતા હોય ત્યારે ઉત્સાહભેર ભકતો પાલખી યાત્રામાં જોડાયા હતા અને સોમનાથ મહાદેવ મંદીરે આશાપુરા માતાના મઢના પુજારી યોગેન્દ્રસિંહ રાજાબાવા, અદ્યેવાડા આશ્રમના સીતારામ બાપુ સહીતના સંતો-મહંતો સહીતના મહાદેવને શિશ ઝુકાવી ધન્ય
બનેલ હતા.
સોમનાથ મહાદેવ મંદિરે ગઇ કાલે મહાશિવરાત્રી પર્વે બ્હોળી સંખ્યામાં ભકતો આધાઘ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન પુજન કરી ધન્યતાની અનુભુતી કરેલ જેમાં મહાશિવરાત્રી પર્વે 26 જેટલી ઘ્વજા ચડાવવામાં આવેલ હતી તથા 293 બીલ્વપૂજા, 525 બ્રાહ્મણ ભોજન, 207 ગંગાજળ અભિષેક, 1929 મહામૃત્યુંજય મંત્રજાપ, 1625 રૂદાભીષેક સહીતની પૂજા-અર્ચના ભકતો દ્વારા કરવામાં આવેલ હતી.
મહાશિવરાત્રી નિમીતે ત્રણ દિવસ સુધી સોમનાથ ઉત્સવનું આયોજન સરકારના રમત-ગમત વિભાગ અને યુવા-સાંસ્કૃતીક પ્રવૃતિઓ તથા જીલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલ જેમાં ત્રણ દિવસ દરમ્યાન દરરોજ સાંજે સાત કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જુદા-જુદા કલાકારો દ્વારા ભરતનાટયમ, કથ્થક, કુચીપુડી, ભાતીગળ લોકનૃત્ય, શાસ્ત્રીનૃત્ય, રાસ-ગરબા, ડાયરો સહીતના કાર્યક્રમો રજૂ કરાયેલ અને મહાશિવરાત્રીના દિને શિવરાત્રીની રાત્રે સોમનાથ મહાદેવને સુરવંદના કરવામાં આવેલ જેમાં શિવભકતો જોડાઇ ધન્યતા અનુભવેલ હતી.
આમ, શિવરાત્રીના દિને સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં ધાર્મીક, આઘ્યાત્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમોનો ત્રીવેણી સંગમ રચાયેલ જોવા મળેલ હતો.
મહાશિવરાત્રીના દિને ગઇ કાલે સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી આધારીત સંગીતના સાત રાગોમાં મહામૃત્યુંજય મંત્રથી તન-મન ની શાંતીની અલૌકીક અનુભુતી સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતા અદભુત કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથી કલાકારો દ્વારા પ્રસ્તૃત કરાયેલ જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો.
શિવરાત્રીના દિને સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા દુર-દુરથી આવતા ભાવિકો માટે જુદી-જુદી સંસ્થાઓ અને મંડળો દ્વારા ભંડારાઓનું આયોજન કરાયેલ જેમાં ઉત્તરપ્રદેશના અલીગઢના ગુપ્તા પરીવાર, હરીઓમ સેવા મંડળ, અમરેલી જીલ્લાના સાવરકુંડલાના શિવદરબાર આશ્રમના પૂ.ઉષામાંના સ્વયંસેવકો સહીતના સંસ્થાઓ દ્વારા ભંડારાઓ યોજેલ હતા જેમાં ફરાળમાં સુકીભાજી, ચેવડો, ફુટ, શીરો સહીતની પ્રસાદી વિના મુલ્યે વિતરણ કરાયેલ હતી. મહાશિવરાત્રીના દિને સોમનાથ મંદિરને ખાસ રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવેલ અને મંદિરને પણ એલ.ઇ.ડી. ની ખાસ પ્રકારની લાઇટોથી સવજાવટ કરાયેલ જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું.
મહાશિવરાત્રીની પૂર્વ રાત્રીથી જ યાત્રાધામ સોમનાથ તરફ આવતા તમામ માર્ગો પર કોઇ પગપાળા તો વાહનોમાં ભાવિકો મહાદેવને શીશ ઝુકાવવા આવતા નજરે પડતા હતા અને સોમનાથ મંદિર પરીસર સહીતના વિસ્તારમાં ચારે તરફ જનમેદની નજરે પડી રહેલ અને આ શિવભકતોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જીલ્લા પોલીસ વડા હીતેશ જોઇસર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેમાં મંદીરમાં ડી.વાય.એસ.પી. 3, પી.આઇ. 4, 8 પી.એસ.આઇ., 150 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ, 100 એસ.આર.પી. અને જી.આઇ.ડી. તેમજ સોમનાથ મંદીરના સીકયુરીટી સહીતના બંદોબસ્તમાં જોડાયેલ હતા.
વેરાવળ-પાટણ શહેરમાં આવેલા જુદા-જુદા શિવ મંદિરોએ ગઇ કાલે મહાશિવરાત્રીના દિને શિવભકતોએ પૂજા-અર્ચના કરી શિવઆરાધના કરેલ હતી.