રીઅલ વેલેન્ટાઈન-લવ

 કેમરૂનના ફોટોગ્રાફર જો-આને મેકારથૂરે લીધેલી આ તસવીર ‘વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફ ઓફ ધ યર’ તરીકે પસંદ પામ્યો છે. જેમાં એક માદા ગોરિલા એવી વ્યક્તિને આલિંગન કરી રહી છે જેમણે છેલ્લી ઘડીએ તેનો (રાધર, તેણીનો) જીવ બચાવ્યો હતો. વાસ્તવમાં પિકિન નામની આ માદા ગોરિલાને રાંધીને ખાઈ જવા વેચી દેવામાં આવી હતી. 50,000 જેટલા ફોટામાંથી પસંદ કરાયેલા 24 પૈકી આ ફોટાને આખરે ‘વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફ ઓફ ધ યર’ તરીકે પસંદ પામ્યો હતો. યોગાનુયોગ આજે વેલેન્ટાઈન-ડે છે. આનું નામ પ્રેમ ! ‘જીવદયા’ની આ ઉત્તમ સેવા બાદ પોતાની કારમાં બેસાડી એ વ્યક્તિ માદા ગોરિલાને જંગલમાં સલામત છોડી આપી હતી.