મહિલા ‘લોકો પાઇલટ’: આશ્ર્ચર્ય નહી પણ આનંદની ઘટના

નાના બાળકો ટ્રેનને જોઇને હંમેશા ખુશ થાય છે નાના બાળકો આ છુક છુક ગાડીમાં બેસીને રોમાંચ અનુભવે છે. આવીજ એક બાળકીએ નાનપણમાં ટ્રેનને જોઇને તે ચલાવવાનું સ્વપ્ન જોયું અને મોટા થઇને એ સ્વપ્ન સાકાર પણ કર્યું એ નાની બાળા હતી ભાવના ગોમે. જેનું ટ્રેન ચલાવવાનું સ્વપ્ન આજે સાકાર થયું છે.
ગુજરાતમાં તમે જો ટે્રઇનનો પ્રવાસ કરતા હોય અને ટ્રેઇન કોઇ મહિલા ચલાવતી હોય તો આશ્ર્ચર્ય ન પામતા કારણ કે સરિતા ખુશ્વાહ અને ભાવના ગોમે પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં લોકો પાઇલોટ તરીકે
કાર્યરત છે.
સરિતાની વાત કરીએ તો એક વખત રેડીયો કાર્યક્રમમાં દેશની પ્રથમ મહિલા લોકો પાયલોટની વાત સાંભળી આ ફિલ્ડમાં આવવાનું વિચાર્યું.
લોકો પાઇલોટ બનવા માટે ટ્રેઇનીંગ લેવાની હોય છે તે ટ્રેઇનીંગ બન્નેએ રતલામ અને ઉદયપુર ખાતે લીધી. ટ્રેઇન ચલાવતી વેળાએ શું કાળજી રાખવી પડે છે તેની વાત કરતા સરિતા ખુશ્વાહે જણાવ્યું કે બહું જ એલર્ટ રહેવુ પડે છે. કયારેક ઇમર્જન્સી હોય ત્યારે ત્વરીત નિર્ણય લઇ કાર્ય કરવું પડે છે. પુરૂષોના અધિપત્ય વાળા ક્ષેત્રમાં કાર્ય કરવાના અનુભવ વિશે કહે છે બધાજ લોકો ખુબ સહકાર આપે છે. અને બધાથી કઇંક અલગ આ કાર્ય કરવાનો આનંદ અલગ છે 2015માં જોઇન થયેલ ભાવના ગોમે કે જે આસીટન્ટ ‘લોકો પાઇલોટ’ તરીકે કાર્ય કરે છે તેણે પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યુ કે ટ્રેઇન ચલાવવાનું પોતાનું સ્વપ્ન પુરૂ થયુ છે. પરંતુ જ્યારે ટ્રેઇન ચલાવે છે ત્યારે જવાબદારી સાથે કાર્ય કરવુ પડે છે. અને એમાં પણ જ્યારે નાઇટ ડ્યુટી હોય ત્યારે ખરી કસોટી થાય છે. ઉપરાંત પુરૂષોના આ ફિલ્ડમાં પોતાનો અનુભવ જણાવતા કહે છે એવી કોઇ મુશ્કેલી કે પ્રશ્ર્ન નથી જે મહિલાઓ સોલ્વ ન કરી શકે. રાજકોટ ડિવિઝનલ મેનેજર પ્રભાકર નીનાવેએ પણ જણાવ્યું હતું કે બન્ને ખુબ ગંભીરતાથી પોતાનું કાર્ય કરે છે તેનો આનંદ છે.
આત્મવિશ્ર્વાસ અને કૌશલ્યથી ટ્રેન ચલાવતા બન્નેએ પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીએ સફળતા મેળવી છે ત્યારે કંઇક અલગ કરીને બન્નેએ પોતાના પરિવાર તથા શહેરનું નામ રોશન કર્યું છે. જુદા જ ક્ષેત્રમાં પોતાની કારકીર્દી બનાવવાથી સગાવ્હાલા પરિવારજનો પણ તેમને આત્મવિશ્ર્વાસથી કામ કરતા જોઇને ગૌરવ અનુભવે છે. આ બન્ને મહિલાઓ ટ્રેન ચલાવે છે.
પરંતુ મુંબઇનું માટુંગા રેલ્વે સ્ટેશન એવું સ્ટેશન છે જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે દરેક જગ્યાએ સફળતાપૂર્વક કાર્ય કરતી આ મહિલાઓને ખુબ ખુબ શુભેચ્છા. ટ્રેઇન ચલાવતા એલર્ટ રહેવું જરૂરી છે
મધ્યપ્રદેશના સિવની ગામના વતની મહેશ ખુશ્વાહ અને રાજેશ્ર્વરી ખુશ્વાહને 3 દીકરી નીલુ, પ્રિયંકા અને સરિતા તથા પુત્ર હીરેન છે જેમાંથી સરિતા ખુશ્વાહ કે જેણે ડિપ્લોમા ઇલેક્ટ્રીકલ કરી બીએસસી કરી લોકો પાઇલટ બનવાનું નક્કી કર્યું 2011થી ટ્રેઇન ચલાવતા સરિતાની સૌથી લાંબી યાત્રા રાજકોટથી ઓખાની છે. તેમજ ગુડ્સ અને પેસેન્જર ટ્રેન બન્ને ચલાવે છે.
મહિલાઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે દૃઢવિશ્ર્વાસ અને પરિશ્રમ વડે કરેલું કાર્ય કયારેય નિષ્ફળ જતુ નથી એક ગોલ
નક્કી કરો અને તે મેળવવા પ્રયત્નશીલ બનો. પોતાના ભવિષ્યનું સ્વપ્ન છે.
રાજધાની, શતાબ્દી ટ્રેન ચલાવવી અને બીજી મહિલાઓ પણ આ ફિલ્ડમાં આવે તેને ટ્રેઇનીંગ આપવી. સરિતા ખુશ્વાહ અને ભાવના ગોમે ગુજરાતની માત્ર બે લોકો પાઇલોટ એટલે કે ટ્રેન ચાલક ટ્રેન ચલાવતા એલર્ટ રહેવું પડે છે અને ઇમર્જન્સીમાં ત્વરીત નિર્ણય શકિતનો ઉપયોગ કરવો પડે છે ‘લોકો પાઇલટ’ બનવા માટે શું કરશું
જ્યારે લોકો પાઇલટ માટે વેક્ધસી નીકળે છે ત્યારે ફોર્મ ફીલઅપ કરી મિકેનીકલ અથવા ઇલેક્ટ્રોનીક વિષયમાં બીઇ અથવા આઇટીઆઇ કરેલ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે ત્યાર બાદ એન્ટ્રન્સ એકજામમાં પાસ થઇ સિલેક્શન થાય છે. ત્યાર બાદ મેડિકલ ટેસ્ટ, સાઇકો ટેસ્ટ, વગેરે પસાર કર્યા બાદ ટ્રેનીંગ આપવામાં આવે છે. પગારધોરણ કલાકો પ્રમાણે જે કાર્ય કરે છે તેના પ્રમાણમાં હોય છે અને ક્રમ મુજબ પ્રમોશન પણ થાય છે. ભારતનું પ્રથમ મહિલાઓ દ્વારા સંચાલીત
લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ રેલવે સ્ટેશન
એક રેલવે સ્ટેશન એવુ છે કે જયાં તમામ કાર્ય મહિલાઓ દ્વારા થાય છે. ભારતનું સૌ પ્રથમ મહિલાઓ દ્વારા સંચાલીત રેલવે સ્ટેશન છે માટુંગા, કે જયાં 41 મહિલા કર્મચારીઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે જેને લિમ્કાબુક ઓફ રેકોડર્સમાં પણ સ્થાન મળ્યું છે.
સીઆર જનરલ મેનેજર ડીકે શર્મા દ્વારા મહિલા સશક્તિકરણના હેતુથી જુલાઈ 2017માં સ્ટેશન પર મહિલા કર્મચારીઓ તમામ વિભાગોમાં કાર્યરત હતા. જેમાં 1992માં સીઆરના મુંબઇ વિભાગમાં પ્રથમ મહિલા મદદનીશ સ્ટેશન મેનેજર બનવાની ક્ષમતા ધરાવતા કુલકર્ણી સહિત 17 ઓપરેશન્સ માટે 6 રેલવે પ્રોટેકશન ફોર્સ, 8 ટિકીટ ચેકીંગ માટે, 2 એનાઉન્સર, 2 કલેકશન માટે, પ પોઈન્ટ પર્સન.
સીઆર પ્રવકતા સુનિલ ઉદાસીએ જણાવ્યું હતું કે આ વિચાર સ્ત્રીઓ માટેનું વાતાવરણ બનાવવાનું છે. જે વ્યાવસાયીક રીતે સારી રીતે નિર્ણય લઇ શકે છે તેમણે જણાવ્યૂં હતું કે તમામ મહિલા કર્મચારીઓ ઉત્સાહ અને હકારાત્મક અભિગમ સાથે કામગીરી સંભાળે છે. મહિલાઓ આ સ્ટેશનને જવાબદારી સાથે તથા ઉત્સાહભેર સંભાળી રહી છે આ પહેલા 1988માં પ્રથમ મહિલા ડ્રાઈવર સુરેખા ભોંસલે યાદવે એક નવો વિક્રમ સ્થાપ્યો હતો. મહિલા દરેક સમસ્યા ઉકેલી શકે છે
મધ્યપ્રદેશના ઉજ્જેૈનના વતની સુરેશચંદ્ર ગોમે અને પ્રેમ ગોમેના બે દીકરા નિતીન અને ભરત તથા દીકરી ભાવના કે જેણે બીઇ એન્જીનીયરીંગ કરીને રેલ્વેમાં લોકો પાઇલટ તરીકે જોડાવવાનું નક્કી કર્યુ. ટ્રેઇનીંગ કસોટી બાદ આજે સફળતા પૂર્વક ટ્રેઇન ચલાવે છે. આજે તેના સગાસંબંધીઓ પણ આ કાર્ય માટે ગૌરવ અનુભવે છે. અને ખુશ થાય છે.
મહિલાઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે હંમેશા આત્મવિશ્ર્વાસ રાખો કોઇ પણ કામ તમે કરી શકો છે અને જીવનમાં જે તક મળે તેને ઝડપી લો સફળતા મળશેજ. પોતાના ભવિષ્યના સ્વપ્ન અંગે નાનપણનુ સ્વપ્નતો પુરૂ થયું છે હવે વધુને વધુ કલાકો ટ્રેઇન ચલાવી પ્રમોશન મેળવી રાજધાની ટ્રેઇનને ચલાવવાની ઇચ્છા છે. ‘લોકો પાઇલટ’ બનવા માટે શું કરશું
જ્યારે લોકો પાઇલટ માટે વેક્ધસી નીકળે છે ત્યારે ફોર્મ ફીલઅપ કરી મિકેનીકલ અથવા ઇલેક્ટ્રોનીક વિષયમાં બીઇ અથવા આઇટીઆઇ કરેલ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે ત્યાર બાદ એન્ટ્રન્સ એકજામમાં પાસ થઇ સિલેક્શન થાય છે. ત્યાર બાદ મેડિકલ ટેસ્ટ, સાઇકો ટેસ્ટ, વગેરે પસાર કર્યા બાદ ટ્રેનીંગ આપવામાં આવે છે. પગારધોરણ કલાકો પ્રમાણે જે કાર્ય કરે છે તેના પ્રમાણમાં હોય છે અને ક્રમ મુજબ પ્રમોશન પણ થાય છે. ઉડાન - ભાવના દોશી -