ટીપ્સ ફ્રોમ મોમ

આ રીતે બનાવો વેલેન્ટાઈનને સ્પેશિયલ
પોતાની ગમતી વ્યકિત ચાહે તે કોઇ પણ હોય વેલેન્ટાઈનને કેટલીક વાતોથી ખાસ બનાવી શકાય છે ગિફ્ટ, ચોકલેટ, ડીનર, ફલાવર વગેરે દ્વારા સેલીબ્રેશન લોકો કરે છે તેમાં કેટલીક વાતો જો ઉમેરી દેશો તો સેલીબ્રેશનમાં કેડબરી જેવી મીઠાશ ઉમેરાશે.
* ઘરને ફલાવર, કેન્ડલ, બલુન્સથી ડેકોરેટ કરી શકાય અથવા તો ઘરનો એક મનપસંદ ખુણો ડેકોરેટ કરી શકાય.
* ડાઈનીંગ ટેબલને પણ સુંદર ટેબલકલોથ, ફલાવર તેમજ ક્રીસ્ટલ બાઉલમાં ફલોટીંગ કેન્ડલ વડે પણ ડેકોરેટ કરી શકાય. તેમજ કેન્ડલ લાઈટ ડીનર પણ ગોઠવી શકાય.
* દિવાળીની જેમ લાઈટીંગ વડે પણ ઘરને સજાવી શકાય.
* એમાં પણ જો કેન્ડલ સ્પેશીયલ ફલેવર વાળી હોય તો વાતાવરણ પ્રકાશની સાથે સુંગધીદાર પણ બનશે.
* મનપસંદ ભોજન ઘરે બનાવી શકાય અથવા ફેવરીટ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવી શકાય.
* ડિનર માટે રોજ કરતા કંઇક જુદી સુંદર મજાની ક્રોકરી પણ ગોઠવી શકાય.
આમ પોતાની વ્યક્તિ માટે કંઇક ખાસ અને યાદગાર દિવસ બનાવી શકાય.