કુકિંગ ટાઈમ

સ્ટ્રોબેરી ડીલાઇટ
: સામગ્રી :
1/ર કપ સ્ટ્રોબેરી કસ્ટર્ડ
1પ0 ગ્રામ સ્ટ્રોબેરીના ટુકડા
1 કપ વ્હીપ ક્રીમ
સ્પોન્જ કેક જરૂર મુજબ
: પધ્ધતિ :
સૌપ્રથમ એક ગ્લાસમાં કેક ક્રમ્શ મુકવા. તેના ઉપર બનાવેલ સ્ટ્રોબેરી કસ્ટર્ડ મુકવું. ત્યારબાદ સ્ટ્રોબેરીના ટુકડાનું લેયર કરવું. ત્યારબાદ વ્હીપ કીમ (પાઇપીંગ બેગમાં ભરી) નું લેયર કરવું. ડેકોરેશન માટે વ્હીપ કીમ પર સ્ટ્રોબેરી ક્રશ રેડવું. એકદમ ઠંડુ કરી સર્વ કરો.
પાનટ્રફલ
: સામગ્રી :
1 કપ કોકોનેટ પાવડર
ર નંગ મસાલા પાન
મિલ્ક મેડ જરૂર મુજબ
મેલ્ટેડ ડાર્ક ચોકલેટ જરૂર મુજબ
: પધ્ધતિ :
મસાલા પાનને મિક્ષરમાં પીસી લેવા. કોકોનેટ પાવડરમાં પીસેલા પાન તેમજ જરૂર પ્રમાણે મિલ્ક મેઇડ નાખી બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરવું.
બનાવેલ મિશ્રણને મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં ડીપ કરી બટર પેપર પર રાખવું. 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા રાખવું. આ રીતે પાન ટ્રફલ બોલ્સ તૈયાર થશે.
: વેરીએશન :
1. ટ્રફલ બોલ્સ બનાવવા માટે ચોકલેટ ફલેવરના બિસ્કીટ, કોઇપણ ફલેવરની કેક લઇ ટ્રફલ બોલ્સ બનાવી શકાય.
ર. ટ્રફલ બોલ્સમાં ઉપર અલગ-અલગ સ્પ્રીંકલર્સ છાંટી કલરફુલ બનાવી શકાય.
3. વેલેન્ટાઇન ગીફટ માટે અલગ-અલગ ફલેવર્સના ટ્રફલ બોલ્સ બનાવી એટ્રેકટીવ ગીફટ બોકસમાં મુકી ગીફટ આપી શકાય.
4. ગ્લાસ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી કસ્ટર્ડની જગ્યાએ રેગ્યુલર કસ્ટર્ડ પણ લઇ શકાય.
પ. ગ્લાસ ડેઝર્ટમાં ફ્રુટસ, ડ્રાઇફ્રુટસ, અલગઅલગ લઇ શકાય છે. જેમ કે કિવિ, એપલ, પીચ, દાડમ જેવા ફ્રુટસ લઇ શકાય.
6. આ સિવાય ગ્લાસ ડેઝર્ટમાં ફ્રુટસની બદલે જાંબુ, રસગુલ્લા અથવા સ્વીટ બુંદી પણ લઇ શકાય.વ