વેલેન્ટાઈન ડે: સંબંધોને મધુર અને મજબુત બનાવવાનો મહિમા

આપણા જીવનને સ્પર્શતા દરેક સંબંધોમાં સ્નેહનું સીંચન કરીને આ દિવસે લીલાછમ્મ બનાવી શકાય  ઠંડીની મોસમ વિદાય લેવાની તૈયારી કરે, પ્રકૃતિ નવા ફળ, ફુલ, પાન વડે હરીયાળા શણગાર સજે અને આ મનમોહક ઋતુમાં માનવહૃદય રોમાંચ અનુભવે બસ આજ ઋતુ છે પ્રેમની... વસંતની અને આજ સમયમાં પશ્ર્ચિમમાં દેશોમાં મનાવવામાં આવે છે સંત વેલેન્ટાઈનની યાદમાં ‘વેલેન્ટાઈન્સ ડે’. હવે તો આપણે પણ આ પર્વનો સ્વીકાર કરી લીધો છે ત્યારે આ પર્વની ઉજવણી ફકત અમુક લોકો સુધી મર્યાદિત ન બનાવીએ. કારણ કે ‘પ્રેમ એ વ્યક્તિથી સમષ્ટિ સુધી, સ્વરથી સૃષ્ટિ સુધી અને હું થી આપણે સુધીની યાત્રા છે પ્રેમ.’ આ શબ્દો છે. જાણીતા કવિ અને સાહિત્યકાર અંકિત ત્રિવેદીના.
આપણી સંસ્કૃતિમાં પાયારૂપ સંયુકત કુટુંબ વ્યવસ્થા જયાં પ્રેમના અનેકરૂપ જોવા મળે છે. દાદા, દાદી, કાકા, કાકી, ફોઇ, મામા, માસી વગેરે શબ્દો સંબંધોની એક એવી સાંકળ રચે જે જેમાં સમગ્ર પરીવાર બંધોલો રહે છે.
આમ પ્રેમના આ પર્વ માટે આપણી પાસે કેટકેટલા સુગંધી સંબંધો છે વેલેન્ટાઈન એ પ્રેમનો તહેવાર હોવાથી આની ઉજવણી કોઇ એક વ્યક્તિ પ્રેમી કે પ્રેમીકા સુધી સિમિત રહેતો નથી. આ પર્વની શુભેચ્છા આપણે આપણા મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, દાદા, દાદી, ફ્રેન્ડ, ટીચર, પડોશી, ઓફસરના સહકર્મી, દરેકને આપી શકીએ. આપણા જીવનમાં જેટલા લોકોનો ફાળો છે એટલા લોકોને ‘હેપ્પી વેલેન્ટાઈન’ કહી શકીએ છીએ. અને હા કયારેક કોઈકની સાથે મનદુ:ખ થયુ હોય તેને સામેથી કોલ કરીને, મેસેજ કરીને કે પછી રૂબરૂ મળીને સરપ્રાઈઝ શુભેચ્છા આપીને સ્નેહનો સમંદર છલકાવી શકાય. એટલે જ આ વેલેન્ટાઈન ડે કંઇક અલગ રીતે ઉજવીને આપણા પોતીકાને વધુ પોતાના બનાવી શકીએ છીએ.
પહેલુ સગુ પાડોશી એ કહેવત અનુસાર આપણા દરેક પ્રસંગે પડોશી જ સગાની ગરજ સારે છે તો સૌ પ્રથમ તો ઘેર કાંઇક સારી વાનગી બનાવીને ડેકોરેશન કરીને વેલેન્ટાઈન વીશ કરી શકાય.
* ઓફીસમાં રોજબરોજ જેની સાથે કામ કરીએ છીએ અને દિવસનો અને જીવનનો મોટો હિસ્સો જેમની સાથે વિતાવીએ છીએ તે સહકર્મચારીઓને પણ કંઇક નાની મોટી ગીફ્ટ અથવા ટી-પાર્ટી કરાવીને અલગ સંબંધ બાંધી શકાય.
આજ રીતે સ્ટુડન્ટ પોતાના ટીચર્સને કંઇક અલગ રીતે વીશ કરી શકાય. ફ્રેન્ડ્સ અથવા તો જે ફ્રેન્ડ સાથે કંઇ મનદુ:ખ થયુ હોય તો તેને એક મસ્ત ‘જાદુ કી જપ્પી’ કે ચોકલેટ આપીને વેલેન્ટાઈન વીશ કરી શકાય.
ઘરમાં દાદા-દાદી વડીલો હોય છે તેને સરપ્રાઈઝ આપી કયાંક બહાર ગાર્ડનમાં લઇ જઇએ અથવા તો તેમની પસંદગીના તેમના મિત્રોને ઘરે બોલાવીને તેમને વેલેન્ટાઈન વીશ કરી શકાય.
* નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણી વગેરે ખટ્ટમીઠા સંબંધો છે એ જેના કંઇકને કંઇક સારી નરસી બાબતો બનતી રહે તેથી આ સંબંધને મધુર અને મજબુત બનાવવા માટે વેલેન્ટાઈન ડેથી વિશેષ કયાં દિવસ હોય શકે. ફકત લેડીઝ મેમ્બર પોતાના બાળકો સાથે શહેરમાં જ પીકનીક કે હોટેલમાં જવાનું ગોઠવી શકે.
* ઘરમાં મમ્મી સતત ફેમિલીની દેખરેખ, ઘરના કામોમાં વ્યસ્ત રહેતી હોય છે તો આ દિવસે મમ્મીને સ્પેશીયલ વેલેન્ટાઈન વીશ કરીને થેન્કસ કહી શકાય. એ જ રીતે પપ્પાને પણ વીશ કરી શકાય.
* મમ્મી પણ પોતાના દુર ભણતા દીકરા દીકરીઓને કે પછી ટુરમાં ગયેલ પોતાના પતિને કંઇક સરપ્રાઈઝ આપી વેલેન્ટાઈન યાદગાર બનાવી શકે છે.
* આ બધા ઉપરાંત પતિ, પત્ની આ દિવસે એકબીજાને વીશ કરી પ્રેમની સાંકળ મજબુત કરી શકે છે. એકબીજાને ગમતી વસ્તુ ગીફટમાં આપે આ ગીફટ ચીજવસ્તુથી લઇને મુવી, શોપીંગ કેસમય આપવાનું હોય શકે છે. એકબીજાને ખુશ કરવાનો મોકો આનાથી સારો બીજો કયો હોઇ શકે?
આમ પ્રેમભીના આ પર્વના દરેક પોતાના સંબંધોમાં સ્નેહનું સિંચન કરીને તેને લીલાછમ્મ રાખી શકે છે. ઇંફાાુ દફહયક્ષશિંક્ષય મફુ શક્ષ ફમદફક્ષભય...