જ્યાં છે સ્નેહ સંબંધનો સેતુ... ત્યાં ન રહે રાહુ કે કેતુ વેલેન્ટાઈન.. લાઈફટાઈમ

23 વર્ષની લક્ષ્મી કે જેના પર તેના એકસ બોયફ્રેન્ડે ઈર્ષાવષ એસિડથી હુમલો કર્યો હતો લક્ષ્મીનો ખુબસુરત ચહેરો કદરૂપો બની ગયો હતો અને જ્યારે તેણે કોઈના સાથની આશા છોડી દીધી હતી ત્યારે સોશ્યલ એકટીવીસ્ટ આ લોકોનો જીવનભરનો સાથ મળે છે ફકત બાહ્ય દેખાવ મહત્વનો નથી.
પ્રેમીલા કે જેણે પોલિયોના કારણે પગ ગુમાવી દીધા છે. હોસ્પિટલમાં તેની મુલાકાત વિજય સાથે થાય છે અને વિજયે પ્રેમીલાને ચાલવામાં અને જીવનમાં બન્નેમાં સાથ આપ્યો પ્રેમીલાના માતા પિતા હયાત ન હોતા અને દાદા-દાદીએ લગ્નનો વિરોધ કર્યો પરંતુ બન્ને
અડગ રહ્યા અને અંતે પરિવારજનોની સંમતિથી પરણી ગયા.
52 વર્ષના વસીમભાઈએ 12 વર્ષની તેમની ખુબસુરત બેગમ આયેશાને કીડની ડોનેટ કરી. આયેશાને જ્યારે કીડનીની બિમારીનું તારણ નીકળ્યુ અને ડોકટરો પાસે પણ બીજી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાયના રસ્તાબંધ હતા. કોઈનું બ્લડગ્રુપ મેચ થતુ ન હતુ ત્યારે પતિએ પોતાની કીડની આપી સાત ફેરાની ફરજ અદા કરી.
આ બધા જ ઉદાહરણોમાં કોઈ સામાન્ય વસ્તુ દેખાય તો તે છે પ્રેમ, લાગણી, સ્નેહ જ્યાં પ્રેમ હોય ત્યાં દુનિયાદારીની કોઈ વસ્તુ અડચરણરૂપ બનતી નથી. બાહ્યદેખાવ, કૌટુંબિક પરિસ્થિતી, જ્ઞાતિ, જાતિ કે પછી ધર્મએ પ્રેમના માર્ગમાં બાધારૂપ બનતો નથી. સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં આવી સિચ્યુએશન જોતા હોઈએ છીએ પરંતુ આજ પરિસ્થિતિ જ્યારે વ્યક્તિની પોતાની ઉપર આવે છે ત્યારે આ પ્રેમ જ તેનામા નવો પ્રાણ પુરે છે, નવી શક્તિનો સંચાર કરે છે. આમ જ્યારે પ્રેમ, સમજણ, સમર્પણ એક એકને હુંફ, સહાનુભૂતી અને પ્રેરણા આ બધુ ભેગુ થાય છે ત્યારે દાંપત્યજીવન તાજા ફુલોની જેમ મધમધી ઉઠે છે.
વેલેન્ટાઈની વાત કરીએ એટલે ફકત 16 વર્ષના પ્રેમની વાત નહીં પરંતુ 60 વર્ષના દાંમ્પત્યજીવનની પણ વાત છે જેમાં વ્યક્તિ એકમેકને ઉજાસ આપે છે, એકમેકને ફુંફ આપે છે અને ધીરજ, સહનશીલતા, સમજણ દ્વારા ફકત એક વીક નહીં પરંતુ આખુ એક જીવન વેલેન્ટાઈ ડેની ઉજવણી કરે છે. જો આવી સાત વાત જીવનમાં ઉતારવામાં આવે તો સાત પગલા, સાત વચન અને જો આવી સાતવાત જીવનમાં ઉતારવામાં આવે તો સાત પગલા, સાત વચન અને સાતજન્મ સફળ થાય છે.
(1) સ્નેહ : પરસ્પર સ્નેહ
પરસ્પર સ્નેહએ દાંમ્પત્ય જીવનનો પાયો છે એકબીજા પ્રત્યે જો લાગણી હશે તો તેના પર ચણેલી ઈમારતને ગમે તેટલા મુશ્કેલીરૂપી તોફાનો પણ ડગાવી શકશે નહીં તે ઈમારત અડીખમ રહેશે. ગમે તેટલા વર્ષના વ્હાણા વીતી જાપ પણ સ્નેહ તેને મકકમ અને મજબુત રાખે છે.
(2) સમજણ : એકબીજા પ્રત્યે સમજણ
એકબીજા પ્રત્યે સમજણ હોવી ખુબ જરૂરી છે. દરેક દિવસો એક સરખા નથી હોતા તેમજ ભારતીય સમાજમાં લગ્ન સંસ્થામાં બે પરિવારો પણ જોડાય છે. બધાના સ્વભાવ અલગ અલગ હોય છે તેથી જો સમજણ નહીં હોય તો દામ્પત્યજીવનને તેની અસર થયા વગર નહીં રહે.
(3) સ્વીકાર : અપૂર્ણતાનો સ્વીકાર
કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી દરેકમાં કંઈને કંઈ ખામી હોય છે, અવગુણ હોય છે. એટલે જો સામેથી વ્યક્તિની ક્ષતિ, ઉણપો અપૂર્ણતા વગેરેનો જો સ્વીકાર થાય તો દાંમ્પત્યજીવનને ઉની આંચ પણ આવતી નથી.
(4) સહકાર : દરેક બાબતમાં સહકાર
દાંમ્પત્ય જીવનમાં પતિ પત્ની એકબીજાને સહકાર આપે તે સોનામાં સુગંધ ભળે છે. એકબીજાને સુખ દુ:ખમાં ભાગીદાર બની સહકાર આપવો સહજીવનનું સુંદર પાસુ છે. કયારેક પતિને આર્થિક ભીંસ હોય કે કયારેક પત્નીની માંદગી હોય કે પછી સંતાનોનો પ્રશ્ર્ન હોય એકબીજાના સહકાર વડે આ બધી સમસ્યા ચપટી વગાડતા ઉકેલી શકાય છે.
(5) સ્વતંત્રતા : સ્વતંત્ર વ્યક્તિત્વ
બંને એકબીજાના પુરક અંગ હોવા છતાં પતિ પત્ની બન્નેનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બન્નેનું સ્વાતંત્ર અસ્તિત્વ છે. બન્નેએ પોતાના વિચારો, પોતાના ગમા અણગમા એકબીજાપર ન થોપવા જોઈએ એકબીજાના કાર્યમાં રસ લઈ આગળ વધવુ જોઈએ.
(6) સાપુજ્ય : બન્નેનું સાપુજ્ય
લગ્ન થયા એટલે કહેવાય છે કે બે શરીર અને એક આત્મા તનથી અલગ હોવા છતાં બન્નેના મન એક હોય છે. દાંમ્પત્યજીવન દરમિયાન મતભેદ થાય પણ મનભેદ થવા ન દઈએ તેવું સાપુજ્ય રચાવુ જોઈએ.
(7) સહનશીલતા
સહનશીલતા એટલે કોઈ શારિરીક સહનશક્તિની વાત નથી સહજીવનના કોઈ પડાવમાં સંજોગવશાત એવી પરિસ્થિતી ઉભી થાય કે વાત વણસી જવાથી સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. તો આવા સમયે કોઈના બે વેણ સહનકરી લેવા અને કયારેક કોઈની અણગમતી વાત પણ સહન કરી લેવી આ વાત ઉભયપક્ષને લાગુ પડે છે. આમ આવા સાત પગલા, સાત સાત વચન દ્વારા જ પતિ પત્નિીના સંસારમાં સ્મિત લહેરાય છે અને સ્વર્ગ સર્જાય છે અને વેલેન્ટાઈન ઉજવાય છે લાઈફ ટાઈમ.
ઠશતવશક્ષલ ઢજ્ઞી ટફહયક્ષશિંક્ષય..કશરયઝશળય... યોગ્ય ભેટ જીવનભરનું સંભારણુ
ભેટ આપવી અને લેવી સહુ કોઈને ગમે છે અને એમાય જો સરપ્રાઈઝ ગીફટ હોય તો આનંદ બેવડાય છે. સામાન્ય રીતે આપણે જેને ગીફટ આપવાની હોય તેની પસંદને ધ્યાનમાં રાખીને ગીફટ આપતા હોઈએ છીએ કારણ કે ગિફટ દ્વારા આપણે આપણી લાગણી વ્યકત કરતા હોઈએ છીએ. પરંતુ યાદગાર ગિફટ આપીને તેને જીવનભરનું સંભારણુ બનાવી શકાય છે. વેલેન્ટાઈન ડે મા ખાસ કરીને ફલાવર, બુકે, ચોકલેટ બુકે, પરફયુમ, શોપીસ વગેરે આપતા હોય છે. કંઈક પતિપત્ની એકબીજાને આપી ગિફટ આપીને આ દિવસ યાદગાર બનાવી શકે છે.
* વ્યસ્ત જીન વચ્ચેથી સમય કાઢીને ‘સમય’ની ગીફટ આપી શકાય. કવોલીટી ટાઈમએ જીવનનું સંભારણુ બની રહે છે. પતિ પત્નીએ સાથે ગાળેલી પળ યાદગાર અને શ્રેષ્ઠ ભેટ બની રહેશે.
* પત્ની સાથે કોઈ મેળ જગ્યાએ જઈને સરપ્રાઈઝ આપી શકાય કે જે સ્થળ લગ્નના શરૂઆતના સમયમાં તમારી યાદગીરી હોય.
* આજે આર્થિક રીતે સક્ષમ હોવું પણ એટલુ જ જરૂરી છે. પત્ની માટે ભવિષ્યનું પ્લાનીંગ કરીને કંઈક ઈન્વેસ્ટમેન્ટ રૂપે સુરક્ષિત ભવિષ્ય ભેટ કરી શકાય.
* આ ઉપરાંત ભેટ સ્વરૂપે બન્નેની ફેવરિટ રેસ્ટોરન્ટમાં જઈ શકાય અથવા ઘરે જ કેન્ડલ લાઈટ ડિનર ગોઠવી શકાય.
* પત્નીને કોઈ જીમ કે બ્યુટીપાર્લરની મેમ્બરશીપ
અપાવી શકાય.
* ભૂતકાળના સંસ્મરણોને ભેગા કરી આલ્બમ કે
ફ્રેમ પણ ભેટ આપી શકાય. અપૂર્ણતાનો સ્વીકાર, પરસ્પરસ્નેહ અને એકબીજા પ્રત્યે સહકાર દ્વારા દાંપત્યજીવનમાં સ્મિત લહેરાય છે.. સ્વર્ગસર્જાય છે બધા જ સંબંધોમાં શ્રેષ્ઠ અને નજીકનો સંબંધ પતિ પત્નીનો છે તેને સ્નેહ,
સમર્પણ અને સમજણ દ્વારા સુંદર બનાવીએ